KuberaNowLogo
Monday, 07/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold, silver ETF : સોના-ચાંદીના ETF 2 ટકા સુધી તૂટ્યા

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવના, સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારાની શક્યતા 60 ટકા હોવાનો ટ્રેડર્સનો મત

KuberaNow
desk@kuberanow7 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
સોના અને ચાંદીના બધા જ ETFsમાં સોમવારે નરમાઈ જોવા મળી
સોના અને ચાંદીના બધા જ ETFsમાં સોમવારે નરમાઈ જોવા મળી

સોના અને ચાંદી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં સોમવારે વેચવાલીનું તીવ્ર દબાણ જોવા મળ્યું હતું, જેને પગલે Gold અને Silver ETF બે ટકા જેટલા તૂટ્યા હતા. રિટેલ બજારમાં સોના અને ચાંદીમાં કડાકા વચ્ચે ETFમાં પણ નરમાઈનું કારણ અમેરિકા છે. અમેરિકામાં રોજગારીના આંકડા મજબૂત આવ્યા છે, જેથી ઊંચા વ્યાજદરની અપેક્ષાથી ETFમાં નરમાઈ જોવા મળી છે. રોકાણકારો પણ અમેરિકન ફૂગાવાના ડેટાના આંકડાના રાહ જોઈ રહ્યા છે. ફેડરલ રિઝર્વની આ સપ્તાહના અંતે યોજાનારી બેઠકમાં વધુ સ્પષ્ટતા મળે તેવી શક્યતા છે.


SBI Gold ETFમાં સૌથી વધુ નરમાઈ

બધા જ ETFsમાં સોમવારે નરમાઈ જોવા મળી હતી. જોકે, સૌથી વધુ નરમાઈ SBI Gold ETFમાં જોવા મળી હતી. ICICI Prudential Gold ETF 1.7 ટકા, SBI Gold ETF 1.72 તથા Nippon India ETF Gold BeES 1.6 ટકા ઘટ્યા હતા. Tata Gold ETFમાં પણ 1.54 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એ જ રીતે Silver ETFsમાં પણ ઘટાડો થયો હતો. Nippon India Silver ETF 1.56 ટકા, Tata Silver ETF 1.55 ટકા અને ICICI Prudential Silver ETFમાં 1.45 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આમ, સોના અને ચાંદી બંને ETFમાં સોમવારે નફાકારક વેચવાલી જોવા મળી હતી.


ફેડરલ રિઝર્વની બેઠક પર ટ્રેડર્સની નજર

બુલિયન સોમવારે એક ટકા ઘટીને પ્રતિ ઔંસ 4,400 ડોલર થયું હતું. ઓગસ્ટમાં અમેરિકન નોનફાર્મ પેરોલમાં તેજી અને બેરોજગારીના આંકડામાં સ્થિરતાની અસર સોના અને ચાંદીના ETF પર પડી હતી. ઓગસ્ટમાં અમેરિકાના મજબૂત આંકડાઓના પગલે ફેડરલ રિઝર્વ બેન્ક 15-16 સપ્ટેમ્બરની તેની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવના છે. ટ્રેડર્સે પણ વ્યાજદરમાં વધારા પર બેટ લગાવી છે. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવના 60 ટકા હોવાનું કહેવાય છે.


ઈરાને ઓઈલ ટેન્કરોને નિશાન બનાવ્યા

જોકે, અમેરિકામાં વધતો ફુગાવો ચિંતાજનક છે તેવા સમયે ઈરાને કહ્યું છે કે તેણે હોર્મુઝની ખાડીમાં અમેરિકા સાથે સંકળાયેલા ત્રણ ઓઈલ ટેન્કરોને નિશાન બનાવ્યા હતા. ગયા સપ્તાહના અંતમાં અમેરિકાના હુમલાઓના જવાબમાં IRGCએ આ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Gold, silver ETF : સોના-ચાંદીના ETF 2 ટકા સુધી તૂટ્યા
  2. Gold-Silver Price crash : સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો, કેટલા થયા ભાવ?
  3. ભારતીય શેરબજાર 500 પોઇન્ટ ડાઉન, 76,000ની સપાટી જાળવવા સંઘર્ષ કરતો સેન્સેક્સ
  4. Stocks In News |7 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. ભારત બન્યું દક્ષિણ કોરિયાની નિકાસ વૃદ્ધિનું મોટું બજાર, 8 મહિનામાં $16.8 અબજ પહોંચી
  2. BRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુ રોકાણકારો જોડાશે
  3. ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાં ઉત્પાદકતા બનશે મોટું બળ, 35% ભૂમિકા ભજવશે
  4. 4,000 કિલોથી માત્ર 600 કિલો: El Ninoએ નીલગિરીના ચા ઉદ્યોગને ગંભીર સંકટમાં ધકેલ્યો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. EPFO મેમ્બર્સ માટે રાહતના સમાચાર, એક જ ક્લિકથી થઇ જશે એકાઉન્ટ વેરીફાઈ
  2. ફરવાનો શોખ છે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચોક્કસ લો
  3. વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
  4. UPIમાં આવી શકે છે મોટો ફેરફાર, હવે AI Agent તમારી તરફથી પેમેન્ટ કરી શકશે

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM