KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ક્રૂડ ઓઈલમાં મોટો ઊછાળો, બ્રેન્ટ 106 ડોલરને સ્પર્શી પાછું ફર્યું, ભારત પર શું થશે અસર?

સ્ટોક માર્કેટમાં કડાકા વચ્ચે બ્રેન્ટ ક્રૂડનો ભાવ અંદાજે 103 ડોલરથી માત્ર એક કલાકમાં જ ઊછળીને 106 ડોલર નજીક પહોંચ્યો, સપ્લાય અટકવાનો ડર ફરી વધતા મોંઘવારીનું જોખમ વધ્યું

KuberaNow
desk@kuberanowPublished On : 24 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Crude Oil Brent Price
AI Generated Image

સ્ટોક માર્કેટમાં મોટો કડાકો આવ્યો છે. આવા સમયે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ મોટો ઊછળો જોવા મળી રહ્યો છે. હાલના સમયમાં રોકાણકારો ગભરાયેલા છે. આ બાબત દર્શાવે છે કે સ્ટોક માર્કેટ અને ક્રૂડ પર હાલ એક જ ડરની અસર અલગ અલગ રીતે પડી રહી છે. આ ડર છે મધ્ય-પૂર્વમાંથી ફરીથી ઓઈલનો સપ્લાય અટકવાનો. આ ડરના કારણે જ બ્રેન્ટ ક્રૂડનો ભાવ થોડીક જ મિનિટોમાં 103 ડોલરથી ઉછળીને પ્રતિ બેરલ 106 ડોલર નજીક પહોંચી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ બપોરે 1.00 કલાકે 103.22 ડોલરના સ્તરે ટ્રેડ થતું હતું જ્યારે 1.46 કલાકે 106.25 ડોલરના સ્તરે પહોંચી ગયું હતું. જોકે, ત્યાર પછી ક્રૂડમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 104 ડોલરની નજીક ટ્રેડ થતું રહ્યું હતું.


ઈરાન-અમેરિકા વચ્ચે ફરી એક વખત તણાવ વધી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ઈરાનનો સંપૂર્ણ સફાયો કરવાની ધમકી આપી છે. બીજીબાજુ ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાન અમેરિકાની આતંકી પ્રવૃત્તિનો ભોગ બન્યું હોવાનો દાવો કરીને તણાવ વધાર્યો છે. આ સાથે ઈરાનના અન્ય એક વરિષ્ઠ અધિકારી સફવીએ કહ્યું કે, અમેરિકા સાથે સંઘર્ષ વધુ ફેલાઈ શકે છે. અમેરિકા ફરીથી ઈરાન પર હુમલો કરશે તો આ યુદ્ધનો આગામી તબક્કો હિન્દ મહાસાગર સુધી પહોંચી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા પર હજુ સુધી કોઈ નક્કર સહમતિ બની નથી. બંને પક્ષો વચ્ચે શાંતિવાટાઘાટોની સંભાવનાને પગલે ગુરુવારે ક્રૂડ ઓઈલ પહેલા નીચે ગયું હતું, પછી વાતચીતમાં કોઈ પ્રગતિ નહીં દેખાતા ક્રૂડમાં ફરી તેજી જોવા મળી હતી. ગુરુવારે ક્રૂડમાં તેજીનું આ મુખ્ય કારણ હતું.


ઓઈલનો પુરવઠો જળવાઈ રહેવાની આશાથી ક્રૂડમાં ઘટાડો જોવા મળ્યો હતો

હોર્મુઝની ખાડી દુનિયા માટે સૌથી મહત્વનો સમુદ્રી માર્ગ છે. ખાડી ક્ષેત્રમાંથી ઓઈલ લઈ જતા જહાજો માટે આ સૌથી મહત્વનો માર્ગ છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા પહેલાં હોર્મુઝની ખાડીમાંથી દૈનિક બે કરોડ ટન ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો સાથે 125થી વધુ મોટા કોમર્શિયલ જહાજોનું પરિવહન થતું હતું, જે દુનિયાના દૈનિક પૂરવઠાના 20 ટકા જેટલો જથ્થો છે. જોકે, હવે આ સમુદ્રી માર્ગ પરથી દૈનિક સાતથી 10 કોમર્શિયલ જહાજો જ પસાર થઈ શકે છે.


સાઉદી અરબે તેની પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન ફરીથી શરૂ થઈ જતાં ઓઈલ સપ્લાય જળવાઈ રહેશે તેવા અહેવાલોથી બજારને થોડીક રાહત થઈ હતી, જેને પગલે ઓઈલના ભાવ નીચા ગયા હતા. પરંતુ અમેરિકા-ઈરાન વિવાદનો કોઈ ઉકેલ નહીં આવતા ખાડીમાંથી ક્રૂડ ઓઈલનો પુરવઠો નિયમિત થશે તેવો રોકાણકારોને કોઈ વિશ્વાસ બેઠો નથી.એટલે કે રાહત મળવાની આશાએ ક્રૂડનું બજાર નીચે આવ્યું હતું જ્યારે આ આશા ઠગારી નીવડતા ફરી ઊપર જતું રહ્યું.


ઓઈલ મોંઘું થવાથી મોંઘવારી વધવાનું જોખમ

ક્રૂડનો ભાવ દર મિનિટે નવી ખરીદી અને વેચાણથી બદલાય છે. ટ્રેડર્સ આજે ઓઈલનો કેટલો સપ્લાય છે તે જોવાની સાથે જ એ બાબત પર પણ દાવ લગાવે છે કે આગામી મહિને ઓઈલ સરળતાથી મળશે કે નહીં. તેમને સપ્લાયનું જોખમ વધારે લાગે એટલે ખરીદી વધારી દે છે. તિવ્ર ગતિએ સોદા કરનારા ટ્રેડર્સ અને પહેલા કિંમત ઘટતા દાવ લગાવનારાની ખરીદી પણ તેજીને ટેકો આપી શકે છે.


શૅર ખરીદનારા રોકાણકાર કંપનીની આગામી કમાણી જૂએ છે. ઓઈલ મોંઘું થવાથી એરલાઈનના હવાઈ ઈંધણ, ટ્રાન્સપોર્ટ કંપનીઓના ડીઝલ અને ફેક્ટરીઓની વીજળી અથવા કાચા માલનો ખર્ચ વધી શકે છે, જેથી મોંઘવારી વધવાનું જોખમ રહે છે. સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો મોંઘો પડે તો સામાન્ય લોકો માટે પણ કિંમતો વધવાનું જોખમ રહે છે. કંપનીઓ સંપૂર્ણ વધારાનો ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલી નથી શકતી તો તેમનો નફો ઘટી શકે છે.


મોંઘા ક્રૂડ ઓઈલની સ્ટોક માર્કેટ પર પણ અસર

અન્ય ચિંતા મોંઘવારી અને વ્યાજદરોની છે. મોંઘું ઓઈલ મોંઘવારીને ઉપર રાખવામાં મદદ કરે છે. તેથી કેન્દ્રીય બેન્કો માટે વ્યાજદરોમાં રાહત આપવાનું મુશ્કેલ બની જાય છે. રોકાણકારોને ડર હોય છે કે કંપનીઓનો ખર્ચ વધશે, લોકોની ખરીદી નબળી થશે અને લોન પણ મોંઘી રહેશે. બુધવારે અમેરિકન શેરોમાં ઘટાડા સાથે અમેરિકન સરકારી બોન્ડનું યીલ્ડ 2007 પછીના સૌથી ઊંચા સ્તર હતું. તેનાથી શૅર બજાર પર ઓઈલ સિવાય પણ દબાણ બનેલું હતું.


તેથી ક્રૂડ અને શૅરોની ઉલટી ચાલનો અર્થ એ નથી કે બંને બજાર અલગ અલગ સમાચારો જોઈ રહ્યા છે. ઓઈલના ખરીદદારો સપ્લાય રોકાવાના ડરથી વધુ ભાવ આપી રહ્યા છે. શેરના ખરીદદાર એ જ મોંઘા ઓઈલથી કંપનીઓની કમાણી પર પડનારી અસર જોઈને સાવધ થઈ રહ્યા છે.


ક્રૂડ લાંબા સમય સુધી મોંઘુ રહેશે તો ભારતનું આયાત બિલ વધી જશે

ભારત માટે આ સમાચાર મહત્વના છે, કારણ કે દેશ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની આયાત કરે છે. ક્રૂડ લાંબા સમય સુધી મોંઘુ રહેશે તો દેશનું આયાત બિલ અને કંપનીઓનો ખર્ચ વધી શકે છે. જોકે, ક્રૂડ એક દિવસે 106 ડોલરને સ્પર્શ કરે એટલે બીજા જ દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી જતા નથી. હાલમાં અમેરિકા અને ઈરાનની વાતચીત કોઈ સમજૂતી સુધી પહોંચે છે કે નહીં અને હોર્મુઝમાંથી ઓઈલ લઈ જતા જહાજોનું પરિવહન કેટલું સુધરે છે તેના પર બધાની નજર છે. આ સમાચારોથી ક્રૂડનો ઉછાળો કેટલો છે તે નક્કી કરશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
  2. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  3. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  4. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM