KuberaNowLogo
Wednesday, 30/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

BSE Sensex દિવસની ટોચથી 600 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો

ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ રોલર-કોસ્ટર રાઇડ જેવો રહ્યો હતો. બજાર નીચામાં ખૂલ્યા પછી 600 પોઇન્ટ કરતાં પણ વધુ ઉચકાયુ હતુ

desk@kuberanowPublished On : 30 Sept 2026
BSE Down
AI GENERATED

BSE Sensex Down: ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ રોલર-કોસ્ટર રાઇડ જેવો રહ્યો હતો. બજાર નીચામાં ખૂલ્યા પછી 600 પોઇન્ટ કરતાં પણ વધુ ઉચકાયો હતો તેના પછી તે રીતસરનું તૂટીને માઇનસમાં બંધ થઈ ગયુ હતુ. તેના પછી બજાર પાછુ ઉચકાઈને 500 પોઇન્ટથી પણ વધુ થઈ ગયુ હતુ. દિવસના અંત સુધીમાં ઘટીને માઇનસમાં બંધ આવ્યું હતું. આમ બજારે તેના ડે હાઈથી 600 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો.


સેન્સેક્સ કરતાં નિફ્ટીમાં વધુ ઘટાડો

BSE Sensex સેન્સેક્સ 48.79 પોઇન્ટ કે 0.07 ટકા ઘટીને 72,480.29 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી50 95.75 પોઇન્ટ કે 0.42 ટકા ઘટીને 22,620.45 પર બંધ આવ્યો હતો. નિફ્ટીના કુલ 20 શેર વધ્યા છે અને 29 શેર ઘટ્યા છે. આમ કુલ 1,740 શેર વધ્યા છે અને 1,181 શેર ઘટ્યા છે.


બજાર નીચામાં ખૂલ્યું

બીએસઈ સેન્સેક્સ ગઇકાલના બંધ 72,529.07 સામે નીચામાં 72,441.15 પોઇન્ટ પર ખૂલ્યો હતો. તે ઉપરમાં તે 73,062 ગયો હતો અને 72,366.44નું તળિયું બનાવ્યું હતું. બીએસઇના 30માંથી 13 શેર વધેલા અને 17 ઘટેલા છે.

બીએસઈ ફાર્મા અને હેલ્થકેર સ્ટોક્સ આજે દબાણ હેઠળ હતા. તેના પગલે નિફ્ટી હેલ્થકેર અને નિફ્ટી ફાર્મા 1.7 અને 0.9 ટકા ડાઉન હતા. આમ સૌથી વધુ ઘટાડો દર્શાવનારા ઇન્ડાઇસીસમાં તેનો સમાવેશ થાય છે.


ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના પ્રતિબંધો હળવા કરવાની અને તેના પરમાણુ કાર્યક્રમ પર ઈરાની છૂટના બદલામાં સ્થિર ભંડોળ મુક્ત કરવાની યોજનાનો ઇનકાર કર્યા પછી ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો વધારો થયો હતો.  મંગળવારે જણાવ્યું હતું કે તેને આશા છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે શટલ ડિપ્લોમસી સફળતા તરફ દોરી શકે છે. બ્રેન્ટ ક્રૂડનો નવેમ્બર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ પ્રતિ બેરલ $103.17 હતો, જે મંગળવારથી 0.6% વધુ હતો.


FII વેચાણ

વિદેશી રોકાણકારોએ મંગળવારે ચોખ્ખા ધોરણે રૂ. 9,980 કરોડના શેર વેચ્યા હતા, જે લગભગ ચાર મહિનામાં તેમનો સૌથી મોટો આઉટફ્લો છે. તેમણે સપ્ટેમ્બરમાં 2.7 અબજ ડોલરના શેર વેચ્યા છે, જેનાથી વર્ષ-અંત સુધીનું વેચાણ 26.75 અબજ ડોલર છે.


ટેકનિકલ કારણ

બજારમાં કોઈપણ તેજી જોવા મળે તે માટે નિફ્ટીએ નિર્ણાયક રીતે 22,750 થી ઉપર ટ્રેડ થવું જરૂરી છે, એમ વિશ્લેષકોએ જણાવ્યું હતું.

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. BSE Sensex દિવસની ટોચથી 600 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  2. હોસ્પિટલ સેક્ટર જ ‘હોસ્પિટલાઇઝ’: સાત ટકા સુધીનો કડાકો કેમ?
  3. વ્યાજદરમાં વધારો થવાની ચિંતા હળવી થવાના પગલે આઇટી શેરોમાં ઉછાળો
  4. BSE Sensex દિવસના તળિયેથી 450 પોઇન્ટ ઉચકાયો

Economy

See more
  1. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
  2. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  3. ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
  4. તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM