KuberaNowLogo
Thursday, 05/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

ગુજરાત સરકારે GEPCની સ્થાપનાને મંજૂરી આપી. MSME, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા માર્કેટિંગ, ફાઇનાન્સ, ટેક્નોલોજી અને જિલ્લા આધારિત Export Plan પર ફોકસ રહેશે.

kuberanow deskPublished On : 5 Nov 2026
 Gujarat Export
Gujarat GEPCAI Generated Image

ગુજરાત સરકારે રાજ્યની નિકાસ વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC)ની સ્થાપનાને મંજૂરી આપી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ બનનારી આ વિશેષ હેતુવાળી સંસ્થા (SPV) રાજ્યના MSME, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક બજાર સુધી પહોંચવામાં મદદ કરશે.


એક જ પ્લેટફોર્મ પર નિકાસ માટે માર્ગદર્શન

GEPC દ્વારા નિકાસકારોને માર્કેટિંગ, બિઝનેસ કન્સલ્ટન્સી, મેન્ટરિંગ, આંતરરાષ્ટ્રીય નિયમો, સર્ટિફિકેશન અને માર્કેટ ઇન્ટેલિજન્સ જેવી સેવાઓ આપવાનું આયોજન છે. ઉદ્યોગસાહસિકોની ક્ષમતા વધારવા માટે તાલીમ, વર્કશોપ અને સેમિનાર પણ યોજાશે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને વિદેશી બજારની માંગ, નિકાસ પ્રક્રિયા અને જરૂરી પ્રમાણપત્રોની જાણકારી મેળવવામાં મદદ મળશે.


જિલ્લા સ્તરે બનશે Export Plan

GEPCની સૌથી મહત્વપૂર્ણ કામગીરીમાં District Export Promotion Plan તૈયાર કરવાનો સમાવેશ થાય છે. દરેક જિલ્લામાં કયા ઉત્પાદનોની નિકાસની વધુ સંભાવના છે, ઉત્પાદન ક્ષમતા કેટલી છે અને કયા આંતરરાષ્ટ્રીય બજારોમાં માંગ છે તેનું વિશ્લેષણ કરવામાં આવશે. આ માટે જિલ્લા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (DEPC) અને અન્ય પ્રાદેશિક સંસ્થાઓ સાથે મળીને કામગીરી કરવામાં આવશે. આથી ગુજરાતના સ્થાનિક ઉત્પાદનોને સીધા વૈશ્વિક બજાર સાથે જોડવાનો પ્રયાસ થશે.


‘Made in Gujarat’ને વૈશ્વિક બ્રાન્ડ બનાવવાનો પ્રયાસ

GEPC ગુજરાતમાં બનેલા ઉત્પાદનોનું આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવા માટે પણ કામ કરશે. વિદેશી બજારોમાં ગુજરાતના ઉત્પાદનો અંગે જાગૃતિ વધારવા માટે વિશેષ અભિયાન હાથ ધરાશે. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, મરીન પ્રોડક્ટ્સ, એગ્રો-પ્રોસેસ્ડ ફૂડ, જેમ્સ-જ્વેલરી, ટેક્સટાઇલ, ગાર્મેન્ટ્સ, એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ જેવા ક્ષેત્રોને આ પહેલથી ફાયદો થઈ શકે છે.


AI અને Blockchainનો પણ થશે ઉપયોગ

નિકાસ પ્રક્રિયાને આધુનિક બનાવવા GEPC દ્વારા AI, Blockchain, Digitisation અને Industry 4.0 જેવી ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે જ ગ્રીન ટેક્નોલોજી, પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો અને આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય ધોરણોનું પાલન કરીને ટકાઉ નિકાસને પણ પ્રોત્સાહન મળશે. નિકાસકારોને ટેસ્ટિંગ, સર્ટિફિકેશન, ટ્રેડ ફાઇનાન્સ, વીમા, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સંબંધિત સહયોગ આપવાની પણ યોજના છે.


આયાત પર નિર્ભરતા ઘટાડવા પણ ધ્યાન

GEPC માત્ર નિકાસ વધારવા સુધી મર્યાદિત નહીં રહે. આયાત આધારિત મહત્વપૂર્ણ ક્ષેત્રોની ઓળખ કરીને સ્થાનિક વિકલ્પો વિકસાવવા માટે ઉત્પાદકોને ટેક્નિકલ, નાણાકીય અને સલાહકારી સહયોગ આપવામાં આવશે.


રાજ્ય સરકારની સંપૂર્ણ માલિકીની કંપની

3 નવેમ્બર 2026ના ઠરાવ અનુસાર GEPCની સ્થાપના Companies Act, 2013ની કલમ 8 હેઠળ બિનનફાકારક Private Limited Company તરીકે થશે. તેનું રજિસ્ટર્ડ કાર્યાલય ગાંધીનગરમાં રહેશે. કંપનીની પ્રારંભિક અધિકૃત અને Paid-up Capital ₹1 લાખ રાખવામાં આવી છે. GEPCની 100% શેર મૂડી રાજ્ય સરકારના અધિકૃત નોમિનીઓ મારફતે રાજ્યપાલના નામે રાખવામાં આવશે. Mકંપનીના બોર્ડમાં ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ 15 સભ્યો રહેશે. મુખ્ય સચિવ બોર્ડના અધ્યક્ષ અને ઉદ્યોગ કમિશનર Managing Director તરીકે કામગીરી સંભાળશે.


ગુજરાતના ઉદ્યોગો માટે કેમ મહત્વનું?

GEPCથી નિકાસકારો, MSME અને સ્ટાર્ટઅપ્સને અલગ-અલગ સરકારી વિભાગો અને સંસ્થાઓ વચ્ચે દોડધામ કરવાને બદલે એક સંકલિત પ્લેટફોર્મ મળી શકે છે. જિલ્લા સ્તરની ઉત્પાદન ક્ષમતાને વૈશ્વિક બજાર સાથે જોડવા અને ‘Made in Gujarat’ને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવા માટે આ પહેલ મહત્વપૂર્ણ બની શકે છે.


આ પણ વાંચો: ભારતની Visa System થશે સરળ! કેટેગરી 13થી ઘટાડી 9 કરવાની તૈયારી


આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

CNG

દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

bus

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

Gujarat

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

bus

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ