"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર
Disney પોતાના વાર્ષિક ખર્ચમાં 20% સુધીનો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપનીના વિવિધ વિભાગોમાં સ્ટાફ ઘટાડવાની શક્યતા છે.કંપની બચત થયેલા નાણાંને ફિલ્મ-ટીવી પ્રોગ્રામિંગ, ટેક્નોલોજી, થીમ પાર્ક અને ક્રૂઝ બિઝનેસ જેવા ક્ષેત્રોમાં લગાવવા માંગે છે.

Disney: વિશ્વની મોટી એન્ટરટેનમેન્ટ કંપની Disney ફરી એકવાર ખર્ચ ઘટાડવાની મોટી યોજના પર કામ કરી રહી છે. કંપની પોતાના વાર્ષિક ખર્ચમાં 20% સુધીનો ઘટાડો કરવાના વિકલ્પો શોધી રહી છે. આ પ્રક્રિયામાં વિવિધ વિભાગોમાં સ્ટાફ ઘટાડવાની શક્યતા છે અને તેના કારણે હજારો કર્મચારીઓની નોકરી પર સંકટ ઊભું થયું છે. જોકે, કંપનીએ હજુ સુધી છટણીની ચોક્કસ સંખ્યા કે તેની તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.
મેનેજર્સને ખર્ચ ઘટાડવાનો ટાર્ગેટ
Bloombergના અહેવાલ અનુસાર, Disneyએ કેટલાક મેનેજર્સને તેમના વિભાગોના વાર્ષિક ખર્ચમાં 20% સુધી બચત કરવાના રસ્તા શોધવા માટે કહ્યું છે. આ ટાર્ગેટ હાંસલ કરવા માટે કંપની કર્મચારીઓની સંખ્યા ઘટાડવા ઉપરાંત અન્ય ઓપરેશનલ ખર્ચમાં પણ કાપ મૂકી શકે છે. Disneyના વિવિધ બિઝનેસ પર આ કાપની અસર એકસરખી નહીં હોય અને કેટલાક વિભાગો પર તેની અસર વધુ જોવા મળી શકે છે.
બચતના પૈસા ક્યાં ખર્ચાશે?
Disneyનો હેતુ માત્ર ખર્ચ ઘટાડવાનો નથી. કંપની બચત થયેલા નાણાંને એવા બિઝનેસમાં લગાવવા માંગે છે જ્યાં ભવિષ્યમાં વૃદ્ધિની વધુ શક્યતા છે. રિપોર્ટ અનુસાર, આ બચતનો ઉપયોગ ફિલ્મ અને ટીવી પ્રોગ્રામિંગ, નવી ટેક્નોલોજી, થીમ પાર્કના વિસ્તરણ અને ક્રૂઝ શિપ બિઝનેસમાં રોકાણ માટે થઈ શકે છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં તેના Adjusted Earnings Per Share (EPS)માં ડબલ-ડિજિટ વૃદ્ધિ હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ કારણે ખર્ચ પર નિયંત્રણ કંપનીની વ્યૂહરચનાનો મહત્વનો ભાગ બન્યું છે.
Entertainment Industry પર વધતું દબાણ
Disney જેવી કંપનીઓ માટે ખર્ચ ઘટાડવાનું મુખ્ય કારણ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બદલાતું બિઝનેસ મોડલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં Netflix, Sony Pictures Entertainment, Paramount અને Warner Bros. જેવી કંપનીઓમાં પણ નોકરીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંપરાગત ટેલિવિઝનથી થતી આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ, Streaming Platforms પર નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાવાની ગતિ પણ ધીમી પડી છે.
દર્શકોની બદલાતી પસંદગીથી પડકાર
આજે દર્શકોનો સમય પરંપરાગત ટેલિવિઝન ઉપરાંત Social Media અને Online Video Platforms તરફ પણ ઝડપથી ખસ્યો છે. આ બદલાવથી મીડિયા અને એન્ટરટેનમેન્ટ કંપનીઓ માટે સ્પર્ધા વધુ કઠિન બની છે. Amazon અને Apple જેવી ટેક્નોલોજી કંપનીઓ પણ પોતાના Streaming Platforms સાથે આ માર્કેટમાં સક્રિય છે. આવી સ્થિતિમાં Disney માટે ખર્ચ ઘટાડીને વધુ નફાકારક બિઝનેસને મજબૂત કરવો મહત્વપૂર્ણ બની રહ્યો છે.
આ પણ વાંચો: ગળપણ છોડ્યું, ઘૂંટડો નહીં! ભારતીયોમાં વધ્યો 'Zero-Sugar' ડ્રિંક્સનો ક્રેઝ
આ પણ જુઓ:
Also Read

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા

Coal Production: કોમર્શિયલ ખાણોનું ઉત્પાદન 11.3% વધ્યું, કોલસાની આયાતમાં ઘટાડો

ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી ઉછાળા વચ્ચે સરકારી કંપનીઓએ માર્જિનમાં ધમધોકાર સુધારો કરીને નફો કર્યો

કોલ્ડ ડ્રિંક માર્કેટમાં Campaનો દબદબો! 6 મહિનામાં ₹5,250 કરોડની આવક





