KuberaNowLogo
Saturday, 29/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Jioના ₹37,000 કરોડના IPOને SEBIની મંજૂરી, બની શકે ભારતનો સૌથી મોટો IPO

Reliance Industriesની ડિજિટલ અને ટેલિકોમ કંપની Jio Platformsને IPO આગળ વધારવા SEBIની અંતિમ મંજૂરી મળી છે. અંદાજે ₹37,000 કરોડ ઊભા કરવાની યોજના ધરાવતો આ IPO ભારતના અત્યાર સુધીના સૌથી મોટા IPOમાં સામેલ થઈ શકે છે.

KuberaNow
desk@kuberanow29 Aug 2026
InstagramFacebookXLinkedIn
JIO IPO
Jioના ₹37,000 કરોડના IPOને SEBIની મંજૂરીAI GENERATED

મુકેશ અંબાણીની Reliance Industriesની ટેલિકોમ, ડિજિટલ અને ટેક્નોલોજી કંપની Jio Platformsના IPOને મહત્વપૂર્ણ મંજૂરી મળી છે. કંપનીએ જૂનમાં IPO માટેના પ્રારંભિક દસ્તાવેજો SEBI પાસે દાખલ કર્યા હતા. હવે 28 ઓગસ્ટે SEBI તરફથી અંતિમ મંજૂરી મળતાં કંપની IPO લાવવાની આગળની પ્રક્રિયા શરૂ કરી શકે છે.


IPOનું કદ અંદાજે ₹37,000 કરોડ

બેન્કરોના અંદાજ મુજબ Jio Platforms IPOથી આશરે $3.5થી $4 બિલિયન, એટલે કે લગભગ ₹37,000 કરોડ ઊભા કરી શકે છે. જો IPO આ કદમાં આવે છે તો તે ભારતના અત્યાર સુધીના સૌથી મોટા IPOમાં સામેલ થઈ શકે છે.


માત્ર નવા શેર જારી થશે

IPOના દસ્તાવેજો મુજબ Jio Platforms 27 કરોડ સુધી નવા શેર જારી કરવાની યોજના ધરાવે છે. IPO બાદ આ નવા શેર કંપનીની કુલ શેર મૂડીના આશરે 2.9% જેટલા રહેશે. આ IPOમાં હાલના શેરધારકો તરફથી કોઈ શેર વેચવામાં નહીં આવે. એટલે IPOમાંથી મળતી સંપૂર્ણ રકમ કંપનીને જ મળશે.


₹27,500 કરોડ સુધીનું દેવું ચૂકવવાની યોજના

IPOમાંથી મળનારી રકમનો મોટો હિસ્સો Reliance Jio Infocommનું દેવું ઘટાડવા માટે વપરાઈ શકે છે. કંપનીના દસ્તાવેજો મુજબ ₹27,500 કરોડ સુધીની લોનની અગાઉથી ચુકવણી કરવાની યોજના છે. આ પગલાથી કંપની પરનું દેવું ઘટાડી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત કરવામાં મદદ મળી શકે છે.


Reliance Groupનો લગભગ 20 વર્ષ પછી IPO

Jio Platformsનું લિસ્ટિંગ Reliance Industries Group માટે પણ મહત્વપૂર્ણ છે. Reliance Group તરફથી આ લગભગ બે દાયકામાં પહેલો IPO હશે. અગાઉ Reliance Petroleum વર્ષ 2006માં શેરબજારમાં લિસ્ટ થઈ હતી.


આ પણ વાંચો: વેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ રિઝર્વ પર ટ્રમ્પનો દાવો, USને મળી શકે 55% હિસ્સો


હવે આગળ શું થશે?

SEBIની મંજૂરી મળ્યા બાદ હવે કંપની IPOની બાકી પ્રક્રિયા પૂર્ણ કરશે. આગામી સમયમાં IPOનો પ્રાઈઝબેન્ડ, ખુલવાની અને બંધ થવાની તારીખ, લોટ સાઇઝ અને લિસ્ટિંગની તારીખ જાહેર થઈ શકે છે. હાલ આ વિગતો જાહેર કરવામાં આવી નથી.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Jioના ₹37,000 કરોડના IPOને SEBIની મંજૂરી, બની શકે ભારતનો સૌથી મોટો IPO
  2. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  3. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  4. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી

Economy

See more
  1. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા ઉદ્યોગોમાં નવા રોકાણની શક્યતા વધી: BoB રિપોર્ટ
  2. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  3. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  4. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM