KuberaNowLogo
Monday, 02/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા

Reliance Consumer Products Limited એટલે કે RCPLએ પોતાના Independence બ્રાન્ડ હેઠળ બિસ્કિટ પોર્ટફોલિયોમાં મોટો વિસ્તાર કર્યો છે. કંપનીએ 9 નવા વેરિઅન્ટ અને કુલ 28 નવા SKU સાથે રેન્જ વધારી છે. નવી રેન્જ 2 નવેમ્બર 2026થી તામિલનાડુમાં ઉપલબ્ધ થશે. કંપની રોજિંદા વપરાશથી લઈને પ્રીમિયમ અને indulgent બિસ્કિટ કેટેગરી સુધી પહોંચ વધારવા માગે છે.

kuberanow deskPublished On : 2 Nov 2026
biscuit

રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝની FMCG કંપની Reliance Consumer Products Limitedએ પોતાના Independence બ્રાન્ડના બિસ્કિટ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવતા 9 નવા વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. કંપનીએ આ રેન્જ તામિલનાડુમાં 2 નવેમ્બરથી રજૂ કરી છે અને તેનો હેતુ રોજિંદા વપરાશથી લઈને વધુ indulgent consumption occasions સુધી અલગ-અલગ ગ્રાહકોને ટાર્ગેટ કરવાનો છે.


9 વેરિઅન્ટમાં કયા બિસ્કિટ સામેલ?

  • Independence Power Up
  • Independence Butter Bliss
  • Independence Milky Power
  • Independence Marie Prime
  • Independence Coco Vanilla & Chocolate
  • Independence CremYum Orange
  • Independence CremYum Choco
  • Independence Coco Bourbon
  • Independence Glucose Boost


કંપનીએ આ પોર્ટફોલિયોમાં કુલ 28 નવા SKU રજૂ કર્યા છે.


RELIANCE BISCUIT


₹5થી શરૂ થશે કિંમત

નવી Independence બિસ્કિટ રેન્જમાં ટ્રાયલ પેકની કિંમત ₹5,શેરિંગ પેકની કિંમત ₹10 અને મોટા હોમ પેકની કિંમત ₹40થી ₹125 વચ્ચે રાખવામાં આવી છે. કંપની પરવડે તેવી કિંમત સાથે વધારે ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.


Power Upમાં મિલ્ક, ગ્લુકોઝ અને પ્રોટીન

નવી રેન્જમાં Independence Power Up અને Independence Milky Powerને મુખ્ય પ્રોડક્ટ તરીકે આગળ ધપાવવામાં આવી રહ્યા છે. Independence Power Upમાં મિલ્ક, ગ્લુકોઝ અને પ્રોટીનને એક જ બિસ્કિટમાં જોડવામાં આવ્યા છે. કંપની આ પ્રોડક્ટને એવરીડે બિસ્કિટ કેટેગરીમાં અલગ પ્રસ્તાવ તરીકે રજૂ કરી રહી છે.


તમિલનાડુ કંપની માટે મહત્વનું બજાર

RCPLના ડાયરેકટર T ક્રિષ્નાકુમારના જણાવ્યા મુજબ તમિલનાડુ કંપનીના બિસ્કિટ બિઝનેસ માટે મહત્વનું બજાર છે. કંપની વધતી ગ્રાહક પસંદગીઓને ધ્યાનમાં રાખીને પોર્ટફોલિયો વિસ્તારી રહી છે અને સ્કેલ વધારવા પર ધ્યાન આપી રહી છે. વધારેલી પ્રોડક્શન કેપેસીટિ પણ ડિસ્ટ્રીબ્યુશન અને કન્ઝ્યુમર રીચ વધારવામાં મદદ કરશે. કંપની પોતાની બિસ્કિટ સ્ટ્રેટઝીને ‘Each Consumer, Each Occasion’ વિચાર સાથે આગળ ધપાવી રહી છે.


અજીત કુમારની રેસિંગ સાથે જોડાણ

Independence Power Upના લોન્ચને વધુ મજબૂતી આપવા માટે RCPLએ Ajith Kumar Racing સાથે બ્રાન્ડ જોડાણ કર્યું છે. કંપનીનો ઉદ્દેશ મોટરસ્પોર્ટના performance-driven positioning સાથે Power Upને જોડીને તમિલનાડુમાં બ્રાન્ડ વિઝિબિલીટી અને ગ્રાહક જાગૃતિ વધારવાનો છે.


આ પણ વાંચો: Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર


General Tradeથી E-commerce સુધી વેચાણ

નવી બિસ્કિટ રેન્જ માત્ર રિલાયન્સ રિટેલ સુધી મર્યાદિત નહીં રહે. તે general trade, national અને regional modern trade, e-commerce, રિલાયન્સ રિટેલ અને વ્હોલસેલ ચેનસ દ્વારા ઉપલબ્ધ રહેશે. કંપની ઓમ્નિચેનલ વિતરણ દ્વારા વધારે ગ્રાહકો સુધી ઝડપથી પહોંચવા માગે છે.


બિસ્કિટ બિઝનેસ માટે બે બ્રાન્ડની રણનીતિ

RCPL બિસ્કિટ બિઝનેસ માટે બે-સ્તરીય સ્ટ્રેટેજી અપનાવી રહી છે. Independence દ્વારા કંપની રોજિંદા અને સ્વાદિષ્ટ અને સમૃદ્ધ બિસ્કિટની મોટી રેન્જ સાથે સ્કેલ વધારવા માગે છે. બીજી તરફ Maliban, જે RCPLની જોઈન્ટ વેન્ચર પાર્ટનર અને Sri Lankaની જાણીતી બિસ્કિટ કંપની છે, પ્રીમિયમ અને ભિન્નતા ધરાવતા ઉત્પાદનો પર ધ્યાન આપશે. આ રીતે રિલાયન્સ કન્ઝ્યુમર બિસ્કિટ માર્કેટમાં રિચ અને differentiation બંને સાથે પોતાનું પોર્ટફોલિયો મજબૂત કરવાની તૈયારી કરી રહી છે.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Coal Production

Coal Production: કોમર્શિયલ ખાણોનું ઉત્પાદન 11.3% વધ્યું, કોલસાની આયાતમાં ઘટાડો

Crude Oil

ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી ઉછાળા વચ્ચે સરકારી કંપનીઓએ માર્જિનમાં ધમધોકાર સુધારો કરીને નફો કર્યો

Campa

કોલ્ડ ડ્રિંક માર્કેટમાં Campaનો દબદબો! 6 મહિનામાં ₹5,250 કરોડની આવક

Adani Energy Solutions

અદાણીની ₹3,050 કરોડની સ્માર્ટ મીટર ડીલ આગળ વધી: IntelliSmart ખરીદવાને CCIની મંજૂરી

RIL

RIL Q2 results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ધમાકેદાર પરિણામ, કંપનીનો નફો 40.6% ઉછળી ₹25,548 કરોડે પહોંચ્યો

JIO

Jio Platforms: લિસ્ટિંગ બાદના પહેલા જ પરિણામમાં Jioનો નફો 13.7% વધ્યો, ₹8,389 કરોડ પર પહોંચ્યો

PB FINTECH

Q2 Result: PB Fintechનો નફો 43% વધીને ₹192 કરોડ, આવકમાં પણ 35%નો ધરખમ ઉછાળો

BOB

Q2 Result: બેંક ઓફ બરોડાનો નફો 36% વધીને ₹6,532 કરોડ, NPA ઘટતાં એસેટ ક્વોલિટીમાં સુધારો