KuberaNowLogo
Friday, 27/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

NSE Corporate Bonds : રોકાણકારોને મળશે નવો વિકલ્પ, NSE શરૂ કરશે કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ ફ્યુચર્સ

RBI અને SEBIની મંજૂરી બાદ રોકાણકારોને બોન્ડ બજારમાં નવો ટ્રેડિંગ વિકલ્પ મળશે, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ ફ્યુચર્સથી હેજિંગ અને જોખમ મેનેજમેન્ટ સરળ બનશે

Kuberanow DeskPublished On : 27 Nov 2026
NSEBond.png
AI Generated Image

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ ફ્યુચર્સ શરૂ કરવા માટે RBIએ મંજૂરી આપી દીધી છે. આ પહેલા SEBIએ પણ NSEને મંજૂરી આપી હતી. આ નવી પ્રોડક્ટથી માર્કેટના ભાગીદારોને બોન્ડ સાથે સંકળાયેલા જોખમને મેનેજ કરવા અને પોર્ટફોલિયોના હેજિંગનો વિકલ્પ મળશે. NSE ટૂંક સમયમાં જ ટ્રેડિંગ શરૂ કરવાની તારીખની જાહેરાત કરશે.


નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પ્લેટફોર્મ પરથી રોકાણકારોને હવે કોર્પોરેટ બોન્ડ બજારમાં રોકાણ અને જોખમથી બચાવનો એક નવો વિકલ્પ મળવાનો છે. NSEને કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ પર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ શરૂ કરવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળી ગયું છે. તેનાથી ભારતના ફિક્સ્ડ ઈન્કમ ડેરિવેટિવ્સ બજારમાં એક નવા એક્સચેન્જ ટ્રેડેડ ઈન્સ્ટ્રુમેન્ટની શરૂઆતનો માર્ગ સાફ થઈ ગયો છે. આ પહેલા NSEને આ કોન્ટ્રાક્ટ્સ શરૂ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી પણ નિશ્ચિત નિયમનકારી ફ્રેમવર્ક હેઠળ NOC મળી ગયું છે.


કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ ફ્યુચર્સથી બજારના પાર્ટિસિપેન્ટસને બોન્ડના વેલ્યુએશનમાં થનારા ઉતાર-ચઢાવ સાથે સંકળાયેલા જોખમને મેનેજર કરવાની એક રીત મળશે. વ્યાજદરો અને ક્રેડિટ સ્પ્રેડમાં ફેરફારથી થનારા જોખમને સંભાળવાની સાથે જ આ કોન્ટ્રાક્ટ્સ મારફત પોર્ટફોલિયો સ્તર પર હેજિંગ પણ કરી શકાશે. આ સિવાય, એલિજિબલ માર્કેટ પાર્ટિસિપન્ટ્સ કોર્પોરેટ બોન્ડ માર્કેટની દિશા અંગે પોતાની રોકાણ વ્યૂહરચના બનાવી શકશે.


ફિક્સ્ડ ઈન્કમ પ્રોડક્ટ્સની વધતી રેન્જમાં સામેલ થશે નવો કોન્ટ્રાક્ટ

કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ ફ્યુચર્સની શરૂઆતથી ભારતમાં ફિક્સ્ડ ઈન્કમ સાથે સંકળાયેલા એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ્સની રેન્જ વધશે. અત્યારે આ ઈકોસિસ્ટમમાં ETF અને અન્ય પેસિવ ડેટ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ સામેલ છે. હવે કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ ફ્યુચર્સ પણ તેમાં જોડાઈ જશે.


કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં વધારાથી નવી પ્રોડક્ટ્સને તક

NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે, ભારતના કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં છેલ્લા અનેક વર્ષોથી સતત સારો વધારો થયો છે. આ વિસ્તારના કારણે એવી નવી પ્રોડક્ટ્સની સંભાવના વધી છે, જે રોકાણકારોની બદલાતી જરૂરિયાત પૂરી કરી શકે. બજારના વિકાસની સાથે રોકાણકારોને આવા વિકલ્પોની જરૂર છે, જેમની મદથી તેઓ કોર્પોરેટ બોન્ડ બજારમાં રોકાણ સાથે સંકળાયેલી તકોનો લાભ ઉઠાવી શકે અને પોતાના જોખમને મેનેજર કરી શકે. શ્રીરામ કૃષ્ણને કહ્યું કે, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ ફ્યુચર્સની શરૂઆતથી તિવ્ર ગતિએ વધતા કોર્પોરેટ બોન્ડ બજાર અને એક્સચેન્જ પર ઉપલબ્ધ રોકાણ અને રિસ્ક મેનેજમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ વચ્ચે અછતને દૂર કરવામાં મદદ મળશે.


બજારમાં પારદર્શીતા અને ભાગીદારી વધવાની આશા

NSE મુજબ કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ ફ્યુચર્સથી ભારતના કોર્પોરેટ બોન્ડ બજારમાં અનેક પ્રકારના સુધારાની આશા છે. તેનાથી બજારમાં પારદર્શીતા વધી શકે છે અને વધુમાં વધુ માર્કેટ પાર્ટિસિપન્ટ્સને તેમાં ભાગ લેવાની તક મળી શકે છે. RBI અને SEBI પાસેથી જરૂરી NOC મળ્યા પછી હવે NSE આ કોન્ટ્રાક્ટ્સને શરૂ કરવા માટે ઓપરેશનલ તૈયારી હાથ ધરી છે. આ સમગ્ર પ્રક્રિયા લાગુ નિયમનકારી માળખા હેઠળ થશે. જોકે, NSEએ હજુ સુધી કોન્ટ્રાક્ટની શરતો અને ટ્રેડિંગ શરૂ થવાની તારીખની જાહેરાત નથી કરી. એક્સચેન્જ મુજબ કોન્ટ્રાક્ટ સ્પેસિફિકેશન્સ અને ટ્રેડિંગ શરૂ થવા સાથે સંકળાયેલી માહિતી અલગથી જાહેર કરાશે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

5 Stocks Rally Up to 3,677% From 52-Week Low Levels

Multibagger Stocks: 52-વીક લો થી 3,677% ઉછળ્યા આ 5 શેરો, આ અઠવાડિયે પણ 41% સુધીની તેજી

JPMorgan Sees Nifty Reaching 29,000 by December 2027

શેરબજારમાં આવશે તેજીનું તોફાન! ડિસેમ્બર 2027 સુધીમાં Nifty 29,000 પાર પહોંચવાનો JPMorgan નો અંદાજ

BSE Share Price

એક વર્ષમાં 50%થી વધુ વળતર આપનાર શેર ફરી ચર્ચામાં, HDFC Securitiesએ વધાર્યો ટાર્ગેટ

BSE Sensex

Closing Bell: બજારને લાગ્યો ક્રૂડ શોક, Sensex 989 પોઇન્ટ તૂટ્યો

Stock Market

Stock Market updates | 27 November: બજારમાં મંદીવાળા ત્રાટક્યા, BSE Sensex 989 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 277 પોઇન્ટનો કડાકો

Mutual Fund Redemption November 2026

શેરબજારમાં 12%થી વધુની તેજી છતાં મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા કાઢવાની હોડ, નવેમ્બરમાં રોકાણ 70 ટકા સુધી ઘટવાની શક્યતા

India Defence

ડિફેન્સ શેરોમાં 17% સુધીની તેજી, Nifty India Defence ઇન્ડેક્સમાં લગભગ 4%નો ઉછાળો

Shipping Stock

Shipping Stocks: શિપિંગ કંપનીઓની બલ્લે-બલ્લે, નફામાં 100%થી વધુનો ઉછાળો