KuberaNowLogo
Monday, 28/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold silver price today : સોના-ચાંદીમાં સપ્તાહના પહેલા દિવસે જ મોટો કડાકો, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?

MCX પર સોનું રૂ. 2,857 અનેચાંદી 5,762 રૂપિયા થયાં સસ્તા, Comex પર સોનામાં 1.7 ટકા, ચાંદીમાં 2.96 ટકાનો ઘટાડો નોંધાયો

KuberaNow
desk@kuberanowPublished On : 28 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold Silver Price today 28
AI Generated Image

અમદાવાદ : સોના અને ચાંદીના ભાવમાં સપ્તાહના પહેલા દિવસે સોમવારે 28 સપ્ટેમ્બરે સવાર-સવારમાં ભારે કડાકો બોલાયો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો તણાવ વધતા ભારતમાં સ્થાનિક વાયદા બજારમાં સોમવારે પ્રારંભિક ટ્રેડિંગમાં સોનું 2 ટકા તૂટ્યું હતું. અમેરિકા અને ઈરાને લાંબા સમય પછી ગયા સપ્તાહે યોજેલી તેમની પહેલી બિનસત્તાવાર શાંતિ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં આવતા પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વકરવાની આશંકા તેમજ વ્યાજદરમાં વધારાની સંભાવનાઓના પગલે બજાર તૂટ્યું છે.


આંતરરાષ્ટ્રીય બજાર Comex પર સવારે-સવારે સોનામાં પ્રતિ ઔંસ 4,230 ડોલર ગગડીને સાત સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ચાંદીમાં પણ પ્રતિ ઔંસ 62.50 ડોલરનો તિવ્ર કડાકો નોંધાયો હતો. બીજીબાજુ ઘરેલુ બજાર MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 2,857ના ઘટાડા સાથે રૂ. 1.50 લાખથી નીચે ઉતરી ગયું અને ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો રૂ. 5,762ના ઘટાડા સાથે રૂ. 2.30 લાખથી નીચે ઉતર્યો હતો.


ઘરઆંગણે MCX પર સોના-ચાંદી તૂટ્યા

સપ્તાહના પહેલા દિવસે સોમવારે સોનાના વાયદાના ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ઓક્ટોબર કોન્ટ્રાક્ટ 751 રૂપિયાના ઘટાડા સાથે રૂ.1,50,100ના ભાવે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ રૂ. 1,50,851 હતો. આ સમાચાર લખાય છે ત્યારે MCX પર સોનામાં ઓક્ટોબર વાયદાનો ભાવ 2.20 ટકાના ઘટાડા સાથે રૂ. 1,47,560ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાના વાયદાના ભાવે આ વર્ષે રૂ.1,80,779ના ભાવે સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.


ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ સુસ્ત રહી હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 2,396ના ઘટાડા સાથે રૂ. 2,32,300ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 2,34,696 હતો. આ સમાચાર લખાય છે ત્યારે ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ 2.82 ટકાના ઘટાડા સાથે રૂ. 2,28,085ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048નું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું.


વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીમાં કડાકો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવમાં સુસ્તી જોવા મળી. Comex પર સોનું પ્રતિ ઔંસ 4,315 ડોલરના ભાવે ખૂલ્યું હતું. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,321.20 ડોલર હતો. સમાચાર લખાય છે ત્યારે Comex પર સોના વાયદો 2.53 ટકાના ઘટાડા સાથે 4,211.80 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવે આ વર્ષે 5,586.20 ડોલરના ભાવે સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો. Comex પર ચાંદી વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 64.66 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ 64.80 ડોલર હતો. સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 4.16 ટકાના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 62.105 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી વાયદો આ વર્ષે 121.79 ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.


સોના અને ચાંદી પર દબાણના કારણો

પશ્ચિમ એશિયામાં યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવોએ મોંઘવારીની ચિંતા વધારી છે, જેનાથી અમેરિકામાં વ્યાજ દર વધવાની આશંકા છે. મજબૂત ડોલર અને ઊંચા વ્યાજદરો સોના જેવા વ્યાજ વિનાના રોકાણ પર દબાણ નાંખે છે. ભારતીય રોકાણકારો માટે રૂપિયાની ચાલ પણ મહત્વપૂર્ણ રહેશે. આ સપ્તાહે અમેરિકાની મોંઘવારી અને રોજગારના આંકડા સાથે ઓઈલ, ડોલર અને ભૂ-રાજકીય ઘટનાક્રમ પર નજર રહેશે.


અમેરિકન ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં તિવ્ર ઊછાળાના કારણે સુરક્ષિત રોકાણની માગ છતાં સોના પર દબાણ વધ્યું છે અને તેની કિંમત ગગડીને રૂ. 1,50,500થીનીચે આવી ગઈ છે. અમેરિકામાં 10 વર્ષના બોન્ડ યીલ્ડ 5.13 ટકા અને 30 વર્ષના યીલ્ડ 5.44 ટકા પર પહોંચી ગયું છે. મજબૂત આર્થિક આંકડા, મોંઘા ક્રૂડ ઓઈલ અને અમેરિકા-ઈરાન તણાવના કારણે મોંઘવારી વધવાની આશંકા વચ્ચે બજાર ઓક્ટોબરમાં ફેડ તરફથી વ્યાજ દરમાં 25 બેસીસ પોઈન્ટના વધારાની 68.1 ટકાની સંભાવના માનવામાં આવે છે. ઊંચા બોન્ડ યીલ્ડ અને મજબૂત ડોલર સોના પર દબાણ વધારી રહ્યા છે. સોના માટેરૂ. 1,48,000 અને રૂ. 1,46,000 સપોર્ટ અને 1,52,50 તથા 1,55,000 પ્રતિકારક સ્તર છે. આગામી સમયમાં સોનાની ચાલ ફેડરલ રિઝર્વના નિર્ણયો અને અમેરિકા-ઈરાન વચ્ચે વાતચીત પર નિર્ભર રહેશે. ફેડરલ રિઝર્વનુંનરમ વલણ અથવા વાતચીતમાં પ્રગતિ સોનામાં તેજી લાવી શકે છે. જ્યારે આકરું વલણ અથવા વાતચીત અટકી જશે તો ભાવ નીચલા સપોર્ટ સ્તર તરફત જઈ શકે છે. સોનામાં સોમવારે રૂ. 1,49,505થી રૂ. 1,52,685ના દાયરામાં કારોબાર થવાની સંભાવના છે જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 2,29,965 અને 2,39,565ના સ્તરે રહી શકે છે.


ભારતમાં રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવ

ઈન્ડિયન બુલિયન એસોસિએશનના આંકડા મુજબ ભારતમાં રિટેલ બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,48,910 જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,36,501ના સ્તરે હતો. ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ.2,28,228ના સ્તરે હતો. ગ્રાહકોએ નોંધવું જોઈએ કે જ્વેલર્સ ઘડામણ ચાર્જ, ટેક્સ અને GST તેમના બિલમાંઉમેરી શકે છે, જેનાથી ઘરેણાં પરનો અંતિમ ભાવ વધી શકે છે.


દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,50,220/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,37,700/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,12,670/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


નવી દિલ્હી

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,50,320/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,37,790/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,12,740/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,50,170/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,37,660/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,12,630/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


કોલાકાતા

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,50,170/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,37,660/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,12,630/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


ચેન્નઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,50,170/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,37,660/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,12,630/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો

(સ્રોત : ગ્રો વેબસાઈટ)


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. નિફ્ટી કંપનીઓમાં કરેકશનની સીઝનઃ 36 ટકા સ્ટોક્સના 31 લાખ કરોડ સાફ
  2. સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો! રોકાણકારોનાં ₹6 લાખ કરોડ સ્વાહા
  3. Stocks In News |28 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  4. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી

Economy

See more
  1. તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
  2. વર્તમાન વર્ષમાં ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ 3.2 લાખ કરોડ રહેવાનો અંદાજઃ રિઝર્વ બેન્ક
  3. મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
  4. બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  2. Digital Rupee vs UPI: ઈન્ટરનેટ વગર ચુકવણીની મોટી તૈયારી!
  3. આવક, રોકાણ અને બચત છતાં ભારતીય પરિવારોની નાણાકીય સુરક્ષા નબળી: રિપોર્ટ
  4. Insurance Penetration: બેંક ખાતાં વધ્યાં, છતાં વીમા સુરક્ષામાં ભારત ઘણું પાછળ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM