KuberaNowLogo
Friday, 28/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતીયો માટે 15 દેશોના Golden Visa પ્રોગ્રામ, જાણો ક્યાં કેટલું રોકાણ જરૂરી

થાઈલેન્ડમાં ₹20 લાખથી ઓછા રોકાણમાં કેટલાક રેસિડેન્સી વિકલ્પો ઉપલબ્ધ છે, જ્યારે સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાં રોકાણ માટેનો આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચી શકે છે.

KuberaNow
desk@kuberanow24 Aug 2026
InstagramFacebookXLinkedIn
Golden Visa
Golden VisaAI Generated Image

ભારતમાં ઉદ્યોગપતિઓ, વિવિધ ઈન્ડસ્ટ્રીનાં સેલિબ્રિટીઓ સહિતનાં જંગી કમાણી કરનારા લોકો વિદેશમાં બીજું ઘર ખરીદવા પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. પરંતુ હવે આ રોકાણ માત્ર વેકેશન હોમ પૂરતું સીમિત રહ્યું નથી. દુનિયાના અનેક દેશો એવા રેસિડેન્સી અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ ઓફર કરે છે, જેમાં યોગ્ય રોકાણના બદલામાં ભારતીયો અને તેમના પરિવારને વિદેશમાં રહેવા, કામ કરવા અથવા અભ્યાસ કરવાની તક મળી શકે છે. કેટલાક કાર્યક્રમો ભવિષ્યમાં Permanent Residency અથવા Citizenship મેળવવાનો માર્ગ પણ ખૂલે છે.  મહત્વનું એ છે કે આ કાર્યક્રમો માટે જરૂરી રોકાણની રકમમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે. કેટલાક દેશોમાં આશરે ₹20 લાખથી શરૂઆત થાય છે, જ્યારે સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાં આ રકમ સેંકડો કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.


પરંપરાગત રીતે Golden Visaને પ્રોપર્ટી રોકાણ સાથે જોડવામાં આવતો હતો, પરંતુ હવે તેનો વ્યાપ ઘણો વિસ્તર્યો છે. દેશ પ્રમાણે બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ, સરકારી બોન્ડ, ફંડ, સ્ટાર્ટઅપ, પ્રોફેશનલ એક્ટિવિટી અને અન્ય કેટેગરી દ્વારા પણ રેસિડેન્સી મેળવવાના વિકલ્પો ઉપલબ્ધ છે. જોકે, ખર્ચમાં પણ મોટો તફાવત છે. થાઈલેન્ડમાં ₹20 લાખથી ઓછા રોકાણમાં કેટલાક રેસિડેન્સી વિકલ્પો ઉપલબ્ધ છે, જ્યારે સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાં રોકાણ માટેનો આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચી શકે છે.

 

Golden Visa



ઓછી કિંમતના વિદેશી રેસિડેન્સી વિકલ્પો

થાઈલેન્ડમાં Long-Term Resident Visa પાંચ વર્ષ માટે આપવામાં આવી શકે છે અને ત્યારબાદ વધુ પાંચ વર્ષ માટે રિન્યૂ થઈ શકે છે. કેટલાક પ્રોગ્રામમાં 5થી 20 વર્ષ સુધીની મેમ્બરશિપ પણ ઉપલબ્ધ છે. તેમાં ઓછું રોકાણ કે દેશમાં રહેવાની ફરજિયાત શરત નથી. શરૂઆતની પાંચ વર્ષની કેટેગરીની કિંમત THB 650,000, એટલે કે આશરે ₹18.91 લાખ છે. યુનાઈટેડ કિંગડમમાં ઈનોવેટર ફાઉન્ડર વિઝા એવી વ્યક્તિઓને મળે છે, જેમની પાસે નવો, પ્રેક્ટિકલ અને ઝડપથી વિકસે તેવા બિઝનેસ આઈડિયા હોય. સફળ અરજદારો ત્રણ વર્ષ બાદ કાયમી વસવાટ કરવાને માટે પાત્ર બની શકે છે. મોરિશિયસમાં રોકાણકારો સ્થાનિક કંપનીમાં ઓછામાં ઓછા USD 50,000નું રોકાણ કરીને પાત્ર બની શકે છે. પ્રોપર્ટી ખરીદનારાઓ ઓછામાં ઓછા USD 375,000ની મંજૂર રહેણાંક પ્રોપર્ટી ખરીદીને રેસિડેન્સી મેળવી શકે છે. યોગ્ય રોજગાર કરાર ધરાવતા પ્રોફેશનલ્સને પણ 10 વર્ષ વસવાટ કરવાના વિઝા મળી શકે છે. ઓસ્ટ્રિયાનો પ્રાઈવેટ રેસિડેન્સ પ્રોગ્રામ આર્થિક રીતે સદ્ધર લોકો માટે છે. તેના માટે પૂરતા નાણાં, રહેઠાણ, હેલ્થ ઇન્શ્યોરન્સ અને જર્મન ભાષાનું પૂરતું જ્ઞાન હોવાનો પુરાવો આપવો પડે છે.

 

Golden Visa



રોકાણ સાથે વસવાટ કરવાની તક

મોટા બજેટ ધરાવતા રોકાણકારો માટે કેટલાક દેશો રેસિડેન્સી સાથે રોકાણની તક પણ આપે છે. સ્વિટ્ઝર્લેન્ડમાં રેસિડેન્સી માટે ફરજિયાત રોકાણની શરત નથી, પરંતુ કેન્ટન પ્રમાણે નક્કી થતો નોંધપાત્ર વાર્ષિક ટેક્સ ચૂકવવો પડે છે. UAE સૌથી વધુ ફ્લેક્સિબલ પ્રોગ્રામ ધરાવતા દેશોમાંનો એક છે. અહીં યોગ્ય રોકાણકારો, ઉદ્યોગસાહસિકો, અસાધારણ પ્રતિભા ધરાવતા લોકો, વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરીના અરજદારો માટે 5 અને 10 વર્ષના ગોલ્ડન વિઝા પ્રદાન કરવામાં આવે છે. પ્રોપર્ટી ઈન્વેસ્ટર્સ માટે સામાન્ય રીતે ઓછામાં ઓછા આશરે ₹5 કરોડની પ્રોપર્ટી જરૂરી છે. ગ્રીસ યુરોપમાં આકર્ષક વિકલ્પ તરીકે જાણીતું છે. અહીં રહેવા માટે લઘુત્તમ સમય નક્કી કરવામાં આવ્યો નથી અને Schengen Area (શેનઝેન વિસ્તાર)માં વિઝા-ફ્રી મુસાફરીનો લાભ મળે છે. કેટલીક મિલકતોનાં પ્રોજેક્ટ્સ માટે રોકાણની શરૂઆત EUR 250,000, એટલે કે આશરે ₹2.8 કરોડથી થાય છે. જ્યારે કેટલાક લોકપ્રિય વિસ્તારોમાં પાત્ર પ્રોપર્ટી માટે EUR 800,000, એટલે કે આશરે ₹8.8 કરોડનું રોકાણ કરવું જરૂરી બની જાય છે. યુરોપમાં ઇટાલી અને પોર્ટુગલ પણ અન્ય વિકલ્પો છે. ઇટાલીના ઈન્વેસ્ટર વિઝામાં નવા સ્ટાર્ટઅપમાં EUR 250,000થી લઈને સરકારી બોન્ડમાં EUR 2 મિલિયન સુધીના રોકાણના વિકલ્પો છે. જ્યારે પોર્ટુગલના ગોલ્ડન રેસિડેન્સ પરમિટમાં પ્રોપર્ટીનાં બદલે પાત્ર અરજદારો ફંડ, રિસર્ચ, સાંસ્કૃતિક પ્રોજેક્ટ અથવા બિઝનેસમાં રોકાણ કરી શકે છે.

 

મોટા રોકાણ સાથે ગ્લોબલ ઍક્સેસ

મોટા રોકાણકારો માટે અમેરિકાનો EB-5 Programme ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો મોકળો કરી આપે છે. જેનાં અંતર્ગત ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ વિસ્તારમાં USD 800,000, એટલે કે આશરે ₹7.65 કરોડ,નું રોકાણ કરવું પડે છે. રોકાણથી ઓછામાં ઓછા 10 ફુલ-ટાઇમ નોકરીઓનું સર્જન થવું જરૂરી છે. ન્યૂઝીલેન્ડના એક્ટિવ ઈન્વેસ્ટર પ્લસ પ્રોગ્રામમાં ગ્રોથ કેટેગરી માટે ઓછામાં ઓછું NZD 5 મિલિયન, એટલે કે આશરે ₹28.01 કરોડનું રોકાણ જરૂરી છે. જ્યારે બેલેન્સ્ડ કેટેગરી માટે NZD 10 મિલિયન, એટલે કે આશરે ₹56.02 કરોડનું રોકાણ કરવું પડે છે. કેનેડામાં સ્ટાર્ટ-અપ રૂટ ઉપલબ્ધ છે, જોકે તેનો આ વિઝા પ્રોગ્રામ હાલમાં સ્થગિત છે. સિંગાપોરમાં રોકાણકારો માટેની શરતો વધુ કડક છે. તેના ગ્લોબલ ઈન્વેસ્ટર પ્રોગ્રામમાં સિંગાપોર સ્થિત બિઝનેસમાં ઓછામાં ઓછું SGD 10 મિલિયન, એટલે કે આશરે ₹74.10 કરોડ,નું રોકાણ જરૂરી છે. ફંડમાં રોકાણ અથવા ફેમિલી ઓફિસ સ્થાપવા માટેની મર્યાદા તેનાથી પણ વધુ છે.

 

Golden Visa



ભારતીયો માટે કયો વિકલ્પ યોગ્ય?

ભારતીય અરજદારો માટે યોગ્ય રેસિડેન્સી પ્રોગ્રામ પસંદ કરતી વખતે માત્ર રોકાણની રકમ જોવી પૂરતી નથી. તેના બદલે રેસિડેન્સીની શરતો, કરવેરો, પરિવારના સભ્યોની પાત્રતા, દેશમાં ફરજિયાત રહેવાનો સમયગાળો અને ભવિષ્યમાં કાયમી વસવાટ અથવા નાગરિકતા મેળવવાની શક્યતા જેવા પરિબળોને ધ્યાનમાં લેવા જરૂરી છે. આવા કાર્યક્રમોમાં ફેરફાર થતા રહેતા હોવાથી રોકાણ કરતા પહેલાં પ્રોફેશનલ ઇમિગ્રેશન અને ટેક્સ અંગેની સલાહ લેવી જરૂરી છે.

 

ગોલ્ડન વિઝા શું છે?

ગોલ્ડન વિઝા એ એવા લાયક અરજદારોને આપવામાં આવતી રેસિડેન્સી પરમિટ છે જે દેશના રોકાણ અથવા અન્ય લાયકાતની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. કેટલાક કાર્યક્રમો રેસિડેન્સી અને અન્ય શરતો પૂર્ણ કર્યા બાદ નાગરિકતા મેળવવાનો વિકલ્પ ખોલી આપે છે. ઘણા કાર્યક્રમો જીવનસાથીઓ અને નિર્ભર બાળકોને સમાવવાની મંજૂરી આપે છે, જોકે વિવિધ દેશોમાં પાત્રતાનું પ્રમાણ અલગ છે. થાઇલેન્ડ, મોરેશિયસ, ઑસ્ટ્રિયા, યુએઈ, ગ્રીસ, ઇટાલી, પોર્ટુગલ, યુએસ, ન્યુઝીલેન્ડ, હોંગકોંગ અને સિંગાપોર સહિતના દેશોમાં ભારતીયો એક્સપ્લોર કરી શકે છે.

 

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM