Commodity Market Trading : આજથી સોના, ચાંદી, ઓઈલનો ટ્રેડિંગ સમય લંબાયો
MCX અને NSE પર આજથી રાતે 11.55 સુધી થશે ટ્રેડિંગ, ટ્રેડિંગના સમયમાં 25 મિનિટનો વધારો માર્ચ 2027 સુધી અમલમાં રહેશે

કોમોડિટી બજારમાં આજે 2 નવેમ્બરથી ટ્રેડિંગ રાતે 11.30ના સમયે પૂરું નહીં થાય, પરંતુ હવે 11.55 કલાક સુધી થઈ શકશે. અમેરિકામાં ડેલાઈટ સેવિંગ ટાઈમમાં ફેરફારના પગલે આ નિર્ણય લેવાયો છે. ડેલાઈટ સેવિંગ અમેરિકામાં ઘડિયાળનો સમય હવામાન મુજબ એક કલાક આગળ અથવા પાછળ કરવાની વ્યવસ્થા છે. તેનો આશય ઉનાળામાં સાંજના સમયે વધુ પ્રાકૃતિક પ્રકાશનો ઉપયોગ કરવાનો છે. અમેરિકામાં સામાન્ય રીતે સમયમાં આ ફેરફાર માર્ચના બીજા રવિવાર અને નવેમ્બરના પહેલા રવિવારે કરવામાં આવે છે, જેના હેઠળ માર્ચમાં ઘડિયાળ 1 કલાક આગળ કરી દેવાય છે જ્યારે નવેમ્બરમાં ઘડિયાળ 1 કલાક પાછળ કરવામાં આવે છે.
કોમોડિટી બજારમાં હવે ટ્રેડિંગનો સમય બદલાયો
MCX અને NSEના સરક્યુલર મુજબ નોન-એગ્રી કોમોડિટીનું ટ્રેડિંગ રાતે 11.55 સુધી થઈ શકશે. નોન-એગ્રી કોમોડિટીઝમાં ગોલ્ડ, સિલ્વર, ક્રડૂ ઓઈલ, નેચરલ ગેસ અને એલ્યુમિનિયમ કોપર જેવા બેઝ મેટલ્સનો સમાવેશ થાયછે. બીજીબાજુ એગ્રી કોમોડિટીનું ટ્રેડિંગ રાતે 9 સુધી ચાલુ રહેશે. આ સાથે બધી જ ઈન્ટ્રા-ડે પોઝિશન્સ બજાર બંધ થવાની 10 મિનિટ પહેલા સ્ક્વેર ઓફ કરાશે. નવો ટાઈમિંગ આજે સોમવારથી જ લાગુ થશે અને 12 માર્ચ 2027 સુધી જળવાઈ રહેશે.
ઈક્વિટી બજારની સ્થિતિત
સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોમવારે ઘરેલુ ઈક્વિટી બજારમાં શાનદાર તેજી જોવા મળી. ઘરેલુ ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 1233 પોઈન્ટ ઊછળ્યો જ્યારે નિફ્ટી-50 પણ 387 પોઈન્ટ વધીને 23,440.80ના સ્તરે બંધ આવ્યો. બજારને આજે ઓટો કંપનીઓ અને સરકારી બેન્કો તરફથી મજબૂત સપોર્ટ મળ્યો, જેના નિફ્ટી ઈન્ડેક્સ 1-1 ટકાથી વધુ ઉછળ્યા હતા.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell_ રિલાયન્સમાં ધૂમ લેવાલીના પગલે સેન્સેક્સ 1,200 પોઇન્ટથી પણ વધુ ઉચકાયો

રિલાયન્સ 5%થી વધુ વધ્યો હોય તેવા 20માંથી 17 પ્રસંગોએ નિફ્ટીમાં વધારો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 11.64 ટકાની તેજીઃ માર્કેટ કેપિટલાઇઝેશન 17 લાખ કરોડને પાર

Opening Bell: સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો ઉછાળો; ઓટો, બેંકિંગ શેરોમાં ધૂમ તેજી

Stocks In News | 02 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 02 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી

Dividend Stocks: આવતા અઠવાડિયે 50 શેરો પર નજર રાખજો, Dividendથી Bonus અને Split સુધી મોટા ફેરફાર





