Jio Platforms IPO LIVE Upate: લિસ્ટિંગ બાદ Bharti Airtelને પાછળ છોડી
Jio Platformsના શેર આજે બુધવાર 28 ઓક્ટોબરના NSE અને BSE પર IPO માટે શેર દીઠ ₹1,119ની કિંમત સામે 21% પ્રીમિયમ પર ₹1358 લિસ્ટ થયો છે. 21 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર 2026 સુધીના ત્રણ દિવસના બિડિંગ સમયગાળા દરમિયાન IPOને કુલ મળીને 22.19 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. ₹30,187.65 કરોડના આ IPO માટે શેર દીઠ ₹1,119ની કિંમત નક્કી કરવામાં આવી હતી. રોકાણકારો હવે Jio Platformsના શેરના ભાવ, લિસ્ટિંગ પછીનું પ્રદર્શન અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ પર દિવસભર નજર રાખશે.

Jio Platformsના શેર આજે બુધવાર 28 ઓક્ટોબરના રોજ NSE અને BSE પર શેરબજારમાં 21.36% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે, જ્યારે આશ્ચર્યની વાત એ છે કે 2008માં 11મી ફેબ્રુઆરીના રોજ રિલાયન્સ પાવર પણ 21.74 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો હતો. Jio Platformsનો શેર 28મી ઓક્ટોબરના રોજ 21.36 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો 21 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર 2026 સુધીના ત્રણ દિવસના બિડિંગ સમયગાળા દરમિયાન IPOને કુલ મળીને 22.19 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. ₹30,187.65 કરોડના આ IPO માટે શેર દીઠ ₹1,119ની કિંમત નક્કી કરવામાં આવી હતી. BSE પર IPO માટે શેર દીઠ ₹1,119ની કિંમત સામે ₹1358 લિસ્ટ થયો છે.
Jio Platformsએ લિસ્ટિંગ બાદ NSE પર 1,374ની હાઈ બનાવી
રોકાણકારો હવે Jio Platformsના શેરના ભાવ, લિસ્ટિંગ પછીનું પ્રદર્શન અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ પર દિવસભર નજર રાખશે. Jio Platformsએ લિસ્ટિંગ બાદ NSE પર ₹1,374ની હાઈ બનાવી છે.
Jio Platforms લિસ્ટિંગ બાદ માર્કેટ કેપની રીતે RIL પછીની સૌથી મોટી કંપની બની
લિસ્ટિંગ થતાં જ Jio માર્કેટ કેપિટલાઇઝેશન ₹12.5 લાખ કરોડ થયું, જે તેને ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની અને દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની છે. BSE પર શરૂઆતી કારોબાર દરમિયાન કંપનીનું બજાર મૂલ્ય (Market Capitalisation) ₹12,50,586.39 કરોડ હતું. સ્થાનિક બજાર મૂલ્યની રેન્કિંગમાં 'જિયો પ્લેટફોર્મ્સ' (Jio Platforms) માત્ર 'રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ' (Reliance Industries) થી પાછળ છે. RILનું બજાર મૂલ્ય ₹15,89,937.97 કરોડ છે.
Jio Platforms ભારતી એરટેલને પાછળ છોડી
માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ Jioએ ટેલિકોમ સેક્ટરની ટોચની અગ્રણી કંપની ભારતી એરટેલને ₹11.66 લાખ કરોડ સાથે પાછળ છોડી દીધી છે. જ્યારે વોડાફોન આઈડિયાની માર્કેટ કેપ ₹1.30 લાખ કરોડ છે.

Jio Platformsમાં ચાલતું જબરદસ્ત ટ્રેડિંગ
Jio Platformsના લિસ્ટિંગ બાદ અત્યારે માર્કેટમાં 10,27,00,016 એટલે કે 92.74% ખરીદદારો છે, જ્યારે 80,48,841 એટલે કે 7.29% વેચનારાઓ છે.
આ IPOને ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો, જેમની શ્રેણીમાં 70.55 ગણું સબસ્ક્રિપ્શન આવ્યું હતું, જ્યારે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs)ની શ્રેણીમાં 14 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. રિટેલ રોકાણકારોએ તેમના હિસ્સા માટે 2.72 ગણું સબસ્ક્રિપ્શન નોંધાવ્યું હતું. ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હોવાથી રોકાણકારોનો પ્રતિસાદ કેવો રહે છે તે જાણવા માટે બજારના રોકાણકારો, શેરહોલ્ડરો સહિત વૈશ્વિક બજારોની પણ આ શેરના લિસ્ટિંગ પર નજર રહેશે.
આ પણ વાંચો: Jio Platforms Listing: પ્રીમિયમે લિસ્ટ થવાની પ્રબળ સંભાવના, લાંબા ગાળા માટે ઉજળી તક
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

અનંત અંબાણીની સ્પીચ સાંભળી ગદગદ થયા મુકેશ અંબાણી

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Jio Ipo Listing: Jioનો IPO લાગ્યો હોય તો શેર કેવી રીતે વેચશો? લિસ્ટિંગ ડે પર આ બાબતો ખાસ જાણો

Jio IPO: એલોટમેન્ટ થઈ જતાં 4.68 લાખ કરોડની રકમ છૂટી થઈ

BLS Polymers IPO: પ્રથમ દિવસે Fully Subscribed, NII હિસ્સો 2 ગણાથી વધુ ભરાયો

Jio Platforms Listing: પ્રીમિયમે લિસ્ટ થવાની પ્રબળ સંભાવના, લાંબા ગાળા માટે ઉજળી તક

Jio Platforms IPO: રોકાણકારોમાં બૂમ, પણ Investment Bankers ‘સુન્ન’






