Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
વૈશ્વિક બજારોમાં સુધારો, ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય ઘટાડો અને સંસ્થાકીય રોકાણકારોની ખરીદી ભારતીય બજારને સકારાત્મક શરૂઆત અપાવી શકે છે. જોકે પશ્ચિમ એશિયાનો તણાવ, ઊંચા ક્રૂડના ભાવ અને અમેરિકન બોન્ડ યીલ્ડ બજારમાં અસ્થિરતા જાળવી શકે છે.

GIFT Niftyમાં ગુરુવારે સવારે આશરે 125 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જે Sensex અને Nifty માટે સકારાત્મક શરૂઆતના સંકેત આપે છે. સતત ત્રણ સત્રના ઘટાડા બાદ અમેરિકન બજારોમાં સુધારો જોવા મળ્યો છે. US માર્કેટમાં તેજી અને ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈથી ભારતીય બજારને ટેકો મળી શકે છે.
GIFT Nifty
GIFT Nifty આશરે 24,082ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. અંદાજે 117થી 125 પોઇન્ટ ઉછળ્યો. Nifty અગાઉના 23,914.45ના બંધ સ્તર કરતાં ઊંચો ખુલી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે.
એશિયન બજાર
એશિયન શેરબજારોમાં મોટાભાગના ઈન્ડેક્સ પોઝિટિવ જોવા મળ્યા હતા. દક્ષિણ કોરિયાનો Kospi આશરે 1.6% વધ્યો હતો, જ્યારે જાપાન અને ઓસ્ટ્રેલિયાનાં બજારોમાં પણ સામાન્ય તેજી જોવા મળી હતી.
અમેરિકન બજાર
અમેરિકન શેરબજારો બુધવારે વધારા સાથે બંધ થયા હતા. Dow Jonesમાં 295 પોઇન્ટ, S&P 500 0.46%, Nasdaqમાં આશરે 0.45% ઉછળી બંધ થયો હતો.
ક્રૂડ ઓઇલ
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થતાં ભારતીય બજાર માટે સારા સમાચાર છે. બ્રેન્ટ ક્રૂડ આશરે $95.30 પ્રતિ બેરલ અને WTI Crude લગભગ $90.82 પ્રતિ બેરલની નજીક રહ્યું હતું.
FII અને DII
બુધવારના સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ભારતીય શેરોમાં ₹6,688 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ ₹2,813 કરોડની ખરીદી કરી હતી.
આ પણ વાંચો: Stocks In News |3 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.


