KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

કલાકોની સફર હવે મિનિટોમાં: 16 નવેમ્બરથી Namo Bharat નો નવો રૂટ શરૂ

દિલ્હી-મેરઠ કોરિડોર પર 16 નવેમ્બરથી પીક અવર્સ દરમિયાન 8 નવી ફાસ્ટ Namo Bharat ટ્રેન સેવા શરૂ થશે. આ ટ્રેનો માત્ર 5 સ્ટેશને રોકાશે. નવી સેવા શરૂ થયા બાદ આનંદ વિહારથી ગાઝિયાબાદનું અંતર માત્ર 8 મિનિટમાં અને સમગ્ર દિલ્હી-મેરઠ કોરિડોર 50 મિનિટથી ઓછા સમયમાં પૂર્ણ કરી શકાશે.

kuberanow deskPublished On : 14 Nov 2026
Namo Bharat
Namo Bharat Fast TrainsAI Generated Image

Namo Bharat Fast Trains: દિલ્હી-મેરઠ રૂટ પર રોજ મુસાફરી કરતા લોકો માટે મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. NCRTC 16 નવેમ્બરથી પીક અવર્સ દરમિયાન 8 વધારાની ફાસ્ટ Namo Bharat ટ્રેન સેવા શરૂ કરશે. આ લિમિટેડ-સ્ટોપ ટ્રેનોના કારણે આનંદ વિહારથી ગાઝિયાબાદની મુસાફરીનો સમય ઘટીને માત્ર 8 મિનિટ થઈ જશે. સમગ્ર દિલ્હી-મેરઠ કોરિડોર પણ 50 મિનિટથી ઓછા સમયમાં કવર કરી શકાશે.


ફાસ્ટ Namo Bharat ટ્રેન માત્ર 5 સ્ટેશને રોકાશે

NCRTCના જણાવ્યા અનુસાર, નવી ફાસ્ટ સેવાઓનો હેતુ દિલ્હી-મેરઠ કોરિડોર પર મુસાફરોનો સમય બચાવવાનો છે.


આ ટ્રેનો માત્ર પાંચ મુખ્ય સ્ટેશનો પર રોકાશે:

- સરાય કાલે ખાં

- આનંદ વિહાર

- ગાઝિયાબાદ

- બેગમપુર

- મોદીપુરમ


નવી સેવા બાદ આનંદ વિહારથી બેગમપુરનું અંતર 36 મિનિટમાં, જ્યારે ગાઝિયાબાદથી બેગમપુરનું અંતર માત્ર 28 મિનિટમાં પૂર્ણ થશે.


નિયમિત Namo Bharat સેવા પણ ચાલુ રહેશે

આ 8 વધારાની ફાસ્ટ ટ્રેનો હાલની નિયમિત Namo Bharat સેવાઓ ઉપરાંત ચલાવવામાં આવશે. એટલે કે નિયમિત ટ્રેન સેવાની ફ્રીક્વન્સી પર તેની અસર નહીં પડે. નિયમિત Namo Bharat ટ્રેનો પહેલાની જેમ દર 10 મિનિટના અંતરે ઉપલબ્ધ રહેશે.


સવારે અને સાંજે પીક અવર્સમાં સેવા

મુસાફરોની વધુ ભીડને ધ્યાનમાં રાખીને બંને ટર્મિનલ સ્ટેશન—સરાય કાલે ખાં અને મોદીપુરમ—થી સવારે અને સાંજે ફાસ્ટ ટ્રેનો દોડશે.

સવારના સમયમાં: બંને ટર્મિનલ પરથી સવારે 8:00 વાગ્યે અને 8:30 વાગ્યે ટ્રેન દોડશે. બંને દિશામાં બે-બે ટ્રેન મળીને કુલ ચાર સેવા રહેશે.

સાંજના સમયમાં: બંને ટર્મિનલ પરથી સાંજે 6:00 વાગ્યે અને 6:30 વાગ્યે ટ્રેન રવાના થશે. આ રીતે સાંજના પીક અવર્સમાં પણ કુલ ચાર વધારાની સેવા રહેશે.


રોજ 1.1 લાખ મુસાફરો કરે છે મુસાફરી

આ કોરિડોર પર હાલમાં દરરોજ આશરે 1.1 લાખ મુસાફરો મુસાફરી કરે છે. Namo Bharat સિસ્ટમે અત્યાર સુધીમાં 5 કરોડ પેસેન્જર ટ્રિપ્સનો આંકડો પણ પાર કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ માસિક રાઇડરશિપ 32 લાખથી વધુ રહી છે. વધારાની ફાસ્ટ ટ્રેન સેવા શરૂ કરવાનો હેતુ દિલ્હી-NCRમાં વધતા વાયુ પ્રદૂષણ વચ્ચે લોકોને ખાનગી વાહનોની જગ્યાએ જાહેર પરિવહન તરફ પ્રોત્સાહિત કરવાનો અને રસ્તાઓ પર ટ્રાફિકનું દબાણ ઘટાડવાનો પણ છે.


મુસાફરોએ ફાસ્ટ અને નિયમિત સેવા વચ્ચે ધ્યાન રાખવું

NCRTCએ મુસાફરોને સલાહ આપી છે કે ટ્રેનમાં ચઢતા પહેલાં ફાસ્ટ અને નિયમિત Namo Bharat સેવા વચ્ચેનો તફાવત જાણી લે. મુસાફરોએ સ્ટેશન પરના ડિસ્પ્લે બોર્ડ ધ્યાનથી જોવા અને પ્લેટફોર્મ પર થતી અનાઉન્સમેન્ટ સાંભળવા સલાહ આપવામાં આવી છે.



આ પણ વાંચો: NTC 1.0: અમદાવાદમાં ટ્રેડર્સનો મહાકુંભ, શેરબજારની રણનીતિ પર થશે મંથન

આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

suv

SUV માર્કેટમાં બદલાયો ટ્રેન્ડ: હવે ડીઝલ નહીં, CNG બની પહેલી પસંદ

CAR

કેબ રેન્ટલના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, માત્ર 5 કારથી શરૂ કરી શકાશે બિઝનેસ, મુસાફરોને મળશે વધુ વિકલ્પો!

TRAI

સ્પામ કોલ કરનારાઓની હવે ખેર નહીં! TRAI એ કાપ્યા 1.24 લાખ કનેક્શન

Ramayana Film

Ramayana Box Office: 'રામાયણ'ને તહેવારોએ આપ્યો વેગ, ભારતમાં નેટ કલેક્શન ₹630 કરોડને પાર

Mumbai Property Market

દિવાળીમાં રિયલ એસ્ટેટ માર્કેટે તોડ્યા રેકોર્ડ, 11 દિવસમાં 3,683 ઘરોનું રજિસ્ટ્રેશન

Ayushman Bharat Yojana 112 Diseases Private Hospital Ban

Ayushman Bharat: આયુષ્માન કાર્ડ ધારકોને ઝટકો, 112 રોગોની સારવાર ખાનગી હોસ્પિટલમાં બંધ

Bank Holidays

Bank Holidays: 16થી 22 નવેમ્બરે ક્યાં બંધ રહેશે બેન્કો? શાખાએ જતાં પહેલાં ચકાસો રજાઓની યાદી

Air India

Air India Advisory: અમેરિકા જવાના છો? એરપોર્ટ નીકળતાં પહેલાં ચકાસો ફ્લાઇટનું સ્ટેટસ