27મી ઓગસ્ટે 10 મિનિટમાં 2,200 પોઇન્ટનો કડાકો અને 2,000 પોઇન્ટની રિકવરી, કિરીટ સોમૈયાનો સેબીને પત્ર
બીએસઇમાં બપોરે ફક્ત 3-20થી 3-30ના દસ મિનિટના સમયમાં 2,200 પોઇન્ટના ઘટાડાથી લઈને 2,000 પોઇન્ટની રિકવરીનો જે ખેલ જોવા મળ્યો તે શું હતું. સેબી તેના પર પ્રકાશ પાડેઃ સોમૈયા

મુંબઈઃ મુંબઈમાં ભાજપના આગેવાન કિરીટ સોમૈયાએ સેબીની નવી CAS પ્રણાલિ સામે સવાલ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે 27મી ઓગસ્ટના રોજ મુંબઈ શેરબજારમાં 2,200 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો અને પછી સીધી 2,000 પોઇન્ટની રિકવરી દર્શાવવામાં આવી હતી. બીએસઇમાં બપોરે ફક્ત 3-20થી 3-30ના દસ મિનિટના સમયમાં 2,200 પોઇન્ટના ઘટાડાથી લઈને 2,000 પોઇન્ટની રિકવરીનો જે ખેલ જોવા મળ્યો તે શું હતું. સેબી તેના પર પ્રકાશ પાડશે.
તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું CASની પ્રણાલિ હેઠળ આવી કોઈ સ્થિતિ સર્જાઈ છે. CASની સિસ્ટમમાં કોઈ નબળાઈના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન કરાયું છે. કોઈ સોદા સુલ્ટાવાયા કે ઉલ્ટાવાયા છે. હવે જો બજારમાં આવી કોઈ નબળાઈ હોય તો ખરેખર સેબીના અધિકારીઓએ તેની સમજૂતી આપવી જોઈએ. શું CASનો અમલીકરણ અટકાવવા માટે બજારમાં કોઈપણ પ્રકારની ભાંગફોડ સર્જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે? શું ટોચમર્યાદા હોવા છતાં આ બન્યું છે, હવે જે થયું તે ખરેખર યોગ્ય છે ખરું?
આપણી પાસે આટલી મજબૂત દેખરેખ પ્રણાલિ હોવા છતાં પણ આ પ્રકારનો બનાવ બન્યો તે ખરેખર આંચકાજનક બાબત છે. મારી વિનંતી છે કે ફક્ત આ બનાવની તપાસ જ ન કરવામાં આવે, પરંતુ તેના પર પગલાં પણ લેવામાં આવે. આ આખા બનાવ અંગે મારું નિરીક્ષણ છે કે બપોરે સવા ત્રણ પછી સોદા પડતાં ન હોવાથી અહીં તરલતા જેવો તો કોઈ પ્રશ્ન જ નથી. બધા ટ્રેડ તો સવા ત્રણ કે તેના પહેલા થઈ ગયા હોય છે. આમ કિરીટ સોમૈયાએ સેબીને ઉદ્દેશીને કરેલા ટ્વીટથી હડકંપ મચી ગયો છે.
કિરીટ સોમૈયાએ આ કિસ્સામાં સેબીને તપાસ કરવાની હાકલ કરી છે. હજી સુધી સેબીએ આ મુદ્દે કોઈ જવાબ આપ્યો નથી. જો કે બજાર નિષ્ણાતો માને છે કે કિરીટ સોમૈયાએ ઉઠાવેલી ચિંતા વાજબી છે. બજાર બંધ થયા પછી આ રીતે અચાનક જ આવેલો ઘટાડો અને પછી આવેલી તેવી જ રિકવરી તે ટેકનિકલ ફોલ્ટ છે, હેકિંગ છે, સિસ્ટમ સાથે ચેડા છે કે કોઈએ ખેલ કર્યો છે તેના અંગે સેબી જવાબ આપે તે જરૂરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા ઉદ્યોગોમાં નવા રોકાણની શક્યતા વધી: BoB રિપોર્ટ
- મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
