KuberaNowLogo
Thursday, 12/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Adani Groupનો ₹23,500 કરોડનો મોટો ફંડિંગ પ્લાન, જાણો ક્યાં થશે ઉપયોગ

અંબુજા સિમેન્ટ અને ACCના જૂના દેવાના રિફાઇનાન્સિંગ માટે MUFG, Barclays અને SMBC સહિતની મોટી આંતરરાષ્ટ્રીય બેન્કો સાથે ચર્ચા

kuberanow deskPublished On : 12 Nov 2026
Editing - News - Payload
AI Generated Image

અદાણી ગ્રૂપ અંદાજે રૂ. 23,500 કરોડનું દેવું એકત્રિત કરી રહ્યું છે, જેના માટે દુનિયાની અનેક મોટી બેન્કો સાથે વાતચીત ચાલી રહી છે. અદાણી ગ્રૂપે અંબુજા સીમેન્ટ્સ અને એસીસીના અધિગ્રહણ માટે મોટું દેવું કર્યું હતું. હવે તે આ દેવું ચૂકવવા માટે દુનિયાની મોટી બેન્કો પાસેથી નાણાં એકત્ર કરી રહ્યું છે.


અંદાણી જૂથને ભંડોળ આપવા અનેક મોટી બેન્કોની તૈયારી

અદાણી જૂથને આ સંભવિત ભંડોળ આપનારામાં MUFG, બાર્કલેસ બેન્ક અને સુમિટોમો મિત્સુઈ બેન્કિંગ કો-ઓપરેશન (SMBC) સહિત અનેક મોટી આંતરરાષ્ટ્રીય બેન્કોનો સમાવેશ થાય છે તેમ આ બાબત સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું. અદાણી ગ્રૂપે 2022માં સીમેન્ટ કારોબારમાં પ્રવેશ કર્યો હતો. તેના માટે તેણે અંબુજા સીમેન્ટ્સ અને એસીસીનું અધિગ્રહણ કર્યું હતું. અદાણી જૂથે સીમેન્ટ બિઝનેસમાં પ્રવેશ માટે 3.2 અબજ ડોલર એકત્ર કર્યા હતા. 2023માં અદાણી જૂથને દેવું આપનારી બેન્કોમાં MUFG, બાર્લેસ અને SMBC સિવાય DBS બેન્ક, ફર્સ્ટ અબુ ધાબી બેન્ક, મિઝુહો બેન્ક, BNP પારિબા, ડ્યૂસ બેન્ક, ING બેન્ક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો સમાવેશ થયો હતો.


લોન ફેસિલિટીનો એક હિસ્સો ભારતીય બેન્કોને વેચી શકાશે

સૂત્રો મુજબ સૂચિત લોન સુવિધાનો એક હિસ્સો પાછળથી ભારતીય બેન્કોને પણ વેચી શકાશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ફેબ્રુઆરી 2026માં અધિગ્રહણ માટે ફાઈનાન્સિંગ સંબંધિત નવા માળખા હેઠળ ઘરેલુ બેન્કોને આ પ્રકારના અધિગ્રહણ માટે લોન આપવાની મંજૂરી આપી છે ત્યારે આ ઘટનાક્રમ મહત્વનો છે. તેનાથી મોટા કોર્પોરેટ હસ્તાંતરણોના ફાઈનાન્સિંગમાં ભારતીય બેન્કોની ભાગીદારી વધવાનો માર્ગ ખુલી શકે છે.


અમેરિકામાં કેસોના નિકાલ બાદ રિફાઈનાન્સનો પ્રયાસ

અંબુજા સીમેન્ટ્સ અને ACCના દેવાંને રિફાઈનાન્સ કરવાનો અદાણી જૂથનો પ્રયત્ન એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અદાણી જૂથ અનેતેના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકળાયેલા કેટલાક મહત્વના કાયદાકીય કેસોનું અમેરિકામાં સમાધાન થઈ ગયું છે. ન્યૂયોર્કની એક ફેડરલ કોર્ટે 10 ઓગસ્ટે ન્યાય વિભાગની વિનંતી પર ગૌતમ અદાણી, સાગર અદાણી અને અન્યો વિરુદ્ધ સિક્યોરિટીઝ ફ્રોડ તથા વાયર ફ્રોડના આરોપોને સ્થાયીરૂપે નકારી કાઢ્યા હતા. ગૌતમ અદાણી અને સાગર અદાણીએ અમેરિકન સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) સાથે સંકળાયેલા સિવિલ કેસોનો પણ નીકાલ કરી નાંખ્યો. તેના હેઠળ બંનેએ ક્રમશઃ 6 મિલિયન ડોલર અને 12 મિલિયન ડોલરનો દંડ ભરવા પર સહમતી વ્યક્ત કરી. જોકે, તેમણે આરોપોનો ન સ્વીકાર કર્યો અને તેન નકારી પણ કાઢ્યા નહીં. ઓગસ્ટમાં આ સંબંધમાં અંતિમ ન્યાયિક આદેશ જાહેર કરાયો હતો. એક અલગ કેસમાં અદાણી એન્ટર પ્રાઈઝીસે મે મહિનામાં ઈરાન પર લગાવાયેલા અણેરિકન પ્રતિબંધોના કથિત ભંગ સાથે સંકળાયેલા સંભવિત સિવિલ લાયેબિલિટીના નિકાલ માટે 275 મિલિયન ડોલરની ચૂકવણી કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. આ કેસ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG)ની ખરીદી સાથે સંકળાયેલો હતો.


Ambuja.png


2022માં ખરીદી હતી અંબુજા અને એસીસીમાં ભાગીદારી

અદાણી જૂથે સપ્ટેમ્બર 2022માં Endeavour મારફત Holcimની અંબુજા સીમેન્ટ્સ અને ACCનું હસ્તાંતરણ પૂરું કર્યું હતું. આ સોદો સિમેન્ટ કારોબારમાં અદાણ જૂથના પ્રવેશનો આધાર બન્યો હતો. આ હસ્તાંતરણ પછી અદાણી જૂથની અંબુજા સીમેન્ટમાં 63.15 ટકા અને ACCમાં 56.69 ટકા ભાગીદારી થઈ ગઈ હતી. ACCની ભાગીદારીમાં અંબુજાના માધ્યમથી રખાયેલી ભાગીદારી પણ સામેલ હતી. આ અધિગ્રહણ સાથે અદાણી જૂથ ભારતનું બીજું સૌથી મોટું સીમેન્ટ ઉત્પાદક બની ગયું. આ બાબતમાં તે આદિત્ય બિરલા જૂથના અલ્ટ્રાટેક સીમેન્ટ પછી બીજા ક્રમે છે.


ક્ષમતા વિસ્તરણની યોજના

આ પુનઃધિરાણ પહેલ કંપનીના નવા વિસ્તરણ કાર્યક્રમની સાથે આગળ વધી રહી છે. અંબુજા સીમેન્ટે 2 નવેમ્બરે પૂર્વીય, પશ્ચિમી અને ઉત્તરી ભારતમાં પોતાની વાર્ષિક સીમેન્ટ ઉત્પાદન ક્ષમતા લગભગ 30 મિલિયન ટન વધારવાની યોજનાની જાહેરાત કરી હતી. કંપનીએ તેના માટે રૂ. 14,500 કરોડના ગ્રોથ કેપિટલ એક્સપેન્ડિચર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી હતી. અંબુજાએ કહ્યું કે, હાલ તેની કુલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 113.5 મિલિયન ટન છે. સૂચિત વિસ્તરણ અને ઉત્પાદન ક્ષણતા વધવા સંબંધિત અન્ય પહેલો મારફત કંપનીનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2030 સુધીમાં તેને વધારીને વાર્ષિક 155 મિલિયન ટન કરવાનું છે. કંપનીને આશા છે કે માર્ચ 2027 સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 119 મિલિયન ટન સુધી પહોંચી જશે.


જોકે, કારોબારના નફાના મોરચા પર દબાણનો સામનો કરવો પડી રહે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અંબુજાની સંકલિત આવક રૂ. 9,197 કરોડ હતી, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 9,175 કરોડ હતી. આ સમયમાં કંપનીનો ઓપરેટિંગ EBITDA ઘટીને રૂ. 1,271 કરોડ રહ્યો, જે એક વર્ષ પહેલા 1,762 કરોડ હતો. બીજીબાજુ EBITDA માર્જિન પર 19.2 ટકા ઘટીને 13.8 ટકા પર આવી ગયો. અંબુજાએ ઉદ્યોગમાં નફા પર દબાણ માટે ઈંધણ અને લોજિસ્ટિક્સના વધેલા ખર્ચને જવાબદાર ઠેરવ્યા હતા. આસિવાય શૅરધારકોએ ACC અને ઓરિએન્ટ સીમેન્ટના અંબુજા સીમેન્ટમાં સૂચિત વિલયને મંજૂરી આપી દીધી છે. જોકે, આ વિલય યોજનાઓને હજુ નિયામકીય મંજૂરી અને ન્યાયાધિકરણની સ્વીકૃતિ મળવાની બાકી છે. કંપનીને આશા છે કે આ પ્રક્રિયા નાણાકીય વર્ષ 2027 દરમિયાન પૂરી થઈ જશે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Reliance Investment in coal gasification

Reliance Investment: આંધ્ર પ્રદેશમાં ₹43,000 કરોડના કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટની યોજના, 40,000 રોજગારીની સંભાવના

Noel Tata Retires as Tata Investment Chairman Bahram Vakil Next

Tata Group News: નોએલ ટાટાએ છોડ્યું ચેરમેન પદ, જાણો કોને મળી ટાટા ઇન્વેસ્ટમેન્ટની કમાન

IOB

IOBના શેરમાં 4%થી વધુનો ઉછાળો, ₹5,000 કરોડ ઊભા કરવાની તૈયારીથી વધ્યું રોકાણકારોનું ધ્યાન

COCHIN SHIPYARD

Stock Down: Cochin Shipyardનો શેર 8% સુધી તૂટ્યો, Q2નો નફો 53% ઘટ્યો, જાણો શું છે ઘટાડા પાછળના કારણો

hdfc bank mclr hike loan emi impact new lending rates

HDFC બેંકે વધાર્યા વ્યાજ દર: કયા ગ્રાહકોના EMI વધશે? જાણો નવા MCLR દરો

mrf.

MRF Q2 Results: કાચા માલનો ખર્ચ વધતાં નફો 28% ઘટીને ₹369 કરોડ, આવક 18% વધી

bsnl affordable voice calling plans validity and price

Jio-Airtel ને ટક્કર: BSNL લાવ્યું ₹172 થી શરૂ થતા સસ્તા પ્લાન, મળશે અનલિમિટેડ કોલિંગ

paras

Semiconductor Deal: Paras Defenceની US કંપની BroadPak સાથે ભાગીદારી, ભારતમાં બનશે અદ્યતન ચિપ પેકેજિંગ સુવિધા