KuberaNowLogo
Wednesday, 25/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Closing Bell: શેરબજારમાં સોમવારનો ઘટાડો સરભર, Sensex 84,000 તો નિફ્ટી 25819 પર બંધ

Sensex લગભગ 1,500 પોઈન્ટ ઉછળીને 83,938ના સ્તરે બંધ રહ્યો હતો. Nifty 25,819.25ના સ્તરે બંધ રહ્યો હતો,મોટી કંપનીઓના શેરોમાં વ્યાપક ખરીદીને કારણે બજારને મજબૂત ટેકો મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં જોવા મળેલી નબળાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં આવેલી આ રિકવરી ખાસ નોંધપાત્ર રહી હતી.

Kuberanow DeskPublished On : 25 Nov 2026
Stock market
ભારતીય બજારે સોમવારે આવેલા 1,484 પોઇન્ટના કડાકાને બુધવારે 1,502 પોઇન્ટના ઉછાળા સાથે સરભર કરી દીધો હતો.AI Image

સોમવારના ભારે ઘટાડા બાદ બુધવારે ભારતીય શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. મુખ્ય સૂચકાંકોમાં લગભગ 2%નો વધારો નોંધાયો હતો. બજારની શરૂઆત જ તેજી સાથે થઈ હતી અને કારોબારના પ્રથમ અર્ધભાગ દરમિયાન મુખ્ય ઇન્ડેક્સોએ પોતાની તેજી આગળ વધારી હતી. જોકે, સોમવારની ઊંચી સપાટીની નજીક રોકાણકારોએ નફારૂપી વેચવાલી કરતાં તેજીનો કેટલોક હિસ્સો ધોવાઈ ગયો હતો.

દિવસના કારોબારના અંતે Nifty 25,819.25ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે Sensex લગભગ 1,500 પોઈન્ટ ઉછળીને 83,938ના સ્તરે બંધ રહ્યો હતો. મોટી કંપનીઓના શેરોમાં વ્યાપક ખરીદીને કારણે બજારને મજબૂત ટેકો મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં જોવા મળેલી નબળાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં આવેલી આ રિકવરી ખાસ નોંધપાત્ર રહી હતી. નિફ્ટીના કુલ 3,732 શેરમાંથી 1,573 શેર વધ્યા હતા અને 2,050 શેર ઘટ્યા હતા. આમ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી. બીએસઈ ઇન્ડેક્સના 30માંથી 27 શેર વધ્યા હતા અને ત્રણ શેર ઘટ્યા હતા. નિફ્ટી50ના 50માંથી 42 શેર વધ્યા હતા અને આઠ શેર ઘટ્યા હતા.

 

FMCG, Pharma અને Banking શેરોમાં તેજી


સેક્ટોરલ ઇન્ડેક્સમાં મોટાભાગે સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. FMCG, Pharma, Financial Services અને Banking સેક્ટરના શેરો તેજીમાં મોખરે રહ્યા હતા. જોકે, Metal સેક્ટરના શેરોમાં વેચવાલીનું દબાણ યથાવત્ રહ્યું હતું. વ્યાપક બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. Midcap ઇન્ડેક્સમાં સામાન્ય વધારો નોંધાયો હતો, જ્યારે Smallcap ઇન્ડેક્સ નજીવા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આ સ્થિતિ દર્શાવે છે કે બજારમાં આવેલી રિકવરીમાં તમામ શેરોની સમાન ભાગીદારી નહોતી અને રોકાણકારો પસંદગીના શેરોમાં જ ખરીદી કરી રહ્યા હતા.

 

વિદેશી રોકાણકારોની ખરીદી અને ક્રૂડના ઘટતા ભાવથી બજારને ટેકો


ભારતીય શેરબજારમાં આવેલી જોરદાર રિકવરી પાછળ વિદેશી રોકાણકારોની સતત ખરીદી, ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ અને રૂપિયાની મજબૂતી મુખ્ય પરિબળો રહ્યા હતા. નવેમ્બર મહિનામાં અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં US$14 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. વિદેશી મૂડીપ્રવાહમાં આવેલો આ મોટો બદલાવ ભારતીય બજાર પ્રત્યે રોકાણકારોના વધતા વિશ્વાસને દર્શાવે છે. બીજી તરફ, Brent Crudeનો ભાવ ઘટીને પ્રતિ બેરલ US$90ની નજીક પહોંચ્યો હતો. જ્યારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત થઈને 68 પૈસા ઉછળતા ₹92.23 પર બંધ આવી નજીક સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ પરિબળોને કારણે ભારતીય અર્થતંત્રની સ્થિતિ અંગે સકારાત્મક સંકેતો મળ્યા છે અને રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. જોકે, વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ હજુ પણ યથાવત્ છે.

 

બજારમાં તેજી યથાવત્ રહેવાની શક્યતા, પરંતુ ઉતારચઢાવની પણ સંભાવના

સોમવારના મોટા ઘટાડા બાદ બુધવારે જોવા મળેલી જોરદાર રિકવરી દર્શાવે છે કે બજારમાં નીચા સ્તરે ખરીદીનું આકર્ષણ હજુ પણ મજબૂત છે. જોકે, આગામી દિવસોમાં બજાર અમુક મર્યાદિત સપાટીઓ વચ્ચે સ્થિર થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે. આ દરમિયાન વધઘટની શક્યતાને નકારી શકાય નહીં. બીજી તરફ, વિવિધ સેક્ટરો વચ્ચે રોકાણકારોની પસંદગીમાં થઈ રહેલા બદલાવને કારણે ચોક્કસ શેરોમાં રોકાણની તકો યથાવત્ રહી શકે છે. વ્યાજદર પ્રત્યે સંવેદનશીલ સેક્ટરોમાં Auto અને Realty સેક્ટરમાં સકારાત્મક વલણ આગળ વધવાની અપેક્ષા છે. જ્યારે તાજેતરમાં નોંધપાત્ર તેજી દર્શાવનારા Banking શેરોમાં થોડો વિરામ જોવા મળી શકે છે.

 

Pharma અને Healthcare સેક્ટરમાં સારી સંભાવના

આ પરિસ્થિતિમાં બજારના બદલાતા વલણને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ. બજારમાં વચ્ચે આવતા ઘટાડાનો ઉપયોગ ગુણવત્તાસભર કંપનીઓના શેરોમાં તબક્કાવાર ખરીદી માટે કરવાની વ્યૂહરચના અપનાવી શકાય છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn