હિંદુસ્તાન ઝિંકની રૂ. 80,000 કરોડના જંગી વિસ્તરણ આયોજનની જાહેરાત
હિંદુસ્તાન ઝિંકે સોમવારે રૂ. 80,000 કરોડનાં જંગી વિસ્તરણ આયોજનની જાહેરાત કરી છે. કંપની આગામી ત્રણથી પાંચ વર્ષની વચ્ચે કરવામાં આવનારા આ જંગી રોકાણની મદદથી તેની મેટલ ઉત્પાદન ક્ષમતા વર્તમાન 1.1 MTPAની ક્ષમતા વિસ્તારીને 20 લાખ ટન સુધી લઈ જશે

હિંદુસ્તાન ઝિંકે સોમવારે રૂ. 80,000 કરોડનાં જંગી વિસ્તરણ આયોજનની જાહેરાત કરી છે. કંપની આગામી ત્રણથી પાંચ વર્ષની વચ્ચે કરવામાં આવનારા આ જંગી રોકાણની મદદથી તેની મેટલ ઉત્પાદન ક્ષમતા વર્તમાન 1.1 MTPAની ક્ષમતા વિસ્તારીને 20 લાખ ટન સુધી લઈ જશે, એમ કંપનીએ તેના HZL 2.0 ગ્રોથ પ્રોગ્રામમાં જણાવ્યું હતું.
પ્રસ્તાવિત વિસ્તરણના લીધે કંપનીની ઉત્પાદન ક્ષમતામાં એક MTPAનો ઉમેરો થશે. કંપનીના આ આયોજનમાં દેબારી ખાતે કંપનીના 2,65,000 ટનની ક્ષમતા ધરાવતા ઝિંક સ્મેલ્ટર યુનિટનો પણ સમાવેશ થાય છે. આ પ્લાન્ટ 2028-29ના બીજા ક્વાર્ટરમાં શરૂ થાય તેમ મનાય છે.
કંપની આ ઉપરાંત આગામી ત્રણથી પાંચ વર્ષમાં તેની સ્મેલ્ટિંગ ક્ષમતામાં 700 કેટીપીએનો ઉમેરો કરે તેમ માનવામાં આવે છે. તેની ઝિંક સ્મેલ્ટરની ક્ષમતા વધારીને 5000 કેપીટીએ અને લીડ સ્મેલ્ટરની ક્ષમતા વધારીને 200 કેપીટીએ કરવામાં આવનારી છે.

કંપનીના આ ક્ષમતા વિસ્તરણના કાર્યક્રમમાં વર્ષે 700 ટનની ક્ષમતા ધરાવતી નવી સિલ્વર રીફાઇનરીનો સમાવેશ થશે. તેના પગલે કંપનીનું ચાંદીનું કુલ ઉત્પાદન 800 ટનથી વધીને 1,500 ટન થશે. પ્રસ્તાવિત રોકાણ આયોજનોમાં નવા ઝિંક અને સ્મેલ્ટર યુનિટનો સમાવેશ થાય છે. તેમા ખાણના અને મિલિંગ ફેસિલિટીઝના વિસ્તરણનો સમાવેશ થાય છે.
હિંદુસ્તાન ઝિંક વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક છે. તે ભારતના ઝિંક માર્કેટમાં 74 ટકા હિસ્સો ધરાવે છે. તે 40થી પણ વધુ દેશોના ગ્રાહકોને પુરવઠો પૂરો પાડે છે. ઝિંકની માંગમાં વધારો થવાના પગલે કંપની આ વિસ્તરણ કાર્યક્રમ હાથ ધરી રહી છે. સ્ટીલ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરમાં તેના વપરાશમાં વધારો થયો છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

લોન્ચ પહેલાં જ ચર્ચામાં આવ્યો આ નવો સ્માર્ટફોન, જાણો શું હશે ખાસ

Sun Pharma: Organonનાં સોદા માટે $4 અબજની લોનની તૈયારી, પાંચ મોટી બેંકો જોડાશે

Patanjali Foodsની આવકમાં જોરદાર ઉછાળો, છ મહિનામાં ₹22,660 કરોડની આવક

યસ બેન્કે રૂ. 8,415 કરોડની માંડવાળના સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ સામે કરી રીવ્યુ પીટીશન

Reliance Group Stocks: ₹9,067 કરોડનું રોકાણ, MTFમાં RIL પ્રથમ અને Jio Platforms બીજા સ્થાને

IDBI પાસે વૈશ્વિક પહોંચ ધરાવતી શ્રેષ્ઠ ભારતીય 'યુનિવર્સલ બેંક' બનવાની ક્ષમતાઃ FairFax

Q2 Result: Vodafone Ideaની ખોટ 8% વધીને ₹5,975 કરોડ, આવક 6.2% વધી ₹11,884 કરોડ





