Toyota Innova Hycross Facelift: 12.3-ઇંચ ડ્યુઅલ સ્ક્રીન, Wi-Fi અને 360° કેમેરા સાથે નવા અવતારમાં ઈનોવાની એન્ટ્રી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ?
ભારતમાં Toyota Innova Hycross Facelift લોન્ચ થાય તે પહેલાં ઇન્ડોનેશિયામાં તેનું અપડેટેડ વર્ઝન Kijang Innova Zenix લોન્ચ થઈ ગયું છે. નવા મોડલમાં 12.3-ઇંચ ટચસ્ક્રીન, 12.3-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઇન-કાર Wi-Fi, 360-ડિગ્રી કેમેરા અને ડેશકેમ જેવા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ભારતમાં Innova Hycross Facelift 26 નવેમ્બરે લોન્ચ થવાની અપેક્ષા છે.

Toyota પોતાની લોકપ્રિય MPV Innova Hycrossના facelift મોડલને ભારતીય બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે. ભારતમાં લોન્ચ પહેલાં કંપનીએ ઇન્ડોનેશિયામાં આ જ મોડલના અપડેટેડ વર્ઝન Kijang Innova Zenixને લોન્ચ કરી દીધું છે. આ મોડલમાં ખાસ કરીને ઇન્ટીરિયર અને ટેક્નોલોજી ફીચર્સમાં મોટા અપડેટ આપવામાં આવ્યા છે, જેના કારણે ભારતીય મોડલમાં મળનારા સંભવિત ફીચર્સની પણ ઝલક મળી રહી છે.
ઇન્ડોનેશિયામાં કેટલી છે કિંમત?
Toyota-Astra Motorએ ઇન્ડોનેશિયામાં અપડેટેડ Kijang Innova Zenix રજૂ કરી છે. V Hybrid Type ટ્રિમની કિંમત IDR 517 મિલિયન, એટલે કે આશરે ₹27.05 લાખથી શરૂ થાય છે. જ્યારે G Hybrid Typeની કિંમત IDR 475 મિલિયન, એટલે કે લગભગ ₹24.87 લાખ રાખવામાં આવી છે. આ કિંમતો Jakartaની ઓન-રોડ પ્રાઈઝ છે.
12.3-ઇંચની ડ્યુઅલ સ્ક્રીન સૌથી મોટું અપડેટ
નવી Innova Zenixના ઇન્ટીરિયરમાં સૌથી મોટો ફેરફાર તેના ડિસ્પ્લેમાં જોવા મળે છે. હવે તેમાં 12.3-ઇંચનું મોટું touchscreen infotainment system આપવામાં આવ્યું છે. Hybrid variantમાં 12.3-ઇંચ TFT digital instrument cluster પણ આપવામાં આવ્યું છે. Petrol V અને G trimsમાં 7-ઇંચનું TFT instrument cluster મળે છે. નવું infotainment display dashboardથી થોડું બહાર નીકળેલું છે, જે જૂના મોડલથી અલગ લુક આપે છે.
કારમાં મળશે Wi-Fi
નવા infotainment systemમાં in-car Wi-Fiની સુવિધા પણ આપવામાં આવી છે. તેના કારણે કારમાં મુસાફરી કરતા મુસાફરોને ઈન્ટરનેટ કનેક્ટીવિટી મળી શકશે. આ ફિચર ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન ઉપયોગી બની શકે છે.
360-ડિગ્રી કેમેરા અને ડેશકેમ
સેફ્ટી અને convenienceમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અપડેટેડ Innova Zenixમાં હવે 360-degree કેમેરા આપવામાં આવ્યો છે, જેના કારણે ડ્રાઈવરને કારની આસપાસનો વ્યૂ સરળતાથી મળી શકે છે. તે ઉપરાંત ડ્યુલ કેમેરા ડેસકેમ સાથે DVR ફંક્શન પણ આપવામાં આવ્યું છે. આ સિસ્ટમ કારની આગળ અને પાછળની એક્ટિવિટી રેકોર્ડ કરવામાં મદદ કરે છે.
Driver seat અને ORVMમાં પણ અપડેટ
નવા મોડલમાં electrically adjustable driver seat, power folding ORVMs અને updated telematics system પણ આપવામાં આવ્યા છે. જોકે આ તમામ ફિચર્સ દરેક વેરિયન્ટમાં ઉપલબ્ધ નહીં હોય અને ટ્રીમ અનુસાર તેમાં ફેરફાર થઈ શકે છે.
Modellista વર્ઝનમાં અલગ લુક
Toyotaએ V Hybrid Type પર આધારિત Modellista version પણ રજૂ કર્યું છે. આ વેરિયન્ટમાં front splitters, side body cladding અને ખાસ ડિઝાઈનવાળા સાઈડ સ્ટેપ્સ આપવામાં આવ્યા છે. આ ફેરફારોને કારણે MPVને વધુ સ્પોર્ટી અને પ્રીમિયમ લૂક મળે છે.
કેટલાક જૂના ફીચર્સ હટાવાયા
નવી Innova Zenixમાં કેટલાક જૂના ફિચર્સ હટાવવામાં પણ આવ્યા છે. Rear-seat entertainment system અને વાયરલેસ ચાર્જર હવે નવા મોડલમાં આપવામાં આવ્યા નથી. એટલે કંપનીએ નવા ટેક્નોલોજી ફિચર્સ ઉમેરતાં કેટલાક જૂના ઈક્વિપમેન્ટ દૂર કર્યા છે.
ભારતમાં પણ મળી શકે આ જ ફીચર્સ
ઇન્ડોનેશિયામાં લોન્ચ થયેલું મોડલ ભારત માટે મહત્વનું છે, કારણ કે ભારતમાં પણ Innova Hycross Facelift આવવાની તૈયારી છે. ભારતીય મોડલમાં પણ 12.3-ઇંચ ટચસ્ક્રીન, 12.3-ઇંચ digital instrument cluster, in-car Wi-Fi, dashcam અને 360-degree કેમેરા જેવા ફિચર્સ મળી શકે તેવી અપેક્ષા છે. Electrically adjustable driver seat અને power-folding ORVMs પણ ભારતીય મોડલનો ભાગ બની શકે છે.
એન્જિનમાં મોટો ફેરફાર નહીં
ઇન્ડોનેશિયન Innova Zenixમાં mechanical setupમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં અગાઉની જેમ 2.0-litre, 4-cylinder naturally aspirated petrol engine આપવામાં આવ્યું છે. તે ઉપરાંત સેલ્ફ ચાર્જિગ હાઈબ્રિડ સિસ્ટમનો વિકલ્પ પણ મળે છે. ભારતમાં આવનારી Innova Hycross Faceliftમાં પણ હાલના પેટ્રોલ અને હાઈબ્રિડ પાવરટ્રેન ચાલુ રહેવાની અપેક્ષા છે. ફ્લેક્સ ફ્યુલ કેપેબિલીટી ઉમેરાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજી થઈ નથી.
26 નવેમ્બરે ભારતમાં લોન્ચ થવાની અપેક્ષા
Toyota Innova Hycross Facelift ભારતમાં 26 નવેમ્બર 2026ના રોજ લોન્ચ થવાની અપેક્ષા છે. ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલા મોડલમાં exterior changes જોવા મળ્યા છે, જ્યારે ઇન્ડોનેશિયામાં લોન્ચ થયેલી Innova Zenix પરથી તેના ઈન્ટીરીયર અને ફિચર અપગ્રેડનો અંદાજ મળે છે.
Also Read

Tata Safari EV: જાન્યુઆરી 2027માં આવી શકે ટાટાની EV સફારી, 600Kmથી વધુ રેન્જ સાથે અનેક ફીચર્સ

Royal Enfield Classic 650 Hypershift લોન્ચ, પ્રકાશ પ્રમાણે બદલશે રંગ

BS-VII Emission Rulesનો મોટો ફેરફાર: કારથી ટ્રક સુધી નવા પ્રદૂષણ ધોરણોનો પ્રસ્તાવ, ઓટો કંપનીઓના ખર્ચ વધી શકે

Tesla Flying Car: હવે હવામાં ઉડશે ટેસ્લા! Roadster 2થી ઓટો માર્કેટમાં ખળભળાટ

CNG માર્કેટમાં Mahindraની એન્ટ્રી, ₹9.99 લાખથી શરૂ થશે નવી XUV 3XO

બાઈક લેવાનો વિચાર કરી રહ્યા છો? તો આવી ગઈ છે TVSની ધમાકેદાર બાઈક; કિંમત માત્ર ₹67,100થી શરૂ

કાર ખરીદનારાઓ જલસા કરો! નવી ડસ્ટર પર મળી રહી છે ₹2.74 લાખની બમ્પર છૂટ




