KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Crude Oil Report : ક્રૂડ ઓઈલના બજારમાં માગ કરતાં સપ્લાય વધશે, શું ભાવમાં બોલાશે કડાકો

IEAના અંદાજ મુજબ 2027માં દૈનિક સપ્લાય 10.81 કરોડ બેરલ સુધી પહોંચશે, જ્યારે વધતા ઉત્પાદનથી બજારમાં વધારાનો જથ્થો રહેવાની શક્યતા. OPEC+નું વધેલું ઉત્પાદન, ખાડી દેશોમાંથી નિકાસ અને ઈમરજન્સી રિઝર્વમાંથી 7.1 કરોડ બેરલ ઓઈલ બજારમાં આવવાથી સપ્લાય વધશે.

kuberanow deskPublished On : 14 Nov 2026
Crude.png
AI Generated Image

દુનિયાનું ક્રૂડ ઓઈલ બજાર આ વર્ષે ચોથા ક્વાર્ટરમાં સરપ્લસની સ્થિતિમાં પાછું ફરી શકે છે તેવો દાવો આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી (IEA)એ તેના માસિક રિપોર્ટમાં કર્યો છે. તેનો અર્થ એ છે કે દુનિયામાં જેટલા ઓઈલની જરૂર હશે તેનાથી વધુ ઓઈલ બજારમાં ઉપલબ્ધ હશે. એજન્સી મુજબ ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે દુનિયામાં ક્રૂડ ઓઈલનો સપ્લાય સરેરાશ 10.5 કરોડ બેરલ પ્રતિ દિન રહી શકે છે. આ અંદાજિત માગ કરતા 17 લાખ બેરલ પ્રતિ દિવસ વધુ છે.


ખાસ વાત એ છે કે આ પહેલા IEAએ ચોથા ક્વાર્ટરમાં ઓઈલનો સપ્લાય માગ કરતાં ઓછો રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. હવે એજન્સીએ તેનો અંદાજ બદલી નાંખ્યો છે. IEAએ તેના રિપોર્ટમાં કહ્યુંકે, ઈરાન યુદ્ધ શરૂ થયા પછી પહેલી વખત દુનિયામાં ઓઈલનો સપ્લાય માગ કરતાં વધુ થઈ રહ્યો છે. તેનાથી ઓઈલ બજારમાં સંતુલન પાછું ફરવાના પ્રારંભિક સંકેત મળી રહ્યા છે.


ખાડી દેશોમાંથી ફરી વધી ઓઈલની નિકાસ

ઓઈલનો સપ્લાય વધવાનું એક મોટું કારણ ખાડી દેશોમાંથી નિકાસમાં સુધારો છે. ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધ શરૂ થયા બાદથી ખાડી દેશોમાંથી ઓઈલની નિકાસ વ્યાપક અસર થઈ હતી. જોકે, હવે ઓઈલ ઉત્પાદક દેશો નિકાસ વધારવા માટે હોર્મુઝની ખાડી સિવાયના અન્ય માર્ગો અને પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ કેટલાક ઓઈલ ટેન્કર હોર્મુઝની ખાડીમાંથી પસાર થતી હવખતે તેમના ટ્રેકિંગ સિગ્નલ બંધ કરી રહ્યા છે. આવું હુમલાથી બચવા માટે કરવામાં આવી રહ્યું છે. આ રીતને ‘ડાર્ક ક્રોસિંગ’ કહેવામાં આવે છે. દરમિયાન OPEC+ દેશોએ ઓક્ટોબરમાં દૈનિક 4.123 કરોડ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કર્યું, જે સપ્ટેમ્બરની સરખામણીમાં દૈનિક અંદાજે 20.4 લાખ બેરલ વધુ છે. આ આંકડો યુદ્ધ પહેલા ફેબ્રુઆરીના ઉત્પાદનના 97 ટકા જેટલો છે.


ઈમરજન્સી રિઝર્વમાંથી 7.1 કરોડ બેરલ ઓઈલ આવશે

IEAએ તેના સભ્ય દેશોને ઈમરજન્સી ઓઈલ ભંડારમાંથી બજારમાં જારી કરવામાં આવનારા ઓઈલની માહિતી આપી છે. એજન્સી મુજબ માર્ચમાં કરાયેલા વિક્રમી ઓઈલ રિલીઝના નિર્ણય હેઠળ ફેબ્રુઆરીના અંત સુધીમાં 7.1 કરોડ બેરલ ઓઈલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં 1.5 કરોડ બેરલ ડીઝલનો પણ સમાવેશ થાય છે. ડીઝલનો સપ્લાય વધારવાનો આશય બજારમાં તેની અછત અને ભાવ પર દબાણ ઘટાડવાનો છે.


મોંઘા ઓઈલના કારણે દુનિયામાં માગ ઘટી

IEA મુજબ આ વર્ષે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે દુનિયામાં તેની માગ પણ ઓછી રહી છે. એજન્સીનું માનવું છે કે 2026માં દુનિયાની ઓઈલ માગ 27 લાખ બેરલ પ્રતિ દિવસ ઘટીને 10.23 કરોડ બેરલ પ્રતિ દિવસ રહી શકે છે. જોકે, 2027માં માગમાં ફરી સુધારો આવવાનો અંદાજ છે. તે વર્ષે દુનિયામાં ઓઈલની માગ અંદાજે 20 લાખ બેરલ પ્રતિ દિવસ વધી શકે છે.


અમેરિકા, કેનેડા અને બ્રાઝીલમાંથી પણ વધશે ઓઈલનો સપ્લાય

ક્રૂડ ઓઈલનો સપ્લાય વધારવામાં OPEC+ દેશો સિવાય અન્ય દેશોની પણ મહત્વની ભૂમિકા રહેશે. IEA મુજબ અમેરિકા, કેનેડા, બ્રાઝિલ, આર્જેન્ટિના અને ગુયાનામાંથી પણ આ વર્ષે ઓઈલનું ઉત્પાદન 17 લાખ બેરલ પ્રતિ દિવસ વધી શકે છે. વર્ષ 2027માં દુનિયાનો કુલ ઓઈલ સપ્લાય વધીને પ્રતિ દિવસ 10.81 કરોડ બેરલ પહોંચવાનો અંદાજ છે. તેમાં ખાડી દેશોમાંથી ઓઈલ ઉત્પાદનમાં થતી આગળની રિકવરીની મોટી ભૂમિકા હશે. જોકે, 2027માં સપ્લાય વધવાનો નવો અંદાજ ગયા મહિનાના રિપોર્ટની સરખામણીમાં 11 લાખ બેરલ પ્રતિ દિવસ ઓછો છે. તેનું કારણ ઈરાનના ઓઈલ ઉત્પાદન અંગે અંદાજમાં કરાયેલો કાપ છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold And Silver Prices Today Nov 14 City Wise Retail Rates

Gold Silver Rate Today: 14 નવેમ્બરે અમદાવાદ સહિત દેશના મોટા શહેરોમાં શું છે સોના-ચાંદીના ભાવ

Pulse Stock.png

Pulses Stock : દાળોના સંગ્રાહખોરો પર સરકારની લાલ આંખ, દર સપ્તાહે આપવો પડશે સ્ટોકનો હિસાબ

Gold Silver Price Forecast 2027 IBJA Prediction India

સોના-ચાંદીના ભાવમાં તેજીનો ભડકો: 2027 સુધીમાં સોનું 1.88 લાખ અને ચાંદી 5 લાખને પાર પહોંચશે!

Govt Tightens Sugar Mill Stock Limit Rules Quota Cut Alert

ખાંડ મિલોની મનમાની પર લાગશે લગામ: કેન્દ્ર સરકારે જાહેર કર્યા સ્ટોક અને વેચાણના કડક નિયમો

Sugar Quota

Sugar Quota: નવેમ્બરમાં 26 લાખ ટન ખાંડની ફાળવણી, નવા ઉત્પાદનના વેચાણને પણ છૂટ; ભાવની તેજીને બ્રેક

GOLD

Gold-Silver Buying: ધનતેરસ-દિવાળીમાં સોનાની ખરીદીનો જોરદાર ક્રેઝ, ભારતીયોએ ₹72,000 કરોડનું 52 ટન સોનું ખરીદ્યું

Crude Oil 13.png

Crude Oil Price: બ્રેન્ટ ક્રૂડ $95ની નજીક, ભારતના પેટ્રોલ-ડીઝલ પર શું થશે અસર?

Gold Silver13.png

Gold Silver Price Today: સોનું ચમક્યું જ્યારે ચાંદીમાં વેચવાલી