Adani Portsનો યુરોપમાં મોટી ડીલ, આશરે ₹27,100 કરોડમાં Evos ખરીદશે
Adani Ports and Special Economic Zone એટલે કે APSEZ યુરોપમાં મોટું અધિગ્રહણ કરવા જઈ રહી છે. કંપની નેધરલેન્ડની Evos B.V.માં 100% હિસ્સો ખરીદશે. આ સોદાનું કુલ મૂલ્ય €2.56 અબજ એટલે કે અંદાજે ₹27,100 કરોડ છે. Evos યુરોપની બીજી સૌથી મોટી સ્વતંત્ર લિક્વિડ સ્ટોરેજ કંપની છે.

અદાણી પોર્ટે પોતાના આંતરરાષ્ટ્રીય બિઝનેસને વધુ વિસ્તૃત કરવા માટે મોટો સોદો જાહેર કર્યો છે. કંપની નેધરલેન્ડની Evos B.V.નું સંપૂર્ણ અધિગ્રહણ કરશે. Evos યુરોપના લિક્વિડ સ્ટોરેજ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની મોટી કંપનીઓમાં સામેલ છે. આ ખરીદી બાદ અદાણી પોર્ટને યુરોપના મહત્વના એનર્જી હબમાં સીધી હાજરી મળશે.
સોદાનું મૂલ્ય આશરે ₹27,100 કરોડ
અદાણી પોર્ટ Evosને €2.56 અબજના ઈન્ટરપ્રાઈઝ વેલ્યુ પર ખરીદશે. ભારતીય રૂપિયામાં આ રકમ અંદાજે ₹27,100 કરોડ થાય છે. સોદામાં Evosનું ઈક્વિટી વેલ્યુ €1.18 અબજ રાખવામાં આવ્યું છે, જે આશરે ₹12,500 કરોડ થાય છે. આ સંપૂર્ણ કેશ ડીલ રહેશે.
Evosની આવક આશરે ₹4,155 કરોડ
2025 દરમિયાન Evosએ €392 મિલિયનની આવક નોંધાવી હતી, જે અંદાજે ₹4,155 કરોડ થાય છે. કંપનીનું EBITDA €219 મિલિયન એટલે કે આશરે ₹2,320 કરોડ રહ્યું હતું. Evosનું EBITDA માર્જિન 56% રહ્યું હતું.
દેવું લઈને સોદો પૂરો કરશે અદાણી પોર્ટ
અદાણી પોર્ટના જણાવ્યા મુજબ આ ખરીદી માટે જરૂરી રકમ દેવું લઈને ઊભી કરવામાં આવશે. જોકે સોદો પૂર્ણ થવા પહેલાં જરૂરી સરકારી અને નિયમનકારી મંજૂરી મેળવવી પડશે. ઉપરાંત works council consultationની પ્રક્રિયા પણ પૂર્ણ થવાની બાકી છે.
યુરોપમાં અદાણી પોર્ટની હાજરી વધશે
અદાણી પોર્ટના મેનેજિંગ ડાયરેક્ટર કરણ અદાણીના જણાવ્યા મુજબ Evosનું અધિગ્રહણ કંપનીને યુરોપના મહત્વના લિક્વિડ સ્ટોરેજ અને એનર્જી હબમાં મજબૂત હાજરી આપશે. કંપની યુરોપની એનર્ડી ટ્રાન્જિશન સાથે જોડાયેલી તકોનો પણ લાભ લેવા માગે છે. આ સોદાથી અદાણી પોર્ટ માત્ર પોર્ટ બિઝનેસ સુધી સીમિત નહીં રહે, પરંતુ વૈશ્વિક લોજિસ્ટીક અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં પણ પોતાની હાજરી વધુ મજબૂત કરી શકશે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Q2 Result: Airtelનો નફો 31% વધીને ₹8,887 કરોડ, ડેટા સેન્ટર માટે જમીન ખરીદવામાં ₹2,826 કરોડ ખર્ચ્યા

સ્માર્ટફોન માર્કેટમાં Motorolaની ધમાકેદાર એન્ટ્રી! આજે લોન્ચ થશે Signature 27

અદાણી પાવરે BHELને આપ્યો ₹28,000 કરોડ સુધીનો મેગા ઓર્ડર

Q2 Result: NSEનો નફો 23% વધીને ₹2,578 કરોડ, લિસ્ટિંગ બાદના પહેલા પરિણામમાં કમાણી મજબૂત

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર




