KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Patanjali Foodsની આવકમાં જોરદાર ઉછાળો, છ મહિનામાં ₹22,660 કરોડની આવક

Patanjali Foodsએ સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા Q2 અને H1 FY27માં મજબૂત નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે. કંપનીએ H1 FY27માં અત્યાર સુધીનું સૌથી વધુ ₹22,660.03 કરોડનું રેવન્યુ નોંધાવ્યું. FMCG, એડિબલ ઓઇલ અને પામ ઓઇલ પ્લાન્ટેશન બિઝનેસે કંપનીના પ્રદર્શનને મજબૂતી આપી છે.

kuberanow deskPublished On : 14 Nov 2026
Patanjali Foods
Patanjali Foods RevenueAI Generated Image

Patanjali Foods Revenue: Patanjali Foodsએ 30 સપ્ટેમ્બર 2026ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટર અને પ્રથમ છમાસિકના અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ H1 FY27માં ₹22,660.03 કરોડનું રેવન્યુ નોંધાવ્યું છે, જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ 22.06% વધુ છે. કંપનીના જણાવ્યા અનુસાર FMCG, એડિબલ ઓઇલ અને પામ ઓઇલ પ્લાન્ટેશન બિઝનેસે આ પ્રદર્શનને મજબૂતી આપી છે.


Q2 FY27માં રેવન્યુ ₹11,322.58 કરોડ

Q2 FY27માં કંપનીનું ઓપરેશનમાંથી રેવન્યુ ₹11,322.58 કરોડ રહ્યું, જે ગયા વર્ષની સમાન ત્રિમાસિકના ₹9,798.84 કરોડની સરખામણીએ 15.55%ની વૃદ્ધિ દર્શાવે છે. ક્વાર્ટર દરમિયાન FMCG બિઝનેસનું રેવન્યુ ₹2,923.48 કરોડ રહ્યું. કુલ આવકના આધારે EBITDA ₹509.55 કરોડ, જ્યારે FMCG EBITDA ₹221.33 કરોડ રહ્યો. કંપનીનો ગ્રોસ પ્રોફિટ ₹1,439.14 કરોડ રહ્યો અને ગ્રોસ પ્રોફિટ માર્જિન 12.62% રહ્યું. અસાધારણ આઇટમ્સને બાદ કરતાં ઓપરેટિંગ EBITDA ₹425.63 કરોડ અને તેનો માર્જિન 3.76% રહ્યો. PBT એટલે કે કર પહેલાંનો નફો ₹409.02 કરોડ રહ્યો, જેનો માર્જિન 3.59% હતો. કંપનીને નિકાસમાંથી ₹29.09 કરોડ અને વિન્ડ ટર્બાઇન પાવર જનરેશનમાંથી ₹10.63 કરોડની આવક પણ મળી.


FMCG બિઝનેસમાં કયા સેગમેન્ટે કેટલું કર્યું?

કંપનીના કુલ ઓપરેશનલ રેવન્યુમાં FMCG બિઝનેસનો હિસ્સો 25.50% અને કુલ EBITDAમાં તેનો હિસ્સો 45.04% રહ્યો. Q2 FY27માં બિસ્કિટ બિઝનેસનું રેવન્યુ ₹638.31 કરોડ રહ્યું, જેમાં 27.69%ની વૃદ્ધિ નોંધાઈ. તેનો EBITDA માર્જિન 11.91% રહ્યો. H1 FY27માં બિસ્કિટ બિઝનેસનું રેવન્યુ ₹1,198.45 કરોડ રહ્યું. કંપનીના આશરે ₹1,300 કરોડના 'દૂધ બિસ્કિટ' બ્રાન્ડે આ ક્વાર્ટરમાં લગભગ ₹475 કરોડનું રેવન્યુ મેળવ્યું. Consumer Staples સેગમેન્ટનું Q2 FY27 રેવન્યુ ₹838.84 કરોડ, જ્યારે H1 FY27માં કુલ રેવન્યુ ₹1,949.06 કરોડ રહ્યું. Nutrela એટલે કે સોયા પ્રોડક્ટ્સનું Q2 રેવન્યુ ₹185.56 કરોડ રહ્યું અને વેચાણમાં 16.40%ની વૃદ્ધિ નોંધાઈ. Beveragesનું Q2 રેવન્યુ ₹21.19 કરોડ અને H1 FY27નું રેવન્યુ ₹59.18 કરોડ રહ્યું. Ghee બિઝનેસે Q2માં ₹306.34 કરોડ અને H1 FY27માં ₹525.42 કરોડનું રેવન્યુ નોંધાવ્યું. Home & Personal Care સેગમેન્ટનું Q2 રેવન્યુ ₹713.88 કરોડ રહ્યું, જેમાં 11.06%ની વૃદ્ધિ થઈ. તેમાં Dental Care ₹378.15 કરોડ, Skin Care ₹187.50 કરોડ, Home Care ₹91.07 કરોડ અને Hair Care ₹55.45 કરોડનો સમાવેશ થાય છે.


એડિબલ ઓઇલ બિઝનેસે નોંધાવ્યું રેકોર્ડ રેવન્યુ

Patanjali Foodsના એડિબલ ઓઇલ બિઝનેસે અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક રેવન્યુ નોંધાવ્યું. Q2 FY27માં આ બિઝનેસનું રેવન્યુ 22.39% વધીને ₹8,532.25 કરોડ થયું. આ સેગમેન્ટનો EBITDA ₹256.22 કરોડ રહ્યો અને EBITDA માર્જિન 3.00% રહ્યું. પામ ઓઇલ પ્લાન્ટેશનમાંથી પણ કંપનીને ક્વાર્ટર દરમિયાન ₹742.29 કરોડનું રેવન્યુ મળ્યું. 30 સપ્ટેમ્બર 2026 સુધી કુલ 1,27,265 હેક્ટર વિસ્તારમાં પામ ઓઇલની ખેતી થઈ રહી હતી.


H1 FY27માં પણ FMCGનું મજબૂત યોગદાન

ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ છમાસિકમાં FMCG બિઝનેસનું રેવન્યુ ₹5,861.23 કરોડ રહ્યું. આ સમયગાળા દરમિયાન કુલ EBITDA ₹1,057.38 કરોડ અને FMCG EBITDA ₹410.85 કરોડ રહ્યો. અસાધારણ આઇટમ્સને બાદ કરતાં ઓપરેટિંગ EBITDA ₹969.03 કરોડ રહ્યો અને તેનો માર્જિન 4.28% હતું. H1 FY27માં PBT ₹862.36 કરોડ અને તેનો માર્જિન 3.79% રહ્યો. કંપનીના CEO સંજીવ આસ્થાનાના જણાવ્યા અનુસાર, એડિબલ ઓઇલ બ્રાન્ડ્સ, પામ ઓઇલ પ્લાન્ટેશન અને FMCG બિઝનેસે મજબૂત પ્રદર્શન કર્યું છે. દૂધ બિસ્કિટ, Nutrela, સૌંદર્ય અને દંત કાંતિ જેવા બ્રાન્ડ્સમાં વૃદ્ધિ ચાલુ રહી છે. કંપનીને તહેવારોની સીઝનની શરૂઆત અને આગામી લગ્નની સીઝનને ધ્યાનમાં રાખીને આગળ પણ બિઝનેસમાં સારી ગતિની અપેક્ષા છે. કંપનીનું આગામી ધ્યાન પ્રીમિયમ પ્રોડક્ટ્સનું વેચાણ વધારવા અને ઓપરેશનને વધુ મજબૂત બનાવવા પર રહેશે.


આ પણ વાંચો: કલાકોની સફર હવે મિનિટોમાં: 16 નવેમ્બરથી Namo Bharat નો નવો રૂટ શરૂ


આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Yes Bank

યસ બેન્કે રૂ. 8,415 કરોડની માંડવાળના સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ સામે કરી રીવ્યુ પીટીશન

Reliance Group Stocks

Reliance Group Stocks: ₹9,067 કરોડનું રોકાણ, MTFમાં RIL પ્રથમ અને Jio Platforms બીજા સ્થાને

IDBI Bank

IDBI પાસે વૈશ્વિક પહોંચ ધરાવતી શ્રેષ્ઠ ભારતીય 'યુનિવર્સલ બેંક' બનવાની ક્ષમતાઃ FairFax

VI

Q2 Result: Vodafone Ideaની ખોટ 8% વધીને ₹5,975 કરોડ, આવક 6.2% વધી ₹11,884 કરોડ

Editing - News - Payload

Adani Groupનો ₹23,500 કરોડનો મોટો ફંડિંગ પ્લાન, જાણો ક્યાં થશે ઉપયોગ

Reliance Investment in coal gasification

Reliance Investment: આંધ્ર પ્રદેશમાં ₹43,000 કરોડના કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટની યોજના, 40,000 રોજગારીની સંભાવના

Noel Tata Retires as Tata Investment Chairman Bahram Vakil Next

Tata Group News: નોએલ ટાટાએ છોડ્યું ચેરમેન પદ, જાણો કોને મળી ટાટા ઇન્વેસ્ટમેન્ટની કમાન

IOB

IOBના શેરમાં 4%થી વધુનો ઉછાળો, ₹5,000 કરોડ ઊભા કરવાની તૈયારીથી વધ્યું રોકાણકારોનું ધ્યાન