KuberaNowLogo
Tuesday, 03/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સોનું મોંઘું થતાં દાણચોરો સક્રિય! 3 વર્ષમાં ગેરકાયદે આયાતમાં 1500%નો વિક્રમી ઉછાળો

સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારી 15% કરાયા બાદ ગેરકાયદે આયાતમાં મોટો ઉછાળો, જુલાઈ-સપ્ટેમ્બર 2026માં ગેરકાયદે આવ્યું 50 ટન સોનું, સરકાર સામે ટેક્સ અને દાણચોરી રોકવાનો પડકાર.

kuberanow deskPublished On : 3 Nov 2026
Gold Improt.png
AI Generated Image

ભારતમાં સોનાની આયાત ડ્યુટી વધવાની અસર હવે સોનાના ગેરકાયદે કારોબાર પર જોવા મળી રહી છે. સરકાર તરફથી ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવતા સોનાની દાણચોરીમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના રિપોર્ટ મુજબ જુલાઈ-સપ્ટેમ્બર 2026 સુધીમાં ભારતમાં સોનાની ગેરકાયદે આયાત વધીને 50 મેટ્રિક ટન થઈ ગઈ, જે ગયા વર્ષે સમાન સમયમાં માત્ર 3 ટન હતી. આમ સોનાની ગેરકાયદે આયાતમાં 1,500 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. તે પાછલા ત્રણ વર્ષમાં સોનાની ગેરકાયદે આયાતનું સૌથી ઊંચું સ્તર છે. રિપોર્ટમાં અપાયેલા આંકડા કન્સલટન્સી કંપની મેટલ્સ ફોક્સના અંદાજ પર આધારિત છે.


કિંમતી ધાતુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારી 15 ટકા કરાઈ

સરકારે 13 મે 2026ના રોજ સોના અને ચાંદી પર આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી હતી. તેનો આશય કિંમતી ધાતુઓની આયાત ઘાટડવાનો, વેપાર ખાધ પર નિયંત્રણ રાખવાનો અને ફોરેન એક્સચેન્જ પર દબાણ ઘટાડવાનો હતો. સંશોધિત ઈમ્પોર્ટ ડ્યુટીમાં 10 ટકા બેસિક કસ્ટમ ડ્યુટી અને 5 ટકા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસનો સમાવેશ થાય છે. જોકે, ડ્યુટી વધવાથી સત્તાવાર અને બિનસત્તાવાર બજાર વચ્ચે કિંમતોનું અંતર વધી ગયું. આ અંતરનો લાભ ઉઠાવી દાણચોરો કસ્ટમ ડ્યુટી ચૂકવ્યા વિના ભારતમાં સોનું પહોંચાડી રહ્યા છે.


50 ટન પહોંચી સોનાની ગેરકાયદે આયાત, ગયા વર્ષે માત્ર 3 ટન હતી

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિરના આંકડા મુજબ જુલાઈ-સપ્ટેમ્બર 2026માં ગેરકાયદે ચેનલો મારફત ભારતમાં 50 ટન સોનું પહોંચ્યું. તેની સરખામણીમાં જુલાઈ-સપ્ટેમ્બર 2025માં આ આંકડો માત્ર 3 ટન હતો. આમ એક વર્ષમાં સોનાની ગેરકાયદે આયાતમાં 1500 ટકાનો ઊછાળો આવ્યો હોવાનું મનાય છે. આ આંકડો બતાવે છે કે ટેક્સમાં વધારા પછી ગેરકાયદે સોનાનો કારોબાર તિવ્ર ગતિએ વધ્યો છે.


સરકારને થઈ રૂ. 10,463 કરોડની કસ્ટમ ડ્યુટીની આવક

સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી વધાર્યા પછી સરકારને કિંમતી ધાતુઓની આયાતમાંથી જંગી કમાણી થઈ છે. નાણામંત્રાલય મુજબ 13 મેથી 2 ઓગસ્ટ 2026 વચ્ચે સોનું, ચાંદી અને પ્લેટિમની આયાત પર કુલ રૂ. 10,463 કરોડની કસ્ટમ ડ્યુટી એકત્ર થઈ હતી. તેમાં એકલા સોનાથી જ રૂ. 10,040 કરોડ, ચાંદીથી રૂ. 328 કરોડ અને પ્લેટિનમથી રૂ. 95 કરોડ મળ્યા હતા.


100 ટનથી વધુ હોઈ શકે છે કિંમતી ધાતુની દાણચોરી

આ પહેલા જૂન 2026માં મીડિયા રિપોર્ટમાં ઉદ્યોગ સંબંધિત કારોબારીઓ અને નિષ્ણાતોને ટાંકીને અંદાજ વ્યક્ત કરાયો હતો કે સમગ્ર 2026માં ભારતમાં સોનાની દાણચોરી 100 ટનથી વધુ હોઈ શકે છે. તે સમયે 100 ટન સોનાનું અંદાજિત મુલ્ય અંદાજે 14.35 અબજ ડોલર જણાવાયું હતું. તેનાથી સરકારને અંદાજે 2.65 અબજ ડોલરની ઈમ્પોર્ટ ડ્યુટી અને વેચાણ કરનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.


જ્વેલરી કારોબાર પર પણ થઈ રહી છે અસર

સોનાની દાણચોરી વધવાથી કાયદેસરના ઈમ્પોર્ટર, બેન્કો અને રિફાઈનરી કંપનીઓના કારોબાર પર દબાણ વધી રહ્યું છે. ગેરકાયદે બજારમાં મળનારા સસ્તા સોનાના કારણે કાયદાકીય રીતે આયાત કરાયેલા સોનાની માગ પર અસર થઈ રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ ઈમ્પોર્ટ ડ્યુટી વધ્યા પછી મે 2026માં ઘરેલુ સોનાના ભાવમાં સત્તાવાર લેન્ડેડ કિંમતથી અંદાજે 150 ડોલર પ્રતિ ઔંસ સુધી નીચે ડિસ્કાઉન્ટ પર કારોબાર થઈ રહ્યો હતો.


સરકાર સામે બેવડો પડકાર

ભારત દુનિયામાં સોનાના સૌથી મોટા ગ્રાહકોમાંથી એક છે અને ઘરેલુ માગનો મોટો હિસ્સો આયાત મારફત પૂરો કરવામાં આવે છે. એવામાં સરકાર સામે એક તરફ ફોરેન એક્સચેન્જની બચત અને વેપાર ખાધને નિયંત્રિત કરવાનો પડકાર છે, તો બીજી તરફ સોનાની દાણચોરી અને ટેક્સ ચોરી રોકવી પણ જરૂરી છે. નિષ્ણાતો મુજબ ઈમ્પોર્ટ ડ્યુટી અને ઘરેલુ આંતરરાષ્ટ્રીય કિંમતો વચ્ચે અંતરને સંતુલ કરવી જરૂરી છે. એવું નહીં થતા ગેરકાયદે કારોબારને વધુ પ્રોત્સાહન મળી શકે છે. ભારતમાં સોના પર ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કર્યા પછી ગેરકાયદે આયાતમાં 1,500 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ તે સરકાર માટે ચિંતાનો વિષય છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર ટેક્સ નીતિમાં ફેરફાર કર્યા વિના સોનાની દાણચોરી પર અસરકારક નિયંત્રણ લાવી શકશે?


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn