iPhone 18માં આવશે મોટા અપગ્રેડ! 120Hz ડિસ્પ્લેથી A20 ચિપ સુધી, જાણો શું બદલાશે
Apple આગામી વર્ષે iPhone 18ના સ્ટાન્ડર્ડ મોડલ સાથે iPhone 18e અને iPhone Air 2 લોન્ચ કરવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલ છે. iPhone 18માં ડિસ્પ્લે, બેટરી અને પ્રોસેસરમાં અપગ્રેડ મળવાની શક્યતા છે.

iPhone 18 Expected Upgrades: Appleએ સપ્ટેમ્બર 2026માં iPhone 18 Pro સિરીઝ અને iPhone Duo લોન્ચ કર્યા બાદ હવે સ્ટાન્ડર્ડ iPhone 18 પર ફોકસ કરી શકે છે. સૂત્રો અનુસાર કંપની નવી લોન્ચ સ્ટ્રેટેજી હેઠળ સ્ટાન્ડર્ડ iPhone 18ને 2027ની પ્રથમ છમાસિકમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ વખતે ફોનમાં ડિસ્પ્લે, પ્રોસેસર અને બેટરી સહિતના કેટલાક મોટા અપગ્રેડ મળવાની શક્યતા છે.
120Hz ડિસ્પ્લે અને Dynamic Islandમાં ફેરફાર
iPhone 18ના ડિસ્પ્લેને લઈને પણ મોટા અપગ્રેડના અહેવાલ છે. સ્ટાન્ડર્ડ iPhone 18માં 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવી શકે છે, જે અગાઉના મોડલની સરખામણીમાં ડિસ્પ્લે અનુભવમાં સુધારો કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, iPhone 18 Proમાં નાનું Dynamic Island મળવાની શક્યતા છે, જ્યારે સ્ટાન્ડર્ડ iPhone 18માં મોટું Dynamic Island રાખવામાં આવી શકે છે.

A20 ચિપસેટ સાથે પરફોર્મન્સ અપગ્રેડ
iPhone 18માં Apple A20 ચિપસેટ આપવામાં આવી શકે છે. આ ચિપ TSMCની 2nm મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પર તૈયાર થઈ શકે છે. આ ઉપરાંત, iPhone 18માં બેટરી ક્ષમતામાં પણ વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે, બેટરીની ચોક્કસ ક્ષમતા અંગે હાલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
Apple Intelligence માટે વધુ RAMની શક્યતા
iPhone 18ની RAMને લઈને અલગ-અલગ દાવા સામે આવ્યા છે. Apple એનાલિસ્ટ Ming-Chi Kuoના જણાવ્યા અનુસાર ફોનમાં 9GB RAM મળી શકે છે, જ્યારે એનાલિસ્ટ Jeff Puએ 12GB RAM હોવાનો દાવો કર્યો છે. વધુ RAMથી Apple Intelligenceના ઓન-ડિવાઇસ ફીચર્સને વધુ સારી રીતે કામ કરવામાં મદદ મળી શકે છે.
ક્યારે લોન્ચ થશે iPhone 18?
Apple iPhone 18 સ્ટાન્ડર્ડ, iPhone 18e અને iPhone Air 2ને 2027ના પ્રથમ અર્ધમાં લોન્ચ કરી શકે છે. હાલ કંપનીએ આ લોન્ચ ટાઇમલાઇનની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચો: એકવાર ચાર્જ કરો, 711 કિમી ચલાવો! Mercedesની નવી ઇલેક્ટ્રિક SUV ભારતમાં લોન્ચ
આ પણ જુઓ :
Also Read

Finolex Cables Q2 Results: કેબલના વેચાણમાં વૃદ્ધિ, આવકમાં 65%નો ઉછાળો

વોલ્ટાસના ચેરમેન પદેથી નોએલ ટાટાની નિવૃત્તિ, જાણો હવે કંપનીની કમાન કોના હાથમાં જશે?

Tata Steel Q2 Results: નફો વધીને ₹3,699.59 કરોડ, આવકમાં જંગી ઉછાળો

Q2 Result: Airtelનો નફો 31% વધીને ₹8,887 કરોડ, ડેટા સેન્ટર માટે જમીન ખરીદવામાં ₹2,826 કરોડ ખર્ચ્યા

Adani Portsનો યુરોપમાં મોટી ડીલ, આશરે ₹27,100 કરોડમાં Evos ખરીદશે

સ્માર્ટફોન માર્કેટમાં Motorolaની ધમાકેદાર એન્ટ્રી! આજે લોન્ચ થશે Signature 27

અદાણી પાવરે BHELને આપ્યો ₹28,000 કરોડ સુધીનો મેગા ઓર્ડર






