Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે
મધ્ય-પૂર્વમાં તણાવ ઘટાડવાના રાજદ્વારી પ્રયાસોથી WTI $99.42 અને બ્રેન્ટ $108.41 પર પહોંચ્યા; ભારતના ઈમ્પોર્ટ બિલ માટે રાહતની આશા.

ક્રૂડ ઓઈલના ભાવમાં સોમવારે 2 નવેમ્બરે ઘટાડો જોવા મળ્યો છે. કતાર અને ઈરાનના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી હોવાથી સોમવારે WTIથી લઈને બ્રેન્ટ ક્રૂડ સુધીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. મધ્ય-પૂર્વમાં તણાવ ખતમ કરવા માટે ચાલી રહેલા રાજદ્વારી પ્રયત્નોની અસર બજાર પર જોવા મળી રહી છે.
અમેરિકામાં ચૂંટણી પહેલા તણાવ ખતમ કરવા પ્રયાસ
આંતરરાષ્ટ્રીય ઓઈલ બજારમાં સોમવારે 2 નવેમ્બરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયામાં તણાવ હજુ પણ સંપૂર્ણપણે ખતમ નથી થયો. પરંતુ આ તણાવ ખતમ કરવા માટે રાજદ્વારી પ્રયત્નો ચાલુ છે. કતાર અને ઈરાનના અધિકારીઓ વચ્ચે સતત ત્રીજા દિવસે વાતચીત થઈ રહી છે. અમેરિકામાં યોજાનારી મધ્યવર્તિ ચૂંટણી પહેલા તણાવ ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ પ્રયત્નોના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો તેને મોંઘવારી અને વ્યાજદરોમાં વધારાની આશંકાઓને ઓછી કરતા પગલાં તરીકે જુએ છે.
સોમવારે WTI ક્રૂડનો ભાવ સવારે 9.08 કલાકે 3.03 ટકાના ઘટાડા પછી 100.972 ડોલર પ્રતિ બેરલ હતો. જ્યારે સાંજે 5.00 કલાકે આ લખાય છે ત્યારે ક્રૂડનો ભાવ 4.51 ટકા ઘટીને 99.420 ડોલરે ઉતરી ગયો છે. એ જ રીતે સવારે 9.08 કલાકે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 2.95 ટકાના ઘટાડા સાથે 110.086 ડોલર પ્રતિ બેરલ હતો જ્યારે સાંજે 5.00 કલાકે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 4.43 ટકાના ઘટાડા સાથે 108.41 ડોલરના સ્તરે પહોંચી ગયો છે.
ક્રૂડના ભાવ ગયા મહિને 9 ટકા ઊછળ્યા
ક્રૂડ ઓઈલના ભાવમાં સોમવારે ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ છેલ્લા એક મહિનામાં તેના ભાવ વિક્રમી સ્તરે પહોંચ્યા હતા. ક્રૂડનો ભાવ ગયા મહિને 9 ટકા જેટલો ઉછળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાનું સૌથી મોટું કારણ કતાર અને ઈરાનના અધિકારીઓ વચ્ચે સતત ત્રણ દિવસથી ચાલી રહેલી વાટાઘાટો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં યોજાનારી ચૂંટણી પહેલા તેઓ ઈરાન પર હુમલો નહીં કરે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે, જોકે, તેમણે ચૂંટણી પછી ઈરાન વિરુદ્ધ સૈન્ય એક્શન લેવાશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
અમેરિકામાં આ સપ્તાહે ચૂંટણી થવાની છે. આ પહેલા કરાઈ રહેલા ડિપ્લોમેટિક પ્રયત્નો સફળ નહીં થાય તો ઓઈલના ભાવમાં વધારો જોવા મળી શકે છે. ઈરાને કતાર સાથે શાંતિ વાટાઘાટો હાથ ધરવાની સાથે ચેતવણી પણ આપી છે કે અમેરિકા અથવા ઈઝરાયેલ તેના પર હુમલા કરશે તો તેઓ જવાબી કાર્યવાહી માટે તૈયાર છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ભારત પર સકારાત્મક અસર
ઓઈલના ભાવમાં ઘટાડો ભારત જેવા મોટા ઓઈલ આયાતકાર દેશો માટે રાહતની વાત છે. જોકે, હજુ પણ ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની આજુબાજુ છે, જેનાથી ભારતનું આયાત બિલ સતત વધી રહ્યું છે. જો આ ડિપ્લોમેટિક પ્રયત્નોમાં સફળ નહીં થાય તો ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ભડકો જોવા મળી શકે છે. જેની અસર ભારતમાં પણ મોંઘવારી તરીકે જોવા મળી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં

ખાંડ ઉદ્યોગમાં મીઠી તેજી! દેશભરની 107 મિલોમાં પિલાણ શરૂ , ઉત્પાદન 6.7 ગણું વધ્યું

Oil Price Hike: દિવાળી પહેલાં ફરી એકવાર સિંગતેલ થયું મોંઘું, તેલનો ડબ્બો ₹ 3,050ની સપાટીએ પહોંચ્યો

Agri Commodity: પુરવઠાની ખેંચથી ગુવારમાં તેજી, એક મહિનામાં 20% સુધી વળતર

Crude Oil અમેરિકા-ઈરાન યુદ્ધના ભયથી ક્રૂડમાં આગ, ઓક્ટોબરમાં ભાવમાં 14% સુધીનો ભડકો

તિજોરીનું સોનું હવે ઉધારીનો સહારો: બેંકોની ગોલ્ડ લોન ₹5.6 લાખ કરોડે પહોંચી





