MRF Q2 Results: કાચા માલનો ખર્ચ વધતાં નફો 28% ઘટીને ₹369 કરોડ, આવક 18% વધી
ટાયર કંપની MRFનો સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 28% ઘટીને ₹369 કરોડ રહ્યો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં કંપનીએ ₹512 કરોડનો નફો કર્યો હતો. જોકે ટાયરની માંગ મજબૂત રહેતાં કંપનીની કામગીરીમાંથી આવક 18% વધીને ₹8,524 કરોડ થઈ છે. વધેલા કાચા માલના ખર્ચ અને West Asiaમાં ચાલી રહેલા યુદ્ધની અસરને કારણે નફાકારકતા પર દબાણ આવ્યું છે.

MRF Ltdએ Q2 FY27માં આવકમાં સારી વૃદ્ધિ નોંધાવી હોવા છતાં નફામાં મોટો ઘટાડો નોંધાવ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો ₹369 કરોડ રહ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળાના ₹512 કરોડની સરખામણીએ 28% ઓછો છે. ટાયરની માંગ મજબૂત રહી, પરંતુ કાચા માલના વધેલા ભાવ અને કુલ ખર્ચમાં થયેલા વધારાએ કમાણી પર દબાણ બનાવ્યું.
આવક 18% વધીને ₹8,524 કરોડ
જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન MRFની કામગીરીમાંથી આવક વધીને ₹8,524 કરોડ થઈ છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં આવક ₹7,250 કરોડ હતી. એટલે વાર્ષિક ધોરણે આવકમાં લગભગ 18%નો વધારો થયો છે. આ વૃદ્ધિને ઓટો કંપનીઓ તરફથી સતત ટાયર માંગ અને મજબૂત dispatchesનો ટેકો મળ્યો.
કાચા માલના ખર્ચે નફો દબાવ્યો
MRFનો કુલ ખર્ચ ત્રિમાસિક દરમિયાન 22%થી વધુ વધ્યો છે. ખાસ કરીને કાચા માલનો ખર્ચ લગભગ 44% વધ્યો હતો. West Asiaમાં યુદ્ધ, પુરવઠાની અછત અને કેટલાક મુખ્ય ઉત્પાદક દેશોમાં પ્રતિકૂળ હવામાનને કારણે કુદરતી રબરના ભાવ ઊંચા રહ્યા હતા. કંપની માટે ટાયરનું વેચાણ મજબૂત હોવા છતાં વધેલા રો-મટીરીયલ કોસ્ટને કારણે માર્જિન પર દબાણ આવ્યું અને તેનો સીધો પ્રભાવ નફા પર પડ્યો.
આ પણ વાંચો: બાજરો મોંઘો થયો, ખરિફ પાક ઓછો અને નિકાસ વધતાં ભાવ ₹600 સુધી ચઢ્યા
ટાયર કંપનીઓ પર વ્યાપક દબાણ
કાચા માલના ઊંચા ભાવનો ફટકો માત્ર MRF સુધી મર્યાદિત રહ્યો નથી. તેના સ્પર્ધકો JK Tyre અને CEATએ પણ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નફામાં ઘટાડો નોંધાવ્યો છે. એટલે ટાયર ઉદ્યોગ માટે રો-મટીરીયલ મોંઘું થવું હાલમાં એક મહત્વનું પડકારરૂપ પરિબળ બની રહ્યું છે.
₹3 પ્રતિ શેર Dividend જાહેર
MRFના બોર્ડે FY27 માટે ₹10 ફેશ વેલ્યૂના દરેક શેર પર ₹3નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. ડિવિડેન્ડ માટે 17 નવેમ્બર 2026 રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે આ ઈન્ટરીમ ડિવિડન્ડ 1 ડિસેમ્બર 2026 અથવા ત્યારબાદ ચૂકવવામાં આવશે.
શેરમાં 1.26%નો ઘટાડો
MRFનો શેર 9 નવેમ્બરે NSE પર ₹1,25,105 પર બંધ થયો હતો, જેમાં 1.26%નો ઘટાડો નોંધાયો હતો. કંપની માટે આગળનો મુખ્ય મુદ્દો રો-મટીરીયલનો ભાવ રહેશે. જો કુદરતી રબર અને અન્ય ઈનપુટ કોસ્ટ ઊંચા જ રહે તો આવકમાં વૃદ્ધિ હોવા છતાં માર્જિન પર દબાણ ચાલુ રહી શકે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Jio-Airtel ને ટક્કર: BSNL લાવ્યું ₹172 થી શરૂ થતા સસ્તા પ્લાન, મળશે અનલિમિટેડ કોલિંગ

Semiconductor Deal: Paras Defenceની US કંપની BroadPak સાથે ભાગીદારી, ભારતમાં બનશે અદ્યતન ચિપ પેકેજિંગ સુવિધા

Adani Enterprisesની આગામી બે વર્ષમાં ₹35,000 થી ₹40,000 કરોડનું રોકાણ કરશે

ધિરાણની માંગમાં ઉછાળો થતાં ડિજિટલ લેન્ડિંગ કંપનીઓને બખ્ખા, 40થી 50 ટકા વૃદ્ધિ નોંધાવી

Kirloskar Industriesનો નફો 5% વધીને ₹105 કરોડ, આવક 17% વધી ₹2,098 કરોડ નજીક પહોંચી

Adani Enterprises આગામી બે વર્ષમાં કરશે ₹80,000 કરોડ સુધીનું રોકાણ, એરપોર્ટ-ડેટા સેન્ટર પર મોટો ફોકસ

iPhone 18માં આવશે મોટા અપગ્રેડ! 120Hz ડિસ્પ્લેથી A20 ચિપ સુધી, જાણો શું બદલાશે






