KuberaNowLogo
Tuesday, 03/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

કાશ્મીરમાં કેસરનો પાક મોડો પડ્યો છે, પરંતુ સારા ઉત્પાદનની આશાએ ગુણવત્તા પ્રમાણે ભાવમાં કિલોએ ₹10 હજારથી ₹40 હજારનો ઘટાડો થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 25 નવેમ્બર સુધીમાં નવા માલની આવક થવાની ધારણા છે. દિવાળીની ઘરાકી પણ આશરે 20% વધી છે.

kuberanow deskPublished On : 3 Nov 2026
Kashmir Saffron
Kashmir SaffronAI Image

Kashmir Saffron: કાશ્મીરના પાંપોર જિલ્લામાં પલટાયેલા હવામાનનાં કારણે પ્રખ્યાત કેસરનો પાક એક મહિનો મોડો પડ્યો છે. જો કે બદલાયેલા હવામાનનાં કારણે ઉતારા વધવાના અને પાક વધવાના અહેવાલ આવ્યા છે. જેના કારણે કેસરના ભાવમાં કિલો દીઠ 10 હજાર થી 40 હજાર રુપિયા સુધીનો ઘટાડો થયો છે. દિવાળીના તહેવારોમાં કેસરની ઘરાકીમાં 20 ટકા જેટલો વધારો થયો છે.

 

શ્રીનગર સ્થિત કેસરના હોલસેલ વેપારી અને ભારતના વિવિધ રાજ્યોના સપ્લાયર નુરદીન આઝાદે જણાવ્યું હતું કે સામાન્ય રીતે નવરાત્રીમાં નવા માલની આવકો થતી હોય છે પરંતુ આ વખતે  હવામાન બદલાવાના કારણે ફૂલો મોડા બન્યા હોવાથી કેસર ચૂંટવાનું કામ હાલમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે. આગામી 15મી નવેમ્બરે કાશ્મીરના બજારોમાં નવી સિઝનનું કેસર ઉપલબ્ધ થશે અને 25મી નવેમ્બર સુધીમાં ગુજરાત તથા મહારાષ્ટ્રના બજારોમાં પહોંચવાની ધારણા છે.

 

હાલમાં કાશ્મીરમાં જે સેમ્પલ આવી રહ્યા છે તેના ભાવ લચ્છાનાં કિલો દીઠ 1.65 લાખ, મોગરાના 2.50 લાખ બોલાય છે. હજુ કિશ્તેવારની આવકો શરૂ થઇ નથી પરંતુ તેના ભાવ કિલો દીઠ 2.75 લાખ ખુલવાનું અનુમાન છે. આ સિઝનમાં કાશ્મીરમાં પાંચ થી છ લાખ ટન કેસરનો પાક થવાનો અંદાજ મુકાયો છે. જ્યારે દેશના અન્ય વિસ્તારોનું મળીને અન્ય એક ટનનું ઉત્પાદન આવશે.

 

Kashmir Saffron


મુંબઇ ડ્રાયફ્રુટ એસોસિએસનનાં ખજાનચી અને વાશી એપીએમસી બજારનાં સૂકામેવાનાં હોલસેલ વેપારી રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું કે જૂના સ્ટોકની અછતના કારણે કેસરના ભાવ સતત વધી રહ્યા હતા. પરંતુ બદલાયેલા હવામાનથી પાકનું ચિત્ર પણ બદલાયું છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે હવે પાંપોર વિસ્તારમાં 80 થી 100 ટકા પાક આવશે. તેથી ભાવમાં ગુણવત્તા પ્રમાણે કિલો દીઠ 10 હજાર થી 40 હજાર રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે આગામી બે સપ્તાહ અતિ મહત્વના છે જો હવામાન બદલાય તો પાક ઘટી પણ શકે છે.

 

ભારતના કેસરના કુલ ઉત્પાદનમાં 90 ટકા જેટલો હિસ્સો કાશ્મીરનો હોય છે. કાશ્મીરમાં આ વખતે પાંચ થી છ ટન કેસર પાકવાનું અનુમાન છે. ભારતમાં ખાસ કરીને ઇરાનથી કેસરની આયાત થાય છે. મથકોએ ઇરાની કેસરની નવી સિઝન જાન્યુઆરી મહિનામાં શરૂ થશે અને મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં આવકો શરૂ થશે.


આ પણ વાંચો: તિજોરીનું સોનું હવે ઉધારીનો સહારો: બેંકોની ગોલ્ડ લોન ₹5.6 લાખ કરોડે પહોંચી


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn