KuberaNowLogo
Tuesday, 03/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

ડિસેમ્બરમાં ફેડના વ્યાજદર વધારાની 73% શક્યતાથી બુલિયન પર દબાણ, હવે રોજગારના આંકડા પર બજારની નજર, તાત્કાલિક સપોર્ટ તૂટશે તો વધુ વેચવાલીનું જોખમ

desk@kuberanowPublished On : 3 Nov 2026
Gold Silveer.png
AI Generated Image

આ સપ્તાહના પહેલા દિવસે સોના અને ચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ મંગળવારે 3 નવેમ્બરે સવારે અનુમાન મુજબ ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરો વધવાની 73 ટકા સંભાવના છે, જેના પગલે સોના અને ચાંદીની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક બજાર Comex પર સોનાના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 3,928 ડોલર નજીક જ્યારે ચાંદી વાયદો પ્રતિ ઔંસ 49.355 ડોલર નજીક કારોબાર કરી રહ્યા છે. ઘરેલુ બજાર MCXમાં સોના વાયદાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,38,913 તથા ચાંદી વાયદાનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,78,512ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.


સોનાના ભાવ ગગડ્યા

સોનાના વાયદાના ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. MCX પર બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 766ના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,39,420ના ભાવે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,40,186ના સ્તરે થયો હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.91 ટકા ઘટીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,38,913ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ની સર્વોચ્ચ સપાટીને સર કરી હતી.


ચાંદીમાં પણ કડાકો

ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ સુસ્ત રહી છે. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 892ના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,82,887ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ કિલો રૂ. 1,83,779 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 2.87 ટકાના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,78,512ના સ્તરે ટ્રેડ થઈરહ્યો છે. ચાંદીના વાયદાના ભાવ આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.


વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં નરમાઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. Comex પર સોના વાયદો પ્રતિ ઔંસ 3,960.50 ડોલરના ભાવે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ રૂ. 3,969.60 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 41 ડોલર એટલે કે 1.05 ટકાના ઘટાડા સાથે 3,928 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાનો વાયદો આ વર્ષે 5,586.20 ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.


Comex પર ચાંદીના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 50.74 ડોલરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 50.88 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 1.793 ડોલર એટલે કે 3.52 ટકાના ઘટાડા સાથે 49.095ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી વાયદો આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.


સોનામાં રૂ. 1.38 લાખ ટેકારૂપ સ્તર

સોનાને હાલ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,38,640ના સ્તરે સપોર્ટ મળી રહ્યો છે. ત્યાર પછી આગામી સપોર્ટ રૂ. 1,37,090 છે. બીજીબાજુ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,130 પ્રતિકારક સ્તર છે. આ સ્તરથી ઉપર ટકી રહેતા સોનાની રિકવરી વધીને પ્રતિ 10 ગ્રામ રૂ.1 ,42,070 સુધી પહોંચી શકે છે. તેનાથી વિપરિત તાત્કાલિક સપોર્ટ તૂટતા વેચવાલીનું દબાણ વધી શકે છે.


ચાંદીને પણ હાલ પ્રતિ કિલો રૂ.1,81,100ના સ્તરે ટેકો મળી રહ્યો છે. ત્યાર પછી આગામી સપોર્ટ સ્તર રૂ.1,78,420 છે. બીજીબાજુ પ્રતિ કિલો રૂ. 1,85,570 પ્રતિકારક સ્તર છે. આ સ્તરથી ઉપર ટકી રહેતા ચાંદીની રિકવરી વધીને રૂ.1 ,87,360 સુધી પહોંચી શકે છે. તેનાથી વિપરિત તાત્કાલિક સપોર્ટ તૂટતા વેચવાલીનું દબાણ ફરી વધી શકે છે.


સોના-ચાંદીની તેજી પર ફેડનું દબાણ

અમેરિકન બોન્ડ પર વધતા યીલ્ડ રેટ અને ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં વધુ એક વધારાની આશંકાથી સોના-ચાંદીના ભાવમાં તેજી પર દબાણ બનેલું છે. એશિયન બજારોમાં અમેરિકાના 10 વર્ષના ટ્રેઝરી બોન્ડનો યીલ્ડ દર 2.1 આધાર પોઈન્ટ વધીને 4.913 ટકા થયો છે. બીજીબાજુ ડોલર ઈન્ડેક્સમાં સામાન્ય સુધારો થયો છે અને તે 101.81 પર પહોંચી ગયો છે. આ બંને ઘટનાક્રમોથી સોના અને ચાંદીમાં નવી ખરીદીની તેજી ટકવી મુશ્કેલ છે.


ફેડરલ રિઝર્વની વ્યાજદર વધારાની અસર

સોમવારે ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા તિવ્ર ઘટાડાએ મોંઘવારીની ચિંતા હળવી કરી હતી અને બુલિયન બજારને રાહત મળી હતી. જોકે, મંગળવારે સવારે સામે આવેલા અનુમાનો મુજબ ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દર વધવાની 73 ટકા સંભાવના છે. તેનાથી ખ્યાલ આવે છેકે રોકાણકારો હજુ પણ નાણાંકીય કડકાઈની અપેક્ષા રાખી રહ્યા છે.


ઉર્જાના ભાવમાં ઘટાડાથી સોના-ચાંદીને ટેકો મળ્યો છે, પરંતુ વ્યાજ આપતી સંપત્તિઓ પર વધુ રિટર્ન મળવાની સંભાવનાએ તેમની માગને મર્યાદિત કરી છે. ઓક્ટોબરમાં અમેરિકન મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓની મજબૂતી વચ્ચે હવે આગામી રોજગાર આંકડા મહત્વના રહેશે. તેનાથી ખ્યાલ આવશે કે વ્યાજદરોમાં વધારાની આશા નબળી પડે છે કે નહીં.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read