
સપ્ટેમ્બરમાં મૂડીબજારમાં તડાકો, પણ ભડાકો તો હજી બાકી છે...
હજી પણ 4.48 લાખ કરોડના IPO લાઇનમાં, જિયોનો હશે સૌથી મોટો IPO

IPO News: શેરબજારમાં સપ્ટેમ્બરમાં IPOની ભરમાર રહી હતી. જો કોઈ એમ માની લે કે મૂડીબજારમાં IPOનો પ્રવાહ સપ્ટેમ્બર પૂરતો જ સીમિત હતો તો તે ભૂલ કરે છે. સપ્ટેમ્બરમાં આવેલી તેજી તો હજી શરૂઆત હતી. આગામી દિવસોમાં બજારમાં કુલ 4.48 લાખ કરોડના IPO આવવાના છે, કુલ 237 કંપનીઓ આટલી રકમના આઇપીઓ લઈને આવશે. IPO નો આ આંકડો હજી પણ વધી શકે છે. તેમા રિલાયન્સ જિયોનો આઇપીઓ સૌથી મોટો લગભગ 37,000 કરોડથી પણ વધુ રકમનો હશે.
આ 237 કંપનીમાંથી કુલ 120 કંપનીઓને IPO માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. આટલા મંજૂર થયેલા ઇશ્યૂની રકમનું કદ 2,34,323 કરોડનું હોવાનું મનાય છે. બીજી 117 કંપનીઓએ પેપર ફાઇલ કર્યા છે, પરંતુ તે હજી પણ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ 117 કંપનીઓ વેઇટિંગમાં છે તે કુલ 2,13,669 કરોડની રકમ એકત્રિત કરશે.
સેબીએ મંજૂર કરેલા IPOમાં જોઈએ તો જિયો પ્લેટફોર્મનું કદ સૌથી મોટું રૂ. 37,700 કરોડ છે. તેના પછીના ક્રમે અવાડા ઇલેક્ટ્રોનું કદ રૂ. 7,600 કરોડ છે. જ્યારે ઓયોની પેરેન્ટ કંપની ઓરેવલ સ્ટેઝના IPOનું કદ રૂ. 6,650 કરોડ છે. ઝેપ્ટો અને ઇન્ફ્રા માર્કેટના ઇશ્યુનું કદ અનુક્રમે રૂ. 5,106 કરોડ અને રૂ. 5,000 કરોડ છે.
હવે સેબીની મંજૂરીની રાહ જોઈ રહેલા IPOમાં જોઈએ તો ફોનપેના ઇશ્યૂનું કદ રૂ. 12,000 કરોડ છે. જ્યારે આઇનોક્સ ક્લીન એનર્જી અને મહાનદી કોલફિલ્ડ્સના ઇશ્યુનું કદ 10,000 કરોડ-10,000 કરોડ છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં કુલ 34 કંપનીઓ આવી હતી અને તેણે કુલ રૂ. 39,380 કરોડ એકત્રિત કર્યા હતા. જો સેબી IPOને નકારે તો કુલ ભંડોળની રકમ ઘટી શકે છે અને વધુ બીજા IPOને મંજૂરી આપે તો આ રકમ પાંચ લાખ કરોડે પહોંચી જશે તો પણ આશ્ચર્ય નહીં થાય.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

