વૈભવી લગ્નમાં રોનાલ્ડોની પત્ની જ્યોર્જિનાએ પહેર્યો હતો ગુજરાતી મૂળના માલિકની બ્રિટિશ બ્રાન્ડનો નેકલેસ
નિલેશ રખોલિયા ગુજરાતી મૂળ ધરાવે છે અને 15 વર્ષની અથાગ મહેનત દ્વારા એબિલેની બ્રાન્ડ વિકસાવી

તાજેતરમાં જ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં જ્યોર્જિનાએ 5.6 કરોડ પાઉન્ડના ઝવેરાત પહેર્યા હતા, તેને ભારતીય રૂપિયા મુજબ જોઈએ તો તેણે લગભગ 625 કરોડ રૂપિયાની જ્વેલરી પહેરી હતી. જ્યોર્જિનાએ જે જ્વેલરી પહેરી હતી તે એબિલેની બ્રાન્ડની હતી. આ બ્રાન્ડ્સની અત્યારે બ્રિટનમાં જબરદસ્ત બોલબાલા છે અને હવે તે યુરોપની પણ લોક્પ્રિય બ્રાન્ડ બની રહી છે.
એક ભારતીય અને ગુજરાતી તરીકે ગૌરવ લેવા જેવી વાત એ છે કે આ બ્રાન્ડને ભારતીય અને તેમા પણ ખાસ કરીને ગુજરાતી મૂળના નિલેશ રખોલિયાએ વિકસાવી છે. આમ કાઠિયાવાડી ખમીરે ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ કાઠું કાઢ્યું છે. નિલેશ રખોલિયાએ વિકસાવેલી એલિબેની બ્રાન્ડની આ જ્વેલરીની બોલબાલા હવે આખા યુરોપમાં થઈ ગઈ છે.
કિમ કાદર્શિયન જેવી સેલિબ્રિટી, બ્રિટિશ રાજવી દંપતી, બ્રિટનના ધનવાન લોકો આ ઝવેરાતના ચાહક છે. આજે બ્રિટનના કોઈ મોટા લગ્ન એબિલેની બ્રાન્ડ વગર અધૂરા છે. ફક્ત ધનવાનો જ આ ઝવેરાત ખરીદે છે તેવું નથી. નિલેશ રખોલિયાએ બ્રિટિશ મધ્યમ વર્ગને લઈને પણ અનોખી વ્યૂહરચના અપનાવી છે. તેણે ગુજરાતના સ્થાનિક લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ કરીને બ્રિટનના મધ્યમ વર્ગ માટે એન્ગેજમેન્ટ રિંગ પોસાય તેવી બનાવી દીધી છે. આના લીધે બ્રિટિશ મધ્યમ વર્ગ આ બ્રાન્ડ પર આફ્રિન પોકારી ગયો છે.
આ બ્રિટિશ બ્રાન્ડ હેન્ડક્રાફ્ટ ડાયમંડ અને જેમસ્ટોન પીસમાં મોટી બોલબાલા ધરાવે છે. તે ઓનલાઇન અને વાયા ફિઝિકલ રિટેલ રુટે વિતરણ કરે છે. આ બ્રાન્ડ્સમાં એન્ગેજમેન્ટ રિંગ્સ, વેડિંગ બેન્ડસ, કપલ સેટ્સ અને ફેશન રિંગ્સની બોલબાલા છે. આ ઉપરાંત ટેનિસ અને ફ્રેન્ડશિપ બ્રેસલેટ્સ, નેકલેસીસ, લોકેટ્સ, અર્નિંગ્સ અને પેન્ડન્ટ્સમાં પણ વૈવિધ્યતા આ બ્રાન્ડ્સ પૂરી પાડે છે. ફક્ત આટલું જ નહીં નેચરલ ડાયમંડ્સ, લેબગ્રોન ડાયમંડ્સ, મોઇસેન્ટાઇલ અને કલર્ડ જેમસ્ટોન તેનો સારો વિકલ્પ છે. આ ઉપરાંત તેના કલાત્મક નમૂના પ્લેટિનમ, વ્હાઇટ, યલો કે રોઝ ગોલ્ડમાં ઉપલબ્ધ હોય છે.
નિલેશ રખોલિયાને આ સિદ્ધિ કંઈ રાતોરાત મળી નથી. તેઓ પોતે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને રિટેલિંગમાં લગભગ બે દાયકાનો અનુભવ ધરાવે છે. તેમા પણ છેલ્લા 15 વર્ષથી તો તે એબિલેની બ્રાન્ડના વિકાસમાં પ્રયત્નરત રહ્યા છે. તેના કારણે આજે આ બ્રાન્ડ આ મુકામે પહોંચી છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
- ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
