India
Mitesh Chaudhari : રાજકોટમાં મશીન ટૂલ્સ શોઃ સ્થાનિક ઉદ્યોગો અને વૈશ્વિક ટેકનોલોજીનો મેળો
રાજકોટમાં K and D Communication અને Machine Tools Manufacturers Association – Rajkot દ્વારા સંયુક્ત રીતે 10મા રાજકોટ મશીન ટૂલ્સ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 25થી 28 નવેમ્બર દરમિયાન, NSIC Ground, AJI GIDC ખાતે ચાલનારા આ શોમાં ભારતની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ તેમજ વિશ્વની અત્યાધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય થયો છે. 50,000 જેટલા મુલાકાતીઓ આ શોની મુલાકાત લે તેવી અપેક્ષા છે.
























