KuberaNowLogo
Tuesday, 27/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Jio Platforms IPO: રોકાણકારોમાં બૂમ, પણ Investment Bankers ‘સુન્ન’

ભારતના સૌથી મોટા ₹30,213 કરોડના Jio Platforms IPOએ ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો માટે ₹196 કરોડની ફી ઊભી કરી છે. આ રકમ ઇશ્યુના કદના 0.65% જેટલી છે. તેની સરખામણીએ Hyundai Motor Indiaના ₹27,859 કરોડના IPOમાં બેન્કરોને ₹493 કરોડની ફી મળી હતી. મોટા IPOમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કો વચ્ચેની સ્પર્ધાને કારણે ઇશ્યુના કદના પ્રમાણમાં ફી ઓછી રહેતી હોવાનું વિશ્લેષકોનો મત છે.

kuberanow deskPublished On : 27 Oct 2026
Jio Platforms IPO
Investment Bankers' feeAI Image

Investment Bankers' fee: મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સમર્થિત કંપની Jio Platformsનો ₹30,213 કરોડનો IPO ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો જાહેર ઇશ્યુ બન્યો છે. જોકે, આ ઇશ્યુ પર કામ કરનારા ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોને મળેલી કુલ ફી તાજેતરના કેટલાક મોટા IPOની સરખામણીએ ઘણી ઓછી રહી છે. મળતી વિગતો મુજબ, Jio Platformsએ તેના બેન્કરોને કુલ ₹196 કરોડની ફી ચૂકવી છે. આ રકમ IPOના કુલ કદના 0.65% જેટલી છે.

 

19 બેન્કરોની નિમણૂક

 

Jio Platformsએ આ IPO માટે 19 બેન્કરોની નિમણૂક કરી હતી. ઇશ્યુ જાહેર સબસ્ક્રિપ્શન માટે ખુલ્યાના પ્રથમ દિવસે માત્ર 100 મિનિટમાં સંપૂર્ણ સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. સબસ્ક્રિપ્શન બંધ થયું ત્યારે ઇશ્યુને 22 ગણાથી વધુ માંગ મળી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, Jio Platformsનાં શેરનું લિસ્ટિંગ બુધવારે 28 ઓક્ટોબરનાં રોજ થવાનું છે.

 

Jio Platforms IPO


Hyundai અને NSEના IPOમાં કેટલી ફી ચૂકવાઈ?

 

ભારતના બીજા સૌથી મોટા IPO તરીકે દર્શાવાયેલા Hyundai Motor Indiaએ ₹27,859 કરોડ એકત્ર કર્યા હતા. આ ઇશ્યુ માટે બેન્કરોને લગભગ કુલ ₹493 કરોડની ફી ચૂકવવામાં આવી હતી, જે IPOના કદના 1.77% જેટલી હતી. બીજી બાજુ, આ વર્ષની શરૂઆતમાં NSE Indiaના ₹22,563 કરોડના IPO માટે 20 ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોને ₹186 કરોડની ફી મળી હતી. આ રકમ ઇશ્યુના કદના 0.83% જેટલી હતી. આમ, Jioનો IPO કદમાં Hyundai અને NSEના ઇશ્યુ કરતાં મોટો હોવા છતાં ઇશ્યુના પ્રમાણમાં તેની બેન્કર ફી ઓછી રહી છે, જે કુલ ફીની રકમ Hyundai કરતાં પણ ઓછી છે. જુલાઈમાં SBI Funds Management of India Ltd.ના અબજ ડૉલરના લિસ્ટિંગ માટે કુલ ફી માત્ર ₹4.63 કરોડ રહી હોવાની માહિતી મળી છે.


અન્ય મોટા IPOમાં લીડ મેનેજરોની ફી

Jio IPO Investment Banker fee


વર્ષ 2024માં Hyundai Motor India Ltd.એ તેના તે સમયના રેકોર્ડ ₹27,800 કરોડના IPO માટે અન્ડરરાઇટિંગ બેન્કોને આશરે ₹490 કરોડ ચૂકવ્યા હતા. Paytmની પેરેન્ટ કંપની One 97 Communications Ltd.એ વર્ષ 2021માં ₹18,300 કરોડના ઇશ્યુ માટે આશરે ₹320 કરોડનો ખર્ચ કર્યો હતો. બીજી તરફ, Swiggy Ltd.એ ₹11,300 કરોડના શેર ઇશ્યુ માટે ફી પેટે આશરે ₹280 કરોડ ખર્ચ્યા હતા. One 97 Communications અને Tata Capitalએ અનુક્રમે ₹18,300 કરોડ અને ₹15,512 કરોડ એકત્ર કર્યા હતા. બંનેએ બેન્કરોને અનુક્રમે ₹324 કરોડ અને ₹159 કરોડની ફી ચૂકવી હતી. આ ફી તેમના ઇશ્યુના કદના અનુક્રમે 1.77% અને 1.03% જેટલી હતી. HDB Financial Services, LG Electronics India અને Swiggyએ ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોને તેમના ઇશ્યુના કદના અનુક્રમે અંદાજીત 0.83%, 1.94% અને 2.43% જેટલી ફી ચૂકવી હતી.

 

મોટા IPOમાં ફી ઓછી કેમ હોઈ શકે?

 

મોટા IPO માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કો વચ્ચે તીવ્ર સ્પર્ધા રહેતી હોવાથી ઇશ્યુના કદની ટકાવારી તરીકે ફી ઘણી વખત ઓછી હોય છે. તેમ છતાં, બેન્કરો આવા મોટા સોદાઓ મેળવવા ઉત્સુક રહે છે. તેનું એક કારણ એ છે કે આવા IPO પર કામ કરવાથી તેમના લીગ-ટેબલ રેન્કિંગ અને મોટા સોદા સંભાળવાની તેમની ઓળખ મજબૂત થઈ શકે છે.

  

આ પણ વાંચો: Jio Platforms IPO: ફાઇનલ ઇશ્યુ પ્રાઇસ ₹1,119 નક્કી, કંપનીનું વેલ્યુએશન ₹10.3 લાખ કરોડ


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn