ટાટા ગ્રુપના શેરો ગુરુવારે ઉછળ્યા પછી શુક્રવારે ઊંધા માથે પટકાયા
ટાટા ગ્રુપના સ્ટોક્સ બાસ્કેટમાં જોઈએ તો ટાટા કેમિકલ્સ 8.08 ટકા ઘટ્યો હતો

અમદાવાદઃ ટાટા ગ્રુપના શેરો ગુરુવારે ઉછળ્યા બાદ શુક્રવારે ઊંધા માથે પટકાયા હતા. ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ વચ્ચેના મેનેજમેન્ટ સંઘર્ષના કારણે ટાટા જૂથના શેરોમાં લગભગ આઠ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા સન્સે બોર્ડના ચેરમેન તરીકે ચંદ્રશેખરનની પાંચ વર્ષ માટે નિમણૂક કરી છે અને રિઝર્વ બેન્કે લિસ્ટિંગ પર ભાર મૂક્યો તેના માટે ટાટા સન્સનું બોર્ડ સંમત થઈ ગયું છે.
ટાટા ગ્રુપના સ્ટોક્સ બાસ્કેટમાં જોઈએ તો ટાટા કેમિકલ્સ 8.08 ટકા ઘટ્યો હતો. તેના પછી ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન 3.17 ટકા ઘટ્યું હતું. ટાટા મોટર્સ અને ટીસીએસ 3.05 ટકા અને 2.75 ટકા ઘટ્યા હતા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં ટીસીએસ વધુ ઘટનારો શેર હતો.
જો કે ટાટા ગ્રુપના કેટલાક શેરે વિપરીત વલણ નોંધાવતા વૃદ્ધિ નોંધાવી હતી. ટાટા કેપિટલ 1.54 ટકા વધ્યો હતો. નેલ્કો અને વોલ્ટાસ 0.88 ટકા અને 0.56 ટકા વધ્યા હતા. ટાટા ગ્રુપના શેરોમાં ટાટા સન્સના અનેકવિધ ટ્રિગરને લઈને ઘટ્યા હતા. 2024માં રતન ટાટાના વારસદાર બનનારા ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ એન ચંદ્રશેખરનની પાંચ વર્ષ માટે થયેલી નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી. આ જાહેરાત પછી ટાટા સન્સના બોર્ડનો ચેરમેને સંપર્ક સાધીને પોતે પુનઃ નિમણૂક માટે તૈયાર ન હોવાનું જણાવ્યું હતું.
ટાટા ટ્રસ્ટે જણાવ્યું હતું કે તેઓ ટાટા સન્સના લિસ્ટિંગ માટે સંમત નથી. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ જણાવ્યું હતું કે ટાટા જૂથની માલિકીનું માળખું એ પ્રકારનું છે કે ટાટા સન્સ સંપૂર્ણપણે વ્યાપારિક ધોરણે કામ કરે તેવું તેમા શક્ય નથી. ટાટા સન્સના બહુમતી હિસ્સેદાર ચેરિટેબલ ટ્રસ્ટ્સ છે. તે તેમાથી મળતા ડિવિડન્ડનો ઉપયોગ હોસ્પિટલ, યુનિવર્સિટીઓ, રિસર્ચ અને જાહેર હિતની અન્ય પહેલને ટેકો આપવા માટે કરે છે. તેનું અસ્તિત્વ જાહેર હેતુ અને રાષ્ટ્ર નિર્માણ માટેનું છે.
નોએલ ટાટાએ ઉમેર્યુ હતું કે આ કંઈ ફક્ત લાગણી નથી. પણ ટાટા હાઉસનું ઓપરેટિંગ મોડેલ છે. તેના પર તે સદી કરતાં વધારે સમયથી ઊભું છે. હવે જો ટાટા સન્સનું લિસ્ટિંગ થશે તો તેની આ લાક્ષણિકતા નાશ પામશે અને તેનો આ મૂળભૂત સિદ્ધાંત ભયમાં મૂકાશે. નોએલ ટાટાએ આ ઉપરાંત શાપૂરજી પલોનજી ગ્રુપ (એસપી ગ્રુપ)ની ટાટા સન્સના અમુક હિસ્સાના મોનેટાઇઝેશનની દરખાસ્ત મૂકી હતી, જેથી રૂ. 25,000 કરોડની તરલતા મેળવી શકાય. એસપી ગ્રુપ ટાટા સન્સમાં બીજા નંબરનું સૌથી મોટું શેરધારક છે અને તેનો 18.4 ટકા હિસ્સો છે. ટાટા સન્સનું સૌથી મોટું શેરધારક ટાટા ટ્રસ્ટ્સ છે અને તેનો હિસ્સો 66 ટકા છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- HDFC Bank 2.5 ટકા વધતાં બેન્ક નિફટી ઊચકાયો
- BSE સેન્સેક્સ CASના લીધે આંચકાજનક રીતે ફ્લેટ બંધ, નિફ્ટી વધીને બંધ આવ્યો
- Jefferies Buy Rating: Adani ગ્રુપની 4 કંપનીઓ પર Jefferiesનો બુલિશ વ્યૂ, 49% સુધીના ઉછાળાની શક્યતા
- શાપૂરજી પલોનજી ગ્રુપના વડાએ ટાટા સન્સનું લિસ્ટિંગ કરાવવાના રિઝર્વ બેન્કના નિર્ણયને આવકાર્યો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
