KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ડોલર ફોર ડોલરઃ અમેરિકા-કેનેડા વચ્ચે મંત્રણા નિષ્ફળ જતાં બંને દેશોનો એકબીજા પર નાખશે ટેરિફ

એક સમયના ગાઢ સહયોગી અમેરિકા અને કેનેડા વચ્ચેની વેપાર મંત્રણા પડી ભાંગવાના લીધે બંને દેશ વચ્ચેનો 900 અબજ ડોલરનો કારોબાર ભયમાં મૂકાયો છે

KuberaNow
desk@kuberanow22 Aug 2026
InstagramFacebookXLinkedIn
કેનેડાની સરકાર કેનેડિયન કારોબાર અને કામદારોનો હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ હોવાનો પીએમ માર્ક કાર્નીનો દાવો
કેનેડાની સરકાર કેનેડિયન કારોબાર અને કામદારોનો હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ હોવાનો પીએમ માર્ક કાર્નીનો દાવોAI Generated

વોશિંગ્ટન-ટોરોન્ટોઃ અમેરિકા-કેનેડા વચ્ચેની ટેરિફ મંત્રણા નિષ્ફળ જતાં બંને દેશ એકબીજા પર ટેરિફ નાખશે. અમેરિકા તો પહેલેથી જ જણાવી ચૂક્યું છે કે તે કેનેડિયન ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદશે. અમેરિકા કેનેડા પાસેથી જે બધા ઉત્પાદનો ખરીદે છે તેના પર શનિવારથી જ ટેરિફ લાગવા માંડ્યો છે. આ ઉત્પાદનોમાં પ્લાયવૂડ, લિકર, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અને હોકી ગીયર સહિતના સંખ્યાબંધ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આટલી નિકાસ જ 20 અબજ ડોલરની છે.


કેનેડિયન પીએમ માઇક કાર્નીએ જણાવ્યું હતું કે તેમની સરકારે અમેરિકા સાથેની વાતચીત સસ્પેન્ડ કરી છે અને તેઓ અમેરિકા જેટલો ટેક્સ લાદશે તેટલો જ ટેક્સ લાદશે. આમ તેમણે ડોલર ફોર ડોલરની વાત કરી હતી. તેમની સરકાર કેનેડિયન બિઝનેસ અને કામદારોના શ્રેષ્ઠ હિતમાં કામ કરશે. બંને પક્ષે આ મંત્રણા નિષ્ફળ જવા બદલ એકબીજા પર દોષારોપણ કર્યુ છે.


યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરે જણાવ્યું હતું કે કેનેડિયન મંત્રણાકારોએ દિવસોની મંત્રણા પછી નક્કી કરેલું ડ્રાફ્ટ ડીલ ઉલ્ટાવવાની છેલ્લા ઘડીએ માંગ કરી હતી. અમેરિકાએ કેનેડાને બીજા કોઈપણ દેશને આપી છે તેના કરતાં સારામાં સારી ઓફર પૂરી પાડી હોવા છતાં પણ તેમની નવી માંગો અને અન્ય પ્રતિબદ્ધતાઓ પરથી ફરી જવાના લીધે છેલ્લા કેટલાક સમયમાં કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલું આ ટ્રેડ ડીલ પડી ભાંગ્યું હતું.


બીજી બાજુએ કાર્નીની દલીલ હતી કે અમેરિકાએ છેલ્લી ઘડીએ તેની શરતો બદલી હતી. અમેરિકાએ છેલ્લી ઘડીએ બદલેલી શરતો એકદમ અયોગ્ય, આર્થિક સમજ વગરની હતી અને તેના લીધે ડીલની વિશ્વસનીયતા સામે જ સવાલ ઊભો થતો હતો. હજી સુધી તે સ્પષ્ટ થયું નથી કે કાર્ની અમેરિકાના કયા સેક્ટરોને નિશાન બનાવશે. આ ઉપરાંત અમેરિકા તેની સામે કેટલા ઝડપથી પગલાં લેશે તે પણ સ્પષ્ટ નથી. પરંતુ છેલ્લી ઘડીએ પડી ભાંગેલું ડીલ બતાવે છે કે વિશ્વના બે મહત્વના અર્થતંત્રો વચ્ચે ટ્રેડ ફાઇટ જોવા મળશે.


અમેરિકન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હાલમાં વાતચીતની કોઈ સંભાવના નથી. અમેરિકન વહીવટીતંત્ર વળતા ટેરિફનો સામનો કઈ રીતે કરવો તેના વિકલ્પો ટ્રમ્પને આપશે, લાંબા સમયના આ બંને સહયોગીઓ વચ્ચે ટ્રેડ ડીલ ન થવાના કારણે બંને દેશ સામસામે લડતાં કુલ 900 અબજ ડોલરનો કારોબાર ભયમાં મૂકાયો છે. તેની સાથે ટ્રમ્પ અને કાર્ની બંને ઘરઆંગણે આકરી ટીકાનો સામનો કરી રહ્યા છે. આ ડીલ ન થવાથી અમેરિકામાં મોંઘવારી વધશે તે બદલ ટ્રમ્પ પર માછલા ધોવાઈ રહ્યા છે તો અમેરિકા જેવા દેશ સાથે ડીલ કરવામાં નિષ્ફળ જવા બદલ કેનેડાએ વિશ્વસ્તરે પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે તે માટે ઘરઆંગણે કાર્ની પર માછલા ધોવાઈ રહ્યા છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM