Gold Price: 25% ઘટ્યા બાદ સોનામાં ફરી તેજી આવશે? WGCના 3માંથી 2 સંકેત સકારાત્મક
તાજેતરના ઘટાડા બાદ સોનામાં ફરી તેજી આવી શકે છે કે નહીં તે અંગે World Gold Councilની રિપોર્ટમાં મહત્વના સંકેત સામે આવ્યા છે. WGC મુજબ સોનામાં સુધારાના ત્રણ ઐતિહાસિક સંકેતોમાંથી બે હાલમાં જોવા મળી રહ્યા છે. જોકે ત્રીજો સંકેત હજુ પૂર્ણ થયો નથી, એટલે તેજીને ગેરંટી માનવી યોગ્ય નહીં હોય.

છેલ્લા થોડા સમયથી સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. પરંતુ હવે તેમાં ફરીથી સુધારો થવાની શક્યતા અંગે ચર્ચા વધી છે. World Gold Councilના તાજેતરના રિપોર્ટ મુજબ સોનામાં સામાન્ય રીતે જોવા મળતા ત્રણ રિકવરી સિગ્નલમાંથી બે હાલમાં હાજર છે, જે ભાવમાં સ્થિરતા અથવા સુધારાનો સંકેત આપી શકે છે.
જાન્યુઆરીના રેકોર્ડથી સોનું 25% નીચે
WGCના આંકડા મુજબ ઑક્ટોબરના અંતે સોનું $3,913 પ્રતિ ઔંસ પર બંધ થયું હતું. આ દરમિયાન સમગ્ર ઑક્ટોબર મહિનામાં સોનાના ભાવમાં 6.3%નો ઘટાડો થયો હતો. જાન્યુઆરી 2026માં સોનાએ $5,405 પ્રતિ ઔંસનું રેકોર્ડ સ્તર બનાવ્યું હતું. તેની સરખામણીએ હાલમાં સોનું લગભગ 25% સસ્તું થયું છે. WGCનું માનવું છે કે તાજેતરની ચાલ લાંબા ગાળાની મંદી કરતાં ભાવમાં સુધારા અથવા correctionનો તબક્કો હોઈ શકે છે.
ત્રણમાંથી બે સંકેત હાલમાં સકારાત્મક
World Gold Council મુજબ સોનામાં તેજી પાછી આવતી વખતે સામાન્ય રીતે ત્રણ ઐતિહાસિક સંકેતો જોવા મળે છે. હાલ તેમાંના બે સંકેત સકારાત્મક છે. પહેલો, સોનાનો ભાવ પોતાના 200-day averageથી લગભગ 10% નીચે છે. બીજો, અમેરિકન ડોલર મજબૂત થઈને ઊંચા સ્તરે પહોંચ્યો છે. આ બંને પરિબળો અગાઉના ઘણા કિસ્સામાં સોનાના ભાવ માટે ટર્નિગ પોઈન્ટ બન્યા છે.
ત્રીજો સંકેત હજુ બાકી
ત્રીજો મહત્વનો સંકેત futures marketમાં speculative buying સંપૂર્ણપણે ઓછી થવાનો છે. WGC મુજબ આ સંકેત હજુ પૂર્ણ થયો નથી. આ પરિબળમાં વધુ ફેરફાર થયા બાદ સોનામાં વધુ ટકાઉ સુધારાની શક્યતા મજબૂત થઈ શકે છે.
ઐતિહાસિક રીતે 3 મહિનામાં 4.2% વળતર
WGCના ઐતિહાસિક આંકડા મુજબ જ્યારે ત્રણમાંથી ઓછામાં ઓછા બે રિકવરી સિગ્નલ હાજર હતા ત્યારે આગામી ત્રણ મહિનામાં સોનાએ સરેરાશ 4.2% વળતર આપ્યું હતું. આવા લગભગ 90% કિસ્સામાં સોનાના ભાવ વધ્યા હતા. જ્યારે ત્રણેય સંકેત એકસાથે જોવા મળ્યા હતા એવા માત્ર પાંચ જૂના કિસ્સા મળ્યા છે અને તમામમાં સોનાનું વળતર સકારાત્મક રહ્યું હતું.
હવે કયા પરિબળો પર રહેશે નજર?
આગળ સોનાની દિશા પર અમેરિકાની મિડટર્મ ઈલેક્શન, શેરબજારની ચાલ, ક્રેડિટ માર્કેટ અને મોંઘવારીના આંકડાનો પ્રભાવ પડી શકે છે. WGCના જણાવ્યા મુજબ હાલના જિયો પોલિટિકલ ટેન્શન અને આર્થિક અનિશ્ચિતતા પણ સોનાને ટેકો આપી શકે છે.
રોકાણકારો માટે શું સંકેત?
World Gold Councilએ લાંબા ગાળાના રોકાણકારો માટે એકસાથે મોટી રકમ રોકવા કરતાં ધીમે-ધીમે રોકાણ વધારવાની વાત કરી છે. જોકે રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલના રિકવરી સિગ્નલને સોનામાં તેજીની ગેરંટી તરીકે જોવું યોગ્ય નહીં હોય.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold-Silver Price: તેજી પછી ફરી વધશે દબાણ? રોકાણકારો ખાસ રાખે આ 4 બાબતો પર નજર

America Iran War : મિડટર્મ ચૂંટણી પછી ફરી ભડકશે ઈરાન યુદ્ધ? ક્રૂડ ₹100 ડોલરને પાર જવાની દહેશત

ચોખાના વધતા ભાવને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : દેશભરના વેપારીઓએ સ્ટોકની વિગતો જાહેર કરવી પડશે

ખાંડના ભાવમાં મોટા વધારાની માંગ! AISTAએ ₹4,200નો ભાવ નક્કી કરવા કરી રજૂઆત

નર્ક ચતુર્દશીએ સોનું-ચાંદી સસ્તા થયા! જાણો અમદાવાદ-દિલ્હી સહિત તમારા શહેરના નવા ભાવ

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો






