સોનામાં બે હજાર અને ચાંદીમાં લગભગ ચાર હજારનો કડાકો, જાણો કેમ?
સોનાચાંદીમાં જબરદસ્ત કડાકો બોલ્યો છે. તેના લીધે સોનાનો ભાવ રૂ. 1.50 લાખની નીચે ઉતરી ગયો છે અને ચાંદીનો ભાવ રૂ. 2.31 લાખની આસપાસ છે

અમદાવાદઃ સપ્ટેમ્બર બેસતા જ સોનાચાંદીમાં કડાકો બોલ્યો છે. સોનામાં બે હજાર તો ચાંદીમાં લગભગ ચાર હજાર જેટલાનો કડાકો બોલ્યો છે. આના લીધે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે રૂ. 1.50 લાખની નીચે ઉતરી ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ 2.31 લાખની આસપાસ છે. MCX પર સોનાચાંદીના ભાવ ભારે ઘટાડા સાથે ખૂલ્યા હતા.
ક્રૂડ ઓઇલમાં ઉછાળો
ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાના પગલે ફુગાવાની ચિંતા વધી છે. અમેરિકા-ઇરાનના એકબીજા પર હુમલાના લીધે પશ્ચિમ એશિયામાં તણાવ વધતાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 96 ડોલરને વટાવી ગયો છે. ક્રૂડ મોંઘુ થતાં વિશ્વસ્તરે મોંઘવારીની સંભાવના સર્જાઈ છે.
બોન્ડ ઊપજ વધી
અમેરિકન ડોલર ઇન્ડેક્સ 99ના ઉપર પહોંચી ગયો છે. જ્યારે દસ વર્ષની બોન્ડ ઊપજ 4.80 ટકાને વટાવી ગઈ છે. સોનું-ચાંદી નોન-યીલ્ડિંગ એસેટ હોવાથી બોન્ડ ઊપજ વધતા રોકાણકારો કીમતી ધાતુઓમાંથી નાણા ખેંચી રહ્યા છે.
વ્યાજદરમાં વધારો થવાની સંભાવના વધી
આ ઉપરાંત સતત વધી રહેલા ફુગાવાના લીધે અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરવાનું વધુને વધુ પાછું ઠેલે તેવી સંભાવના છે. તેણે અગાઉ પણ જણાવી દીધું છે કે તેઓ અમેરિકામાં ફુગાવાને બે ટકાની મર્યાદામાં લાવવાનું લક્ષ્યાંક ધરાવે છે. આના લીધે ફક્ત યુએસ ફેડ રિઝર્વ જ નહીં પણ અન્ય મધ્યસ્થ બેન્કો લાંબા સમય સુધી વ્યાજદર નહીં ઘટાડે તેવી સંભાવના વધી ગઈ છે. તેના કારણે પણ લાંબા ગાળે વ્યાજદર પર દબાણ વધ્યું છે.
સોનું સલામત વિકલ્પ નહીં
સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 1,50,625 ચાલી રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 2.32 લાખની આસપાસ ચાલી રહ્યો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ પ્રતિ કિલોએ 2,35,441 હતો. જ્યારે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે સોનાનો અગાઉનો બંધ ભાવ રૂ. 1,51,721 હતો. સામાન્ય રીતે યુદ્ધ જેવી સ્થિતિમાં લોકો સલામત વિકલ્પ તરીકે સોના તરફ રોકાણ કરવા દોટ લગાવતા હોય છે, પરંતુ મજબૂત ડોલર અને બોન્ડ ઊપજમાં થયેલા વધારાના લીધે સોનાના ભાવ તૂટી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.


