નિફ્ટી કંપનીઓમાં કરેકશનની સીઝનઃ 36 ટકા સ્ટોક્સના 31 લાખ કરોડ સાફ
નિફ્ટીના 18 સ્ટોક્સ બાવન સપ્તાહની ટોચથી 20 ટકાથી પણ વધુ તૂટ્યા

Nifty Companies Down: ભારતની સૌથી મોટી કંપનીઓમાં જાણે કરેકશનની સીઝન ચાલી રહી છે. નિફ્ટી50ના 50માંથી 18 એટલે કે 36 ટકા શેરો તેમની બાવન સપ્તાહની ટોચથી 20 ટકા જેટલા નીચા સ્તરે ચાલી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ 18 શેરોના સંયુક્ત બજારમૂલ્યમાં 31.35 લાખ કરોડનો ઘટાડો થઈ ચૂક્યો છે. તેમા કેટલાક શેર 20 ટકાથી પણ વધુ ઘટ્યા છે, તેના પરથી કહી શકાય કે આ શેર ટેકનિકલી મંદીના ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે.
નિફ્ટી બાવન સપ્તાહની ટોચથી 3,500 પોઇન્ટથી વધુ તૂટ્યો
આશ્ચર્યની વાત એ છે કે નિફ્ટી હાલમાં 22,822.30 પર ચાલી રહ્યો છે, જ્યારે તેની બાવન સપ્તાહની ટોચની સપાટી 26,373.2 હતી. આ સપાટી તેણે પાંચ જાન્યુઆરી 2026ના રોજ નોંધાવી હતી. બાવન સપ્તાહની ટોચથી ઘટેલા શેરમાં જોઈએ તો ઇન્ફોસિસ 43 ટકા ઘટ્યો છે. તેના પછીના ક્રમે વિપ્રો 40 ટકા ઘટ્યો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ 38 ટકા અને આઇટીસી પણ તેટલો જ ઘટ્યો છે. ટાટા મોટર્સ પેસેન્જર્સ વ્હીકલ્સ 36 ટકા ઘટ્યો છે અને એચડીએફસી લાઇફ 33 ટકા ઘટ્યો છે.
નિફ્ટીના 18 સ્ટોકમાં જંગી ઘટાડો
આ ઉપરાંત અન્ય ઘટનારા શેરમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા 31 ટકા ઘટ્યો છે. જ્યારે એચસીએલ ટેકનોલોજીસ 30 ટકા ઘટ્યો છે. જિયો ફાઇનાન્સિયલ સર્વિસિઝ 29 ટકા ઘટ્યો છે. એચડીએફસી બેન્ક 28 ટકા ઘટ્યો છે. આ ઉપરાંત હિંદુસ્તાન યુનિલિવર 26 ટકા, રિલાયન્સ 24 ટકા, ટાટા કન્ઝ્યુમર અને ઓએનજીસી 23-23 ટકા, ટ્રેન્ટ અને એનટીપીસી 22-22 ટકા, મહિન્દ્રા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 21 ટકા ઘટ્યા છે.
હેવીવેઇટ રિલાયન્સના શેરમાં નોંધપાત્ર ઘટાડો
ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જ જોઈએ તો તેનું બજારમૂલ્ય બાવન સપ્તાહની ટોચ 21.35 લાખ કરોડથી ઘટીને 16.24 લાખ કરોડ થયું છે. આ ઘટાડો લગભગ પાંચ લાખ કરોડ રૂપિયા છે. આમ એનએસઇના માર્કેટ કેપ જેટલો ઘટાડો રિલાયન્સના શેરના ભાવમાં થયો છે.
આઇટી અને બેન્કિંગ શેરોમાં ઘટાડો
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
- વર્તમાન વર્ષમાં ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ 3.2 લાખ કરોડ રહેવાનો અંદાજઃ રિઝર્વ બેન્ક
- મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
- બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

