KuberaNowLogo
Thursday, 12/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Hindustan Copperના શેરમાં તેજીનો કરંટ! 182% નફો વધતાં શેર 7% ઉછળ્યો

Hindustan Copperના સપ્ટેમ્બર ક્વાર્ટરના મજબૂત પરિણામો બાદ શેરમાં 7% સુધીનો ઉછાળો આવ્યો. કંપનીનો નેટ પ્રોફિટ 182% વધીને ₹518 કરોડથી વધુ થયો. કંપનીની આવક પણ 64% વધીને ₹1,175 કરોડ થઈ છે.

kuberanow deskPublished On : 12 Nov 2026
Hindustan Copper Share
Hindustan Copper ShareAI Generated Image

Hindustan Copper Share: Hindustan Copperના સપ્ટેમ્બર 2026 ક્વાર્ટરના મજબૂત પરિણામોની અસર શેર પર જોવા મળી છે. ગુરુવારના શરૂઆતના કારોબારમાં કંપનીનો શેર 7% સુધી ઉછળીને ₹466.80ની સપાટીએ પહોંચ્યો હતો, જે લગભગ એક મહિનાનું ઉચ્ચ સ્તર છે. કંપનીના નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 182%નો જોરદાર વધારો નોંધાતા શેરમાં ખરીદી જોવા મળી.


નેટ પ્રોફિટ 182% વધીને ₹518 કરોડથી વધુ

નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટરમાં Hindustan Copperનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 182% વધીને ₹518 કરોડથી વધુ થયો છે. ગયા નાણાકીય વર્ષની સમાન ત્રિમાસિકમાં કંપનીનો નેટ પ્રોફિટ ₹184 કરોડ હતો. કંપનીની કામગીરીમાંથી આવક પણ વાર્ષિક ધોરણે 64% વધીને ₹1,175 કરોડ થઈ છે. ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ આવક ₹718 કરોડ હતી. પ્રથમ ક્વાર્ટરની ₹936.5 કરોડની આવકની સરખામણીએ પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં લગભગ 25% વધારો નોંધાયો છે.


EBITDA અને માર્જિનમાં પણ સુધારો

કંપનીના EBITDAમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં EBITDA 38.4% વધીને ₹703 કરોડ થયો છે, જ્યારે અગાઉના ક્વાર્ટરમાં તે ₹508 કરોડ હતો. કંપનીનું EBITDA માર્જિન પણ પ્રથમ ક્વાર્ટરના 54.2%થી વધીને બીજા ક્વાર્ટરમાં 59.9% થયું છે. બીજી તરફ, પ્રતિ શેર કમાણી એટલે કે EPS ₹1.89થી વધીને ₹5.36 થઈ છે.


ખર્ચમાં મર્યાદિત વધારો, શેરનું પ્રદર્શન કેવું રહ્યું?

Hindustan Copperના મજબૂત નફા પાછળ ખર્ચમાં મર્યાદિત વધારો પણ એક કારણ રહ્યું છે. બીજા ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ વાર્ષિક ધોરણે 8% વધીને ₹520 કરોડ થયો. આ દરમિયાન કર્મચારી લાભ અને અન્ય ખર્ચમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, કાચા માલના વપરાશ પરનો ખર્ચ 31%થી વધુ વધીને ₹40.87 કરોડ થયો. શેરના પ્રદર્શનની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં તેમાં 6%થી વધુનો વધારો થયો છે, જ્યારે એક મહિનામાં શેર લગભગ 4% ઘટ્યો છે. 2026માં અત્યાર સુધી શેર લગભગ 13% નીચે છે. જોકે, લાંબા ગાળામાં શેરનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં શેરે 33%થી વધુ, ત્રણ વર્ષમાં 202%થી વધુ અને પાંચ વર્ષમાં લગભગ 256% વળતર આપ્યું છે.


આ પણ વાંચો: કોપર બિઝનેસમાં અદાણીની ગ્લોબલ એન્ટ્રી, ચિલીની દિગ્ગજ કંપની સાથે હાથ મિલાવ્યા

આ પણ જુઓ :

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn