સોનું એક વર્ષમાં થયું 60 ટકા મોંઘું, તહેવારોની મોસમમાં ખરીદી વધશે?
તહેવારોની મોસમ પહેલા ભારતમાં સોનાના રીટેલ ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. IBJA મુજબ આંતરરાષ્ટ્રીય તણાવ અને અનિશ્ચિત કિંમતોના કારણે ગ્રાહકો ખરીદી ટાળી રહ્યા છે.

મુંબઈ : દેશભરમાં હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે અને લગ્નોની ખરીદીથી ઠીક પહેલા ઘરેલુ બજારમાં સોનાની રીટેલ માગમાં સુસ્તી જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં સોનાનું રીટેલ વેચાણ વર્ષ 2025ની સરખામણીમાં 8થી 10 ટકા ઓછું રહ્યું છે. ઊંચા ભાવ, વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને બજારની અનિશ્ચિતતાના કારણે ગ્રાહકો હાલ સોનાની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે તેમ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા પરથી જણાઈ રહ્યું છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના રાષ્ટ્રીય સચિવ સુરેન્દર મહેતાના જણાવ્યા મુજબ ગયા વર્ષની સરખામણીમાં આ સપ્ટેમ્બરમાં સોનાના વેચાણમાં 8થી 10 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. રશિયા-યુક્રેન અને અમેરિકા-ઈરાન તથા અન્ય વૈશ્વિક યુદ્ધોની સ્થિતિઓના કારણે ગ્રાહકો અસમંજસની સ્થિતિમાં છે. ગ્રાહકોને લાગે છે કે યુદ્ધ લંબાશે અથવા સ્થિતિ બદલાશે તો સોનાના ભાવ વધુ નીચે આવી શકે છે.
સુરેન્દર મહેતાનું માનવું છે કે યુદ્ધ સમાપ્ત નહીં થાય અને સોનાના ભાવ એક સ્થિર દિશામાં નહીં વધે ત્યાં સુધી રીટેલ માગમાં કોઈ મોટોઊછાળો જોવા નહીં મળે. જોકે, તાજેતરના દિવસોમાં સોનાના ભાવમાં થોડું કરેક્શન જોવા મળ્યું છે, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં સોનાના ભાવ હજુ પણ વિક્રમી સ્તરે છે. ગયા વર્ષે 24 કેરેટ શુદ્ધ સોનાના ભાવ અંદાજે પ્રતિ 10 ગ્રામ રૂ.98,000 હતા, જે આ વર્ષે વધીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1.57 લાખના સ્તરને પાર કરી ગઈ છે. એટલે કે વાર્ષિક આધારે અંદાજે 60 ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા-ઈરાન તણાવ પછી MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1,61,700ના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. ઓગસ્ટમાં તે રૂ. 1,57,750ની આજુબાજુ હતું, જે 24 સપ્ટેમ્બર 2026 સુધીમાં અંદાજે 4.85 ટકા ગગડીને રૂ. 1,50,106ના સ્તરે આવી ગયું છે.
બોનાન્ઝા પોર્ટફોલિયોના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ નૃપેન્દ્ર યાદવ મુજબ તહેવારોની મોસમમાં કિંમતો વર્તમાન સ્તરથી થોડી વધુ નીચે સ્થિર થશે તો બજારમાં હાલ અટકી ગયેલી ખરીદી પાછી ફરી શકે છે. જોકે, હાજર બજારમાં રિકવરી ધીમી જ રહેશે કારણ કે કિંમતો હજુ પણ ઘણી ઊંચી છે. ઓછા ગ્રામ અને વધુ વેલ્યુનો ટ્રેન્ડ : આ વખતે તહેવારોની મોસમ ‘ઓછા વોલ્યુમ પરંતુ વધુ વેલ્યુ’ વાળી રહી શકે છે. એટલે કે ભલે લોકો ઓછા ગ્રામનું સોનું ખરીદે, પરંતુ કુલ રૂપિયાના મૂલ્યમાં જ્વેલર્સનું વેચાણ મજબૂત જોવા મળી શકે છે.
ઓગ્મોન્ટનાં ચીફ રિસર્ચ ઓફિસર રેનિશા ચૈનાની અને અન્ય બજાર નિષ્ણાતોનું કહેવું છે કે ગ્રાહક હવે પરંપરાગત જ્વેલરીના બદલે અન્ય વિકલ્પો તરફ નજર દોડાવી રહ્યા છે. ઊંચા ભાવના કારણે ગ્રાહકો ઓછા વજન, ઓછા કેરેટ અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી તરફ વળ્યા છે. જ્વેલર્સ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે મેકિંગ ચાર્જ પર છૂટ અને જૂના સોનાના બદલે નવા સોના જેવી સ્કમ ચલાવી રહ્યા છે. હાજર સોનાની સરખામણીમાં Gold ETF, Gold Coins, Gold Bars અને ડિજિટલ ગોલ્ડમાં વિક્રમી રોકાણ જોવા મળી રહ્યું છે. યુવાન રોકાણકારો SIP મોડ મારફત ડિજિટલ ગોલ્ડમાં નાણાં લગાવી રહ્યા છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
