ટાટા ટ્રસ્ટનો મોટો માસ્ટર પ્લાન! દેશમાં ખોલશે 50 નોટ ફોર પ્રોફિટ હોસ્પિટલ
નોએલ ટાટાના નેતૃત્વમાં ટાટા ટ્રસ્ટ્સ 40થી 50 હોસ્પિટલનું નેટવર્ક ઊભું કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જ્યાં ચૂકવણી કરી શકતા દર્દીઓની આવકથી જરૂરિયાતમંદ દર્દીઓની સારવારને સહારો મળશે.

ભારતના સૌથી મોટા ધર્માર્થ સંગઠન ટાટા ટ્રસ્ટે દેશના સ્વાસ્થ્ય ક્ષેત્ર અને પરોપકારી કાર્યો માટે એક અત્યંત મહત્વાકાંક્ષી યોજનાનું માળખું રજૂ કર્યું છે. ટ્રસ્ટ્સ હવે 40થી 50 નોટ ફોર પ્રોફિટ જનરલ હોસ્પિટલોનું એક વિશાળ નેટવર્ક તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ અનોખા મોડેલની સૌથી વિશેષ બાબત એ છે કે તેમાં સારવારનો ખર્ચ આપી શકે તેવા દર્દીઓના માધ્યમથી એવા લોકોની સારવારને ફંડ કરાશે જેઓ તેમની સારવારનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ છે.
ટ્રસ્ટના વાર્ષિક રિપોર્ટ 2025-26 મુજબ સામાજિક અને પરોપકારી કામોમાં રૂ. 1,556.31 કરોડનો ખર્ચ કરાયો, જે અગાઉના વર્ષ કરતાં 72 ટકા વધુ છે. કારોબારી વર્ષ 2024-25માં ટ્રસ્ટે 902.32 કરોડનો ખર્ચ કર્યો હતો. રતન ટાટાના નિધન પછી ઓક્ટોબર 2024માં નોએલ ટાટાના ચેરમેન બન્યા પછી આ તેમનું પહેલું પૂર્ણ કારોબારી વર્ષ છે. ટ્રસ્ટના વાર્ષિક રિપોર્ટ મુજબ આ સમય દરમિયાન સંસ્થાગત દાન અને સીધા પ્રોજેક્ટ પર ખર્ચ 80 ટકા વધીને રૂ. 1,353.32 કરોડ થઈ ગયો જ્યારે વ્યક્તિઓને અપાયેલું દાન 36 ટકા વધીને રૂ. 202.99 કરોડ થયું હતું.
નાણાં ખર્ચ કરવાના બદલે પરિણામ પર વધુ ધ્યાન અપાશે : નોએલ ટાટા
ટાટા ટ્રસ્ટ્સના વાર્ષિક રિપોર્ટ 2025-26માં ચેરમેન નોએલ ટાટાએ સ્પષ્ટ કર્યું કે, જૂથ માત્ર ટકાઉ જાહેર સંસ્થાઓનું નિર્માણ જ નહીં કરે પરંતુ તેના કામનું આકલન માત્ર ખર્ચ કરવામાં આવેલી રકમથી નહીં પરંતુ માપી શકાય તેવા પરિણામોના આધારે કરશે. વાર્ષિક રિપોર્ટમાં પત્ર મારફત નોએલ ટાટાએ અનેક મહત્વપૂર્ણ વાતો શૅર કરી.
તેમણે કહ્યું કે, હવે એ પૂછવું પર્યાપ્ત નથી કે ટ્રસ્ટે કેટલું યોગદાન આપ્યું છે. એ સાબિત કરવું પડશે કે તેમના કામથી ખરેખર શું પરિવર્તન આવ્યું છે અને શું તે લાંબા સમય સુધી ટકી રહેશે? ગુણવત્તા પર ભાર મૂકતા તેમણે કહ્યું, પરોપકારને માત્ર લાભાન્વિત લોકોની સંખ્યા અથવા ખર્ચ કરવામાં આવેલી રકમની ગણતરીથી આગળ લઈ જવું પડશે. સર્વશ્રેષ્ઠ બનતા પહેલા સૌથી મોટા બનવાના પ્રયત્નનું પરિણામ કદાચ જ સારું હોય છે. ટાટા ટ્રસ્ટ્સે 2026-2031 માટે તેની પંચવર્ષીય સ્વાસ્થ્ય રણનીતિની રૂપરેખા તૈયાર કરી છે, જેના હેઠળ લગભગ 75 બ્લોક્સમાં 25 લાખ લોકોને ટાર્ગેટ કરાશે અને 100થી વધુ જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત કરાશે.
કેન્સર કેર અને મેડિકલ ક્રાઈસિસમાં સતત સહાય
નોએલ ટાટાએ કહ્યું કે ટ્રસ્ટ ગંભીર તબીબી સંકટનો સામનો કરી રહેલા પરિવારોને મદદ આપવાનું ચાલુ રાખશે. સાથે જ વિતરિત કેન્સર સારસંભાળનો વિસ્તાર કરાશે, જેથી સારવાર લોકોના રહેવાના સ્થળની નજીક પહોંચી શકે. નાણાકીય વર્ષ 2025-26માં કેન્સર કેર કાર્યક્રમોની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પાડી હતી.
દેશની પ્રતિભાઓને રોકવા માટે સંસ્થાન નિર્માણ પર ફોકસ
નોએલ ટાટાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પ્રતિભાશાળી યુવાન ભારતીયો મોટાભાગે એવી તકો શોધવામાં દેશ છોડી દે છે જે તેમને પોતાના ઘરમાં નથી મળતી. ભારતને એવી પ્રતિભાઓને નીખારવા માટે વધુ સંસ્થાનોની જરૂર છે. ટાટા ટ્રસ્ટ્સે ભૂતકાળમાં રાષ્ટ્રીય મહત્વની અનેક સંસ્થાઓ જેમ કે IISc, TIFR અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ શરૂ કરી છે. આગળ પણ આવું કરતું રહેશે. આ જવાબદારીને શૅર કરવા માટે ટ્રસ્ટ્સ અન્ય પરોપકારી સંગઠનો અને સમાન વિચારધારાવાળા જૂથો સાથે ભાગીદારી પણ કરી શકે છે.
ભારતીય પરોપકારમાં પરિવર્તન
નોએલ ટાટાએ રતન ટાટા પછી ટાટા ટ્રસ્ટ્સના અધ્યક્ષનું પદ સંભાળ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં પરોપકારનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. ઉદ્યોગસાહસિકોની નવી પેઢી સામાજિક કારણોમાં વધુ મહત્વાકાંક્ષા લાવી રહી છે. એવામાં જૂના અને સ્થાપિત સંસ્થાઓનોએ પ્રભાવશીલતા અને જવાબદારીના ઊંચા માપદંડો સાથે તેનો જવાબ આપવો પડશે. ટાટા ટ્રસ્ટ્સ સામૂહિકરૂપે ટાટા સન્સમાં 66 ટકાની ભાગીદારી ધરાવે છે, જે સમૂહની સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓની હોલ્ડિંગ કંપની છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Yes Bankનો Q2 નફો 65% ઉછળ્યો, રોકાણકારોની નજર હવે શેર પર

ICICI Bankના બીજા ક્વાર્ટરના સ્વતંત્ર ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 20.1 ટકાનો વધારો

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં Q2 ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 21.1 ટકા વધારો

HDFC Bankનો ચોખ્ખો નફો 4.7 ટકા વધી રૂ. 19,510 કરોડ થયો

IDBI Bankનો Q2 નફો 39% ઘટ્યો, પરંતુ NIIમાં 29%નો જોરદાર વધારો

Q2 Result: Axis Bankનો Q2 નફો 38% વધ્યો, આવકમાં પણ વૃદ્ધિ

ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝના Q2 પરિણામો: નફામાં અંદાજ કરતાં વધુ 68%નો ઉછાળો





