KuberaNowLogo
Tuesday, 03/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Q2 Result: NSEનો નફો 23% વધીને ₹2,578 કરોડ, લિસ્ટિંગ બાદના પહેલા પરિણામમાં કમાણી મજબૂત

NSEએ Q2 FY27માં મજબૂત પરિણામ જાહેર કર્યા છે. સંકલિત ચોખ્ખો નફો 23% વધીને ₹2,578 કરોડ થયો છે, જ્યારે કુલ આવક 9% વધીને ₹4,554 કરોડ રહી. સપ્ટેમ્બર 2026માં શેરબજારમાં લિસ્ટિંગ બાદ NSEના આ પ્રથમ ત્રિમાસિક પરિણામો છે.

kuberanow deskPublished On : 3 Nov 2026
NSE

સપ્ટેમ્બર 2026માં શેરબજારમાં લિસ્ટ થયા બાદ NSEએ પ્રથમ વખત ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે. Q2 FY27માં ટ્રેડિંગ વોલ્યૂમમાં વધારો, ટ્રાન્ઝેક્શન ચાર્જમાંથી વધારે આવક અને ખર્ચમાં ઘટાડાને કારણે કંપનીની કમાણીમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે.


નફો ₹2,098 કરોડથી વધીને ₹2,578 કરોડ

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં NSEનો સંકલિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 23% વધીને ₹2,578 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં કંપનીનો નફો ₹2,098 કરોડ હતો. ટ્રાન્ઝેક્શન ચાર્જમાંથી થતી આવક 9% વધીને ₹3,035 કરોડ થઈ છે, જે ગયા વર્ષે ₹2,789 કરોડ હતી.


કુલ આવક ₹4,554 કરોડ

NSEની સંકલિત કુલ આવક Q2 FY27માં 9% વધીને ₹4,554 કરોડ થઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં કુલ આવક ₹4,160 કરોડ હતી. કેશ માર્કેટ અને ઇક્વિટી ઓપ્શન્સમાં વધેલા ટ્રેડિંગને કારણે ટ્રાન્ઝેક્શન આવકને ટેકો મળ્યો છે.


કેશ માર્કેટમાં 24% વૃદ્ધિ

Q2 દરમિયાન NSEના કેશ માર્કેટમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યૂમ 24% વધીને ₹1,18,377 કરોડ થયું છે. ઇક્વિટી ઓપ્શન્સમાં પ્રીમિયમ મૂલ્ય આધારિત સરેરાશ દૈનિક ટ્રેડિંગ 3% વધીને ₹47,977 કરોડ થયું, જ્યારે ઇક્વિટી ફ્યુચર્સમાં આ આંકડો ₹1,24,574 કરોડ રહ્યો.


લિસ્ટિંગ સેવાઓની આવકમાં 70% ઉછાળો

NSEને ડેટા કનેક્ટિવિટી ચાર્જમાંથી ₹267 કરોડની આવક થઈ છે. ઓપરેટિંગ રોકાણ આવક 9% વધીને ₹237 કરોડ રહી, જ્યારે ડેટા ફીડ અને ટર્મિનલ સેવાઓમાંથી આવક 43% વધીને ₹165 કરોડ થઈ. લિસ્ટિંગ સેવાઓમાંથી આવકમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો. તે 70% વધીને ₹150 કરોડ થઈ છે, જે ગયા વર્ષે ₹88 કરોડ હતી.


ખર્ચ 51% ઘટ્યો

NSEનો કુલ સંકલિત ખર્ચ વાર્ષિક ધોરણે 51% ઘટીને ₹1,161 કરોડ રહ્યો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં ખર્ચ ₹2,354 કરોડ હતો. ગયા વર્ષના Q2માં NSEએ colocation અને dark fibre મામલામાં SEBI સેટલમેન્ટ ફિ માટે ₹1,297 કરોડની જોગવાઈ કરી હતી. આ અસરને કારણે Q2 FY27માં ઓપરેટિંગ EBITDA 107% વધીને ₹3,079 કરોડ થયું છે. EBITDA માર્જિન 76% રહ્યું. EPS પણ ₹8.48થી વધીને ₹10.41 થયું છે.


Standalone નફો 16% વધ્યો

Standalone આધાર પર NSEની કુલ આવક 8% વધીને ₹3,956 કરોડ થઈ છે. ઓપરેશનમાંથી આવક 9% વધીને ₹3,567 કરોડ થઈ છે. Standalone ઓપરેટિંગ EBITDA ₹2,622 કરોડ રહ્યું અને EBITDA માર્જિન 74% નોંધાયું. Standalone ચોખ્ખો નફો 16% વધીને ₹2,164 કરોડ થયો છે, જ્યારે PAT માર્જિન 55% રહ્યું.


આ પણ વાંચો: FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ


છ મહિનામાં નફો ₹5,698 કરોડ

FY27ના પ્રથમ છ મહિનામાં NSEની સંકલિત કુલ આવક 9% વધીને ₹9,807 કરોડ થઈ છે. ઓપરેટિંગ EBITDA 45% વધીને ₹6,674 કરોડ થયું અને EBITDA માર્જિન 77% રહ્યું. H1 FY27માં સંકલિત ચોખ્ખો નફો 13% વધીને ₹5,698 કરોડ થયો છે.


સરકારની તિજોરીમાં ₹41,234 કરોડનું યોગદાન

FY27ના પ્રથમ છ મહિનામાં NSE દ્વારા સરકારની તિજોરીમાં કુલ ₹41,234 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે. તેમાં ₹34,788 કરોડ STT અને CTT, ₹2,885 કરોડ ઈન્કમ ટેક્સ, ₹1,926 કરોડ સ્ટેમ્પ ડ્યુટી, ₹1,171 કરોડ GST અને ₹464 કરોડ SEBI ફિનો સમાવેશ થાય છે.


Coal Exchangeમાં 40% સુધી હિસ્સો વેચશે

NSEના બોર્ડે તેની સંપૂર્ણ માલિકીની subsidiary National Coal Exchange of India Limitedમાં 40% સુધીનો હિસ્સો વેચવાની મંજૂરી આપી છે. આ વેચાણ એક અથવા વધુ તબક્કામાં સેકન્ડરી સેલ દ્વારા કરવામાં આવશે. અંતિમ શરતો નક્કી થયા બાદ NSE વધુ વિગતો જાહેર કરશે.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn