Appleના નવા લોન્ચિંગ અને ભાવ વધારાથી Redingtonનો શેર પાંચ ટકાથી વધુ ઊચકાયો
રેડિંગ્ટન એપલની ભારત, મધ્યપૂર્વ અને આફ્રિકામાં સત્તાવાર નેશનલ સપ્લાય ચેઇન છે અને વિતરણ કરતી ભાગીદાર છે.

અમદાવાદઃ Appleએ ભારતમાં તેના કેટલાક iphone મોડેલ્સના ભાવમાં વધારો કરતાં રેડિંગ્ટનના શેરનો ભાવ ગુરુવારે સવારે 5.5 ટકા વધ્યો હતો. બીએસઇ પર તેનો ભાવ દિવસની નીચી સપાટી 380.30ના નીચલા સ્તર સામે 403.25ની હાઈ બનાવી હતી. હાલમાં તે 400 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.
રેડિંગ્ટન એપલની ભારત, મધ્યપૂર્વ અને આફ્રિકામાં સત્તાવાર નેશનલ સપ્લાય ચેઇન છે અને વિતરણ કરતી ભાગીદાર છે. તેમા મોબિલિટી સેગમેન્ટમાં એપલની પ્રોડક્ટ્સ નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. હવે iphone 17 મોડેલનો પ્રારંભિક ભાવ રૂ. 99,900 અને રૂ. 82,900 હશે. જ્યારે નવા લોન્ચ થયેલા iphone-18નો પ્રો-મેક્સનો ભાવ iphone-17 કરતાં વધારે છે. કંપની iphone ડ્યુઓ સાથે ફોલ્ડેબલ સ્માર્ટફોનના બજારમાં પ્રવેશી છે. આ ફોલ્ડેબલ iphoneનો ભાવ રૂ. 2,99,900 છે.
ફોલ્ડેબલ ફોનના બજારમાં એપલે સેમસંગ અને ચાઇનીઝ કંપનીઓ જેવી કે હુઆવીનું પ્રભુત્વ છે. આ ડિવાઇસીસ ખાસ કે સ્પેશ્યલ કેટેગરીથી આગળ વધી શકી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે એપલની એન્ટ્રીના કારણે હવે ફોલ્ડેબલ ફોનમાં વૃદ્ધિ માટે જે મહત્વના ટ્રિગરની જરૂર હતી તે મળી શકે છે. તેના લીધે એક સમયે સ્પેશ્યલ મનાતું સેગમેન્ટ હવે માસ માર્કેટ માટે ખૂલી શકે છે. એપલે સ્માર્ટ વોચીસ અને વાયરલેસ ઇયરબડ્સમાં જે ક્રાંતિ કરી હતી તેનું પુનરાવર્તન ફોલ્ટેબલ ફોનના માર્કેટમાં થવાની પણ આશા રાખવામાં આવી રહી છે.
એપલે આઇફોન ડ્યુઓને બિઝનેસ પ્રોડક્ટિવિટી ડિવાઇસ તરીકે પોઝિશન કર્યો છે. તેના પર અનેકવિધ બજાર ભાગીદારો સાથે ઝૂમ કોલ્સ પર કામ કરી શકાય છે. ડ્યુઓની મોટી સ્ક્રીન એકસાથે અનેક વિન્ડો એપને સપોર્ટ પૂરો પાડશે. આ પગલાનું ધ્યેય એપલે આઇપેડમાં જે ઉત્પાદકતા બતાવી હતી તે અહીં બતાવવાનું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- ભારતીય બજારમાં Blockchainની એન્ટ્રી! SEBIએ ખોલ્યો Tokenised Securitiesનો દરવાજો
- MARKET CLOSING: ઘટાડો અટક્યો, ત્રણ દિવસના ઘટાડા પછી બજાર દિવસના તળિયેથી 300 પોઇન્ટ વધી બંધ આવ્યું
- UK-MHRAની ચકાસણીમાં કોઈ રેમેડીઝ ન આવતા Indoco Remediesનો શેર 18 ટકા જેટલો વધ્યો
- Mutual fund SIP inflows: SIPમાં રોકાણનો નવો રેકોર્ડ, ઓગસ્ટમાં ₹32,297 કરોડનું રોકાણ
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
