KuberaNowLogo
Wednesday, 07/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

જિયોબ્લોકમાં નવું ગોલ્ડ ઈટીએફ લાવવાની તૈયારી, રૂ. 500થી કરી શકાશે રોકાણ

સેબી પાસે ડ્રાફ્ટ જમા, જિયોબ્લેકરોક ગોલ્ડ ઈટીએફ ઓપન એન્ડેડ સ્કીમ હશે

desk@kuberanowPublished On : 7 Oct 2026
Gold ETF 7
AI Generated Image

જિયોબ્લેકરોક મ્યુચ્યુઅલ ફંડ ટૂંક સમયમાં જ બજારમાં એક નવો ગોલ્ડ ઈટીએફ (Gold ETF) લોન્ચ કરવાની છે. ફંડ હાઉસે જિયોબ્લેકરોક ગોલ્ડ ઈટીએફ માટે બજાર નિયામક સેબી પાસે ડ્રાફ્ટ દસ્તાવેજ જમા કર્યું છે. સેબીની વેબસાઈટ પર 5 ઓક્ટોબરે આ ડ્રાફ્ટ જમા કરાવાયા છે. જિયોબ્લેકરોક ગોલ્ડ ઈટીએફ એક ઓપન એન્ડડ સ્કીમ હશે, જે ઘરેલુ બજારમાં સોનાની કિંમત ટ્રેક કરશે. આ ફંડનો આશય ઘરેલુ કિંમતો પર ફિઝિકલ ગોલ્ડના પ્રદર્શન અનુરૂપ રિટર્ન હાસલ કરવું પડશે. જોકે, રિટર્નમાં ટ્રેકિંગ એરર (Tracking Error) હોઈ શકે છે.


રૂ. 500થી કરી શકાશે રોકાણ

જિયોબ્લેકરોક ગોલ્ડ ઈટીએફમાં લમ્પસમ રોકાણ માટે લઘુત્તમ અરજીની રકમ રૂ. 500 હશે અને ત્યાર બાદ રૂ. 1ના મલ્ટીપલમાં રોકાણ કરી શકાશે. ફંડ હાઉસ મુજબ યુનિટ્સ પૂરી સંખ્યામાં ફાળવવામાં આવશે અને ફ્રેક્શનલ યુનિટ્સની રકમ રોકાણકારોને પાછી આપી દેવાશે. આ ગોલ્ડ ઈટીએફના પ્રદર્શનની સરખામણી સોનાની ઘરેલુ કિંમત સાથે કરાશે. રેગ્યુલેશન 66 હેઠળ મહત્તમ બેઝ એક્સપેન્સ રેશિયો (BRE) 0.90 ટકા સુધી હોઈ શકે છે.


Gold ETF ક્યાં રોકાણ કરશે?

આ ફંડ તેની 95થી 100 ટકા રકમ સેબી તરફથી નિશ્ચિત કરાયેલા ગોલ્ડ અને ગોલ્ડ સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરશે. બીજીબાજુ 0થી 5 ટકા રકમ ડેટ અને મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં લગાવાશે. તેમાં મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ પણ સામેલ હશે. તન્વી કચરિયા અને હરેશ મહેતા આ ફંડને મેનેજ કરશે. આ ગોલ્ડ ઈટીએફમાં એક્ઝિટ લોડ નહીં લાગે.


ફંડની ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી

ડ્રાફ્ટ દસ્તાવેજ મુજબ આ સ્કીમ એક પેસિવ રીતે મેનેજ કરાનાર ઈટીએફ છે. તેનો રોકાણ ઉદ્દેશ્ય ઘરેલુ કિંમતો પર ફિઝિકલ ગોલ્ડના પ્રદર્શનને અનુરૂપ રિટર્ન મેળવવાનો છે. જોકે, રિટર્નમાં ટ્રેકિંગ એરર હોઈ શકે છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે સ્કીમ ગોલ્ડ અને ગોલ્ડ સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરશે.


ફંડનો કેટલોક ભાગ ડેટ અને મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ અને કેશ તથા કેશ ઈક્વિવેલેન્ટ્સમાં રોકાણ કરી શકાય છે. આવા ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ સ્કીમની એસેટ અલોકેશન ટેબલમાં નિશ્ચિત મર્યાદાઓ અને સેબીના મ્યુચ્યુઅલ ફંડ નિયમો હેઠળ નિર્ધારિત અનુમત મર્યાદો મુજબ કરી શકાશે. મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરતી વખતે ક્રેડિટ ક્વોલિટી, લિક્વિડિટી અને વ્યાજ દરોના આઉટલૂકને ધ્યાનમાં રાખવામાં આવશે. હાલ યોજનાના ડ્રાફ્ટ સેબી પાસે દાખલ કરાયા છે. હવે નિયામક તેની સમીક્ષા કરશે અને જરૂર પડતા ફેરફાર અથવા વધુ માહિતી માગી શકે છે. આ પ્રક્રિયા પૂરી થાય પછી અંતિમ દસ્તાવેજ અને એનએફઓની તારીખોની જાહેરાત કરાશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Kubera Commodity

Market

See more
  1. Asian Markets: મોંઘા ક્રૂડે બગાડી બાજી! $101 ક્રૂડ અને બોન્ડ યીલ્ડથી રોકાઈ તેજી
  2. Opening Bell: માર્કેટ ખુલતાં જ સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો
  3. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
  4. Vans Electroengineerings Listing: 90% પ્રીમિયમ બાદ શેરમાં 5%ની અપર સર્કિટ
crypto GDB India

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના