KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વર્ષ 2026ના અંત સુધીમાં સોનું 5,000 ડોલર સુધી જવાની શક્યતા

સેન્ટ્રલ બેન્કોની ખરીદીથી સોનાને મળશે સપોર્ટ, 4300 ડોલરનું સ્તર સોના માટે મબૂત સપોર્ટ બની શકે

KuberaNow
desk@kuberanowPublished On : 24 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold Price
AI Generated Image

છેલ્લા કેટલાક સમયમાં સોનાના ભાવમાં અસાધારણ ઊછાળો જોવા મળ્યો છે, જેથી સોનું લોકો વચ્ચે ચર્ચાનો મોટો વિષય બન્યો છે. સોનાના ભાવમાં આવેલા તીવ્ર ઊછાળાના પગલે માત્ર હાજર બજારના ખરીદદારો જ નહીં પરંતુ રોકાણકારોનું પણ સોના તરફ આકર્ષણ વધ્યું છે. હાલ 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ રૂ. 1.50 લાખ આસપાસ ચાલી રહ્યો છે. આગામી મહિનાઓમાં તહેવારોની મોસમના પગલે સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. એવામાં સોનાના ભાવમાં તેજીનું વલણ સતત જળવાઈ રહે તેવી સંભાવના છે. આ પરિસ્થિતિમાં વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ વચ્ચે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોએ સતત સોનાની ખરીદી ચાલુ રાખી છે અને રોકાણકારોની બદલાતી ચિંતા વચ્ચે સોનાને આગળના સમયમાં મજબૂત મળવાની આશા છે.


સોનાના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા જણાતી નથી

મેટલ ફોકસના મેનેજિંગ ડિરેક્ટર ફિલિપ ન્યૂમેનના જણઆવ્યા મુજબ વર્ષ 2026ના અંત સુધીમાં સોનાના ભાવ પ્રતિ ઔંસ 5,000 ડોલર સુધી પહોંચી શકે છે. બીજીબાજુ પ્રતિ ઔંસ 4,300 ડોલરનું સ્તર સોના માટે મજબૂત સપોર્ટ બની શકે છે. અમેરિકામાં વ્યાજદરોમાં તાજેતરમાં થયેલો વધારો અને આ વર્ષે વધુ એક સંભવિત વધારાથી સોના પર વધુ દબાણ પડવાની આશા નથી. તેનું મોટું કારણ એ છે કે વ્યાજદરો સાથે સંકળાયેલી અસરને બજાર પહેલાથી જ ઘણે અંશે પોતાની કિંમતોમાં સામેલ કરી ચૂક્યું છે. એવામાં આગામી દર વધતા સોનાના ભાવમાં મોટો ઘટાડો થાય તેવી શક્યતા જણાતી નથી.


આ સિવાય અમેરિકાના વધતા દેવાં અંગે ચિંતા પણ રોકાણકારો માટે એક મહત્વનો મુદ્દો છે. આવી ચિંતાઓ સોના જેવા સુરક્ષિત રોકાણની માગ વધારી શકે છે. સોનાની તેજીમાં દુનિયાની સેન્ટ્રલ બેન્કોની ખરીદીની પણ મોટી ભૂમિકા રહી છે. ન્યૂમેને કહ્યું કે, બીજા ત્રિમાસિકમાં સેન્ટ્રલ બેન્કોની સારી ખરીદી જોવા મળી અને ત્રીજા ત્રિમાસિકમાં પણ ખરીદી મજબૂત રહેવાની આશા છે. તેનાથી સોાના ભાવને નીચેથી ટેકો મળી રહ્યો છે.


ભારતમાં ફેસ્ટિવ અને વેડિંગ સિઝનમાં સોનાની માગ વધી શકે છે

આ સિવાય ભારતમાં તેહવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને તેની પાછળ લગ્નની મોસમ પણ આવી રહી છે તેથી સોનાની માગ વધવાની આશા છે. જોકે, સોનાના ઊંચા ભાવ અને સતત ઉતાર-ચઢાવના કારણે ગ્રાહકો હજુ પણ ખરીદારી અંગે સાવધાની રાખી રહ્યા છે. ન્યૂમેન મુજબ અનેક ગ્રાહકોએ ઓર્ડર રદ કરવાના બદલે આગળ માટે ટાળી દીધા છે. તેને ભવિષ્યની માગ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
  2. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  3. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  4. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM