આંતરિક ઓડિટ સામે સવાલ ઉઠાવી ઓપી ભટ્ટે રાજીનામુ આપતા Coforgeનો શેર નવ ટકા તૂટ્યો
Coforgeના આંતરિક ઓડિટને લઈને સવાલ ઉઠાવવાની સાથે ઓપી ભટ્ટે તાત્કાલિક અસરથી રાજીનામુ આપતા શેરમાં કડાકો બોલ્યો

મુંબઈઃ કોફોર્જ લિમિટેડનો શેર બુધવારે આઠ ટકા તૂટ્યો છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઓમ પ્રકાશ ભટ્ટ (ઓપી ભટ્ટ)એ તેમની ટર્મ પૂરી થતાં પહેલા રાજીનામુ આપતા કંપનીના શેરમાં કડાકો બોલ્યો છે. તેમનું રાજીનામુ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યું છે. કંપનીએ એપ્રિલ 2025 પછી આ સૌથી મોટો કડાકો નોંધાવ્યો છે.
ઓપી ભટ્ટના સવાલ સામે બોર્ડે શરૂ કરી સમીક્ષા પ્રક્રિયા
ભટ્ટનું રાજીનામુ ત્યારે આવ્યું છે જ્યારે બોર્ડ આંતરિક ઓડિટને લઈને તેમણે કરેલી રજૂઆતની સમીક્ષા કરી રહ્યું છે. આવું નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરમાં થયું છે. હાલમાં બોર્ડ ચેરમેનની આગેવાની બોર્ડ સેલ્ફ રીવ્યુ (BER) હેઠળ તેની સમીક્ષા કરી રહ્યુ છે.
સમીક્ષા પ્રક્રિયામાં ચેરમેનની ભૂમિકા અંગે સ્પષ્ટતા નથી
આ રીવ્યુમાં BER આના અંગે કેવી રીતે ડીલિંગ કરશે તેના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેનું કારણ એ હતું કે BERમાં ચેરમેનની ભૂમિકા કેટલી હદ સુધીની છે તેના અંગે કોઈ પ્રકાશ પાડવામાં આવી નથી. બોર્ડે આ મુદ્દો ભટ્ટ સમક્ષ ઉઠાવ્યો છે અને તે હજી પણ તેના પ્રતિસાદની રાહ જોઈ રહ્યું છે. જ્યારે ઓપી ભટ્ટે રાજીનામુ આપી દીધું છે. કોફોર્જે તેના અંગે સ્પષ્ટતા કરી નથી.
અસંમતિ હોવાના લીધે બોર્ડમાંથી રાજીનામુ આપ્યું
ભટ્ટે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે હું માનું છું કે અસંમતિ હોવા છતાં બોર્ડની અંદર રહેવું અને તેની મૂલ્યાંકન પ્રક્રિયામાં સામેલ થવું તે મને યોગ્ય લાગી રહ્યું નથી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મારા રાજીનામાનું કારણ કંપનીના આંતરિક ઓડિટ અંગેની બાબત છે અને આ સિવાય બીજું કશું જ નથી.
ઓપી ભટ્ટ SBIના ભૂતપૂર્વ ચેરમેન
ઉલ્લેખનીય છે કે ઓ પી ભટ્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ભૂતપૂર્વ ચેરમેન છે. તે 2024માં કોફોર્જના પણ ચેરમેન હતા. તેમની મૂળ ટર્મ એપ્રિલ 2027 સુધીની હતી. એક્સ્ચેન્જમાં અલગ ફાઇલિંગમાં કોફોર્જે જણાવ્યું હતું કે બોર્ડે માર્ચ અને એપ્રિલ 2026માં ગયા વર્ષની સમીક્ષા પ્રક્રિયા પૂરી કરી છે. આ પ્રકારની બાબત કંપનીના ગાઇડન્સને અનુરૂપ નથી.
મૂલ્યાંકન પ્રક્રિયાના ભાગરૂપે ગેરસમજ ટાળવા સ્પષ્ટતા કરીઃ કોફોર્જ
કંપનીએ જણાવ્યું હતું કે બોર્ડની મૂલ્યાંકન પ્રક્રિયાના ભાગરૂપે કોઈપણ પ્રકારની ગેરસમજ ટાળવા માટે તેણે આ સ્પષ્ટતા કરી છે. બોર્ડે 31 જાન્યુઆરી 2027ના રોજ વિવેક શર્માની વચગાળાના ચેરમેન તરીકે નિમણૂક કરી છે. ભટ્ટે કંપનીની બધી સમિતિઓમાંથી પણ તાત્કાલિક અસરથી રાજીનામા આપી દીધા છે. BSE પર તેના શેરનો ગઇકાલના બંધ 1949.10 સામે નીચામાં 1,821 પર ખૂલ્યો હતો. જ્યારે ઊંચામાં 1878.75 ગયો હતો અને તેણે 1,780.10નું તળિયું બનાવ્યું હતું. લગભગ નવ ટકા તૂટ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- બજાર ત્રણ મહિનાના નીચલા સ્તરે સેન્સેક્સ 813 પોઇન્ટ અને નિફ્ટી 204 પોઇન્ટ તૂટ્યા
- ઓપી ભટ્ટનું રાજીનામુઃ કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટરનું ટર્મ પૂરી કર્યા વગર રાજીનામુ આપવાનું ચલણ વધ્યું
- Crude Oil Price : ક્રૂડ ઓઈલ 100 ડોલર નજીક પહોંચ્યું
- આઇટી શેરોમાં સળંગ છઠ્ઠા દિવસે વેચવાલીઃ કોફોર્જ 9 ટકા, TCS 6 ટકા તો ઇન્ફોસિસ 4 ટકાથી વધુ તૂટ્યો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
