KuberaNowLogo
Thursday, 05/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સ્માર્ટફોન માર્કેટમાં Motorolaની ધમાકેદાર એન્ટ્રી! આજે લોન્ચ થશે Signature 27

Motorola Signature 27 આજે 5 નવેમ્બરે વૈશ્વિક સ્તરે લોન્ચ થવાનો છે. પ્રીમિયમ સ્માર્ટફોનમાં 120Hz LTPO ડિસ્પ્લે, Android 17 અને 200MP પેરિસ્કોપ કેમેરા જેવા ફીચર્સ મળશે.ફોનના ભારતમાં લોન્ચની પણ પુષ્ટિ થઈ છે અને તેની એન્ટ્રી આ મહિને થવાની છે.

kuberanow deskPublished On : 5 Nov 2026
Motorola Signature 27 Launch
Motorola Signature 27 LaunchAI Generated Image

Motorola Signature 27 Launch: Motorola પોતાનો નવો પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન Signature 27 આજે એટલે કે 5 નવેમ્બરે વૈશ્વિક બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે. ફોનને અગાઉ Snapdragon Summit 2026 અને Indian Mobile Congress 2026 દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. લૉન્ચ પહેલાં સામે આવેલા હેન્ડ્સ-ઓન વીડિયો દ્વારા ફોનના ઘણા ફીચર્સ સામે આવ્યા છે.


120Hz LTPO ડિસ્પ્લે અને 12,000 નિટ્સ બ્રાઇટનેસ

Motorola Signature 27માં 6.8 ઇંચનું Extreme AMOLED Duo ડિસ્પ્લે આપવામાં આવશે. સ્ક્રીન 120Hz LTPO રિફ્રેશ રેટને સપોર્ટ કરશે અને તેમાં Tandem OLED ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનની ડિસ્પ્લેની ખાસિયત તેની 12,000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ હોવાનું જણાવાયું છે. હેન્ડ્સ-ઓન વીડિયોમાં તેજ સૂર્યપ્રકાશમાં પણ સ્ક્રીન સ્પષ્ટ દેખાતી હોવાનું સામે આવ્યું છે.


Snapdragon ચિપસેટ સાથે 16GB RAM

પરફોર્મન્સ માટે ફોનમાં Snapdragon 8 Elite Extreme Gen 6 ચિપસેટ આપવામાં આવશે. તેની સાથે 16GB સુધી LPDDR5X RAM અને 1TB સુધી UFS 4.1 સ્ટોરેજનો વિકલ્પ મળશે. હીટ મેનેજમેન્ટ માટે અગાઉની સરખામણીમાં 40% મોટું વેપર ચેમ્બર આપવામાં આવ્યું છે. તેમાં લિક્વિડ મેટલ અને કૉપર મેશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોન Android 17 પર કામ કરશે અને કંપની તેમાં 7 વર્ષ સુધી OS અપડેટ આપશે.


200MP પેરિસ્કોપ કેમેરા પર ખાસ ફોકસ

ફોટોગ્રાફી માટે Motorola Signature 27માં ક્વાડ કેમેરા સેટઅપ મળશે. તેમાં 50MP Sony LYTIA 910 પ્રાઇમરી કેમેરા, 200MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 50MP અલ્ટ્રાવાઇડ કેમેરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક્શન સેન્સર પણ આપવામાં આવશે, જે મૂવમેન્ટ દરમિયાન તસવીરો લેવામાં મદદ કરશે. વીડિયો રેકોર્ડિંગ માટે AI આધારિત Video Enhancement Engine મળશે, જે સીન પ્રમાણે રંગોને ઓટોમેટિક એડજસ્ટ કરશે.


બે કલર ઓપ્શનમાં આવશે ફોન

Motorola Signature 27ને Pantone Coal Smoke અને Pantone Capulet Green કલરમાં રજૂ કરવામાં આવશે. બંને વેરિઅન્ટમાં ટેક્સચર્ડ બેક પેનલ મળશે. Coal Smoke વેરિઅન્ટમાં વણાયેલા કપડા જેવું ટેક્સચર છે, જ્યારે Capulet Greenમાં બ્રશ્ડ ટેક્સટાઇલ ફિનિશ આપવામાં આવી છે. ફોનની બેટરી ક્ષમતા અંગે હજુ માહિતી સામે આવી નથી.


આ પણ વાંચો: ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn