KuberaNowLogo
Saturday, 07/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

એકવાર ચાર્જ કરો, 711 કિમી ચલાવો! Mercedesની નવી ઇલેક્ટ્રિક SUV ભારતમાં લોન્ચ

Mercedes-Benzએ ભારતમાં નવી GLC Electric SUV લોન્ચ કરી છે, જેની શરૂઆતની કિંમત ₹78.5 લાખ છે. કંપનીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 1,000થી વધુ બુકિંગ મળી ચૂક્યાં છે અને તેની બુકિંગ માર્ચ 2027 સુધી ફુલ થઈ ગઈ છે.

kuberanow deskPublished On : 7 Nov 2026
Mercedes-Benz
Mercedes GLC ElectricAI Generated Image

Mercedes-Benzએ ભારતમાં નવી Mercedes GLC Electric SUV લોન્ચ કરી છે. તેની કિંમત ₹78.5 લાખ એક્સ-શોરૂમથી શરૂ થાય છે. ખાસ વાત એ છે કે આ ઇલેક્ટ્રિક SUVનું ભારતમાં જ એસેમ્બલિંગ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ, GLC Electricને અત્યાર સુધી 1,000થી વધુ બુકિંગ મળી ચૂક્યાં છે અને તેની બુકિંગ માર્ચ 2027 સુધી ફુલ થઈ ગઈ છે. ગ્રાહકોને તેની ડિલિવરી દિવાળી આસપાસ મળવાની અપેક્ષા છે.


39.1 ઇંચની Hyperscreen અને પ્રીમિયમ ફીચર્સ

Mercedes GLC Electricમાં 39.1 ઇંચની મોટી Hyperscreen આપવામાં આવી છે, જે સમગ્ર ડેશબોર્ડ પર ફેલાયેલી છે. કારમાં પેનોરમિક ગ્લાસ રૂફ, એમ્બિયન્ટ લાઇટિંગ, બે વાયરલેસ ચાર્જર અને 15-સ્પીકર 3D Burmester સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં AI ફીચર્સ પણ મળે છે. સેફ્ટી માટે Level 2 ADAS, 8 કેમેરા, 5 રડાર, 360-ડિગ્રી કેમેરા, ઓટો પાર્કિંગ આસિસ્ટ અને 9 એરબેગ્સ આપવામાં આવ્યા છે. આગળની સીટમાં હીટિંગ અને મસાજ ફંક્શન પણ મળે છે.


Mercedes-Benz


94kWh બેટરી અને 490hp પાવર

ભારતમાં Mercedes GLC Electricને 400 4Matic વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં 94kWh બેટરી આપવામાં આવી છે, જે આગળ અને પાછળની બે ઇલેક્ટ્રિક મોટરને પાવર આપે છે. બંને મોટર મળીને 490hpની પાવર અને 800Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ, SUV 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ માત્ર 4.3 સેકન્ડમાં પકડી શકે છે. તેની WLTP સર્ટિફાઇડ રેન્જ 711 કિમી છે.


10 મિનિટમાં 300 કિમીની રેન્જ ચાર્જ

GLC Electricમાં 22kW AC ચાર્જર સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે. જ્યારે 330kW DC ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરવામાં આવે ત્યારે માત્ર 10 મિનિટમાં 300 કિમીની ડ્રાઇવિંગ રેન્જ ચાર્જ કરી શકાય છે. ડિઝાઇનની વાત કરીએ તો કારમાં 914 પિક્સલ લાઇટિંગ એલિમેન્ટ્સ ધરાવતી ખાસ ફ્રન્ટ ગ્રિલ છે. ભારતીય મોડલમાં AMG સ્ટાઇલિંગ પેક સ્ટાન્ડર્ડ છે, સાથે 20 ઇંચના એલોય વ્હીલ અને સ્પોર્ટી ફ્રન્ટ તથા રિયર બમ્પર મળે છે.


આ પણ વાંચો: NPSના રોકાણકારો ધ્યાન આપો! 1 ડિસેમ્બરથી લાગુ થશે આ નવા નિયમો

આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

maruti wagonr discounts november 2026 offers price mileage

સ્વિફ્ટ પણ પાછળ રહી ગઈ! ₹4.99 લાખની આ મારુતિ કાર પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

best diwali new car buying

દિવાળીએ નવી કાર ખરીદવી છે? ₹10 લાખથી ઓછા બજેટમાં આ 3 કાર છે બેસ્ટ, ખરીદતાં પહેલાં જાણો

tata motor

EV માર્કેટમાં Tata Motorsનો દબદબો! વેચાણમાં 75%નો જંગી વધારો

TOYOTA

Toyota Innova Hycross Facelift: 12.3-ઇંચ ડ્યુઅલ સ્ક્રીન, Wi-Fi અને 360° કેમેરા સાથે નવા અવતારમાં ઈનોવાની એન્ટ્રી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ?

TATA SAFARI

Tata Safari EV: જાન્યુઆરી 2027માં આવી શકે ટાટાની EV સફારી, 600Kmથી વધુ રેન્જ સાથે અનેક ફીચર્સ

Royal Enfield

Royal Enfield Classic 650 Hypershift લોન્ચ, પ્રકાશ પ્રમાણે બદલશે રંગ

BS VII Norms

BS-VII Emission Rulesનો મોટો ફેરફાર: કારથી ટ્રક સુધી નવા પ્રદૂષણ ધોરણોનો પ્રસ્તાવ, ઓટો કંપનીઓના ખર્ચ વધી શકે

Tesla Flying Car

Tesla Flying Car: હવે હવામાં ઉડશે ટેસ્લા! Roadster 2થી ઓટો માર્કેટમાં ખળભળાટ