Crude Oil Price : ક્રૂડ ઓઈલ 100 ડોલર નજીક પહોંચ્યું
ક્રૂડ ઓઈલ ફરી 100 ડોલર નજીક પહોંચતા પેટ્રોલ, ડીઝલ, ગેસના રીટેલ ભાવોમાં વધારાથી લઈને વધતી મોંઘવારીના કારણે વ્યાજદર સુધી બધા પર અસર થવાની આશંકા છે.

નવી દિલ્હી : અમેરિકાએ ઈરાનના ઓઈલ જહાજ અને ખાર્ગ ટાપુ પર કરેલા હુમલાના જવામાં IRGCએ અમેરિકાના વેસેલ્સ અને જોર્ડનમાં એરબેઝ પર હુમલા કરતાં મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વણસી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે બુધવારે ક્રૂડ ઓઈલ એક ટકાથી વધુ ઊછળીને 100 ડોલરની નજીક પહોંચી ગયું છે, જેથી આ સપ્તાહના અંતે મહત્વના ડેટા પૂર્વે ફૂગાવાનું દબાણ વધ્યું છે. ક્રૂડ ઓઈલમાં આવેલી તેજીએ ગોલ્ડમેન સાક્સની ચેતવણી સાચી થતી હોય તેવું જણાઈ રહ્યું છે, જેમાં તેણે ક્રૂડ ઓઈલ ફરીથી 120 ડોલર સુધી પહોંચી શકે છે તેમ જણાવ્યું હતું.
પેટ્રોલ, ડીઝલ, ગેસના રીટેલ ભાવોમાં વધારાનું જોખમ
પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની સાથે ક્રૂડ ઓઈલના ભાવમાં બુધવારે સતત ચોથા સત્રમાં તેજી જોવા મળી છે. આ તેજી વચ્ચે ક્રૂડ ઓઈલ ફરી એક વખત 100 ડોલર ઉપર પહોંચે તો પેટ્રોલ, ડીઝલ, ગેસના રીટેલ ભાવોમાં વધારાથી લઈને વધતી મોંઘવારીના કારણે વ્યાજદર સુધી બધા પર અસર થવાની આશંકા છે. બજારને આશંકા છે કે ક્રૂડ ઓઈલ 100 ડોલર ઉપર જળવાઈ રહેશે તો ગ્રોથ પર ઓછામાં ઓછા 30 બેસ પોઈન્ટના ઘટાડાની અસર જોવા મળી શકે છે.
બેન્કોના વ્યાજદરમાં વધારા મુદ્દે રોકાણકારોની ચિંતા વધી
અમેરિકા અને ઈરાન યુદ્ધ સાતમા મહિનામાં પ્રવેશી ગયું છે અને નજીકના સમયમાં યુદ્ધ પુરું થવાની કોઈ સંભાવના જણાતી નથી. આથી અમેરિકામાં વધતી મોંઘવારીને નિયંત્રીત કરવા ફેડરલ રિઝર્વ બેન્કે વ્યાજદરમાં વધારો કરવો પડશે તેવી ચિંતા રોકાણકારોમાં વધી રહી છે. પશ્ચિમ એશિયામાં ઓઈલ અને ગેસ માટે દુનિયાના સૌથી વધુ વ્યસ્ત જળમાર્ગોમાંના એક હોર્મુઝની ખાડી પર પ્રભુત્વ જમાવવા અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાનના સામ-સામા હુમલા
ઈરાને બુધવારે જણાવ્યું હતું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકાના હુમલાના પગલે તેણે જોર્ડનમાં અમેરિકન સૈન્ય બેઝ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. આ પહેલાં અમેરિકાએ પણ તેના યુદ્ધજહાજ પર ઈરાન દ્વારા કરાયેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલાના જવાબમાં હોર્મુઝની ખાડીમાં ઈરાનના ઓઈલ ટેન્કરો અને ખાર્ગ ટાપુ પર હુમલો કર્યો હતો. ઈરાને કહ્યું હતું કે, તેણે કુવૈત અને બહરીનના ઓઈલ ટેન્કરોને પણ નિશાન બનાવ્યા હતા. તેણે આ ઓઈલ ટેન્કરો પરના ક્રૂને જહાજ છોડી દેવા ચેતવણી આપી હતી.
વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ જૂન 2026 બાદ પહેલી વખત 95 ડોલર નજીક
અમેરિકા અને ઈરાન વચ્ચે ઘર્ષણ વધતા મુખ્ય ક્રૂડ કોન્ટ્રાક્ટ બુધવારે એક ટકાથી વધુ ઊછળ્યો હતો તેમજ બ્રેન્ટ ક્રૂડ પણ 99.67 ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. આ પહેલાં જુલાઈમાં બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની નજીક પહોંચી ગયો હતો. એ જ રીતે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ જૂન 2026 બાદ પહેલી વખત 95 ડોલર નજીક પહોંચ્યો છે. ઊર્જા ખર્ચમાં વધારાએ વૈશ્વિક સ્તરે ફુગાવાને ઊંચો રાખ્યો છે અને તેણે વિશ્વમાં સેન્ટ્રલ બેન્કો પર વ્યાજદર વધારવા માટે દબાણ જાળવી રાખ્યું છે. હવે બધાનું ધ્યાન શુક્રવારે અમેરિકન કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના આંકડા જાહેર થવા પર છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- બજાર ત્રણ મહિનાના નીચલા સ્તરે સેન્સેક્સ 813 પોઇન્ટ અને નિફ્ટી 204 પોઇન્ટ તૂટ્યા
- ઓપી ભટ્ટનું રાજીનામુઃ કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટરનું ટર્મ પૂરી કર્યા વગર રાજીનામુ આપવાનું ચલણ વધ્યું
- Crude Oil Price : ક્રૂડ ઓઈલ 100 ડોલર નજીક પહોંચ્યું
- આઇટી શેરોમાં સળંગ છઠ્ઠા દિવસે વેચવાલીઃ કોફોર્જ 9 ટકા, TCS 6 ટકા તો ઇન્ફોસિસ 4 ટકાથી વધુ તૂટ્યો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
