KuberaNowLogo
Friday, 28/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

REIT: રિયલ એસ્ટેટમાં ઓછી મૂડીથી રોકાણ કરો અને કમાવો નિયમિત ડિવિડન્ડ

મોંઘવારીમાં ઓછી આવક હોય અને મિલકતમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો REITમાં રોકાણ કરી નિયમિત આવક ઊભી કરી શકો છો.

KuberaNow
desk@kuberanow14 Aug 2026
InstagramFacebookXLinkedIn
REIT
REIT મારફતે ઓછી મૂડીમાં રિયલ એસ્ટેટમાં રોકાણની તક

REIT એટલે શું?

REIT એટલે એવી સંસ્થા કે ટ્રસ્ટ જે આવક આપતી રિયલ એસ્ટેટ મિલકતોમાં રોકાણ કરે છે. ટૂંકમાં, રોકાણકારોને મોટી કોમર્શિયલ મિલકતોમાં ઓછી મૂડીમાં રોકાણ કરવાની તક મળે છે. REIT મ્યુચ્યુઅલ ફંડની જેમ ઘણા રોકાણકારોના પૈસા ઓફિસ, કોમ્પ્લેક્સ, જેવી આવક આપતી મિલકતોમાં રોકાણ કરે છે. રોકાણકારોને તેના બદલામાં ડિવિડન્ડરૂપે નિયમિત આવક મળે છે. નાના ટુકડામાં રોકાણ કરવાથી રોકાણકારને આખી પ્રોપર્ટી ખરીદવાની જરૂર પડતી નથી. તમે આ રીતે વળતર તરીકે પરોક્ષ આવક ઊભી કરી શકો છો.


REIT કેવી રીતે કામ કરે છે?

ઈન્વેસ્ટર REITમાં પૈસાનું રોકાણ કરે છે. REIT રોકાણકારોના પૈસા ભેગા કરીને પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. પ્રોપર્ટીમાંથી ઊભી થતી ભાડાની આવકને રોકાણકારોમાં યુનિટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવે છે.


REITમાં રોકાણથી શું ફાયદો?

આમ તો, રોકાણ માટે કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી, પરંતુ પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો ઓછા ભંડોળથી આ રીતે રોકાણ કરી શકો છો.


રોકાણકારોને મુખ્યત્વે બે રીતે લાભ થાય છે: નિયમિત આવક અને મૂડીમાં વધારો

પ્રોપર્ટીમાંથી મળતી ભાડાની નિયમિત આવક રોકાણકારોને ડિવિડન્ડ સ્વરૂપે મળે છે.

REITના યુનિટની કિંમત વધે તો રોકાણકારને મૂડી વધારાનો લાભ મળી શકે છે એટલે ઓછા ખર્ચે વધુ વળતર મળે.

મોટાભાગના REIT સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થાય છે. તેથી રોકાણકારોને જુદી જુદી કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની તક મળે છે.

REITને SEBI દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે અને તેમણે પ્રોફેશનલ્સ દ્વારા ઓડિટ કરાયેલા નાણાકીય અહેવાલો રજૂ કરવા પડે છે. ટેક્સેશન, માલિકી સહિતની માહિતી ઉપલબ્ધ હોવાથી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા રહે છે.

મોટાભાગના REIT જાહેર સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થાય છે. તેથી તેને સરળતાથી ખરીદી અને વેચી શકાય છે.

REITમાં રોકાણથી જોખમની સરખામણીએ વળતર મેળવવાની તક રહે છે અને નિયમિત કેશ ફ્લો ઊભો થઈ શકે છે. મોંઘવારી વધુ હોય ત્યારે પણ તે આવકનો એક સ્થિર સ્ત્રોત બની શકે છે.


REITમાં કેટલી કંપની લિસ્ટેડ છે?

Knowledge Realty

Embassy Off.REIT

Bagmane Prime REIT

Mindspace Busine

Brookfield India

Nexus Select


REIT અને રિયલ એસ્ટેટમાં રોકાણ વચ્ચેનો તફાવત

REITs Real Estate

ઓછી મૂડીની જરૂરિયાત ₹300-₹400ની રકમથી રોકાણ કરી શકાય સામાન્યપણે મોટી મૂડીની જરૂર પડે

તરલતા (લિક્વિડિટી) સ્ટોક એક્સચેન્જ પર ખરીદ-વેચાણ કરી શકો લિક્વિડિટીમાં વધુ સમય થાય


ઓછો ટ્રાન્ઝેક્શન ખર્ચ ખૂબ જ ઓછો ખર્ચ ટ્રાન્ઝેક્શનનો ખર્ચ વધુ હોય

વૈવિધ્યતા (ડાયવર્સિફિકેશન) વિવિધ મિલકતમાં રોકાણ એક જ પ્રોપર્ટીમાં રોકાણ હોવાથી જોખમનું પ્રમાણ રહેલું હોય

કંટ્રોલ સુવ્યવસ્થિત સંચાલન મિલકત પર સીધું નિયંત્રણ


REITમાં રોકાણ કેવી રીતે કરશો?

REITs દ્વારા રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની 2 રીતો છે:

Stock Exchange
ભારતમાં મુખ્યત્વે 6 REITs લિસ્ટેડ છે, Knowledge Realty, Embassy Off.REIT, Bagmane Prime REIT, Mindspace Busine, Brookfield India, Nexus Select. જેમાં તમે સીધા સ્ટોક માર્કેટ એક્સચેન્જ દ્વારા ખરીદી શકો છો.


IPO
ભારતમાં હાલમાં 6 REITs SEBIમાં લિસ્ટેડ છે. જેના દ્વારા તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો. REITs સામાન્ય રીતે નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે IPO પણ લાવતી હોય છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM