
સોના-ચાંદીમાં મોટો કડાકો: રેકોર્ડ યીલ્ડ અને મજબૂત ડૉલરે કિંમતી ધાતુઓની ચમક ફિક્કી પાડી
યુદ્ધ અને મોંઘવારીના માહોલમાં સોનું સેફ હેવન બનવામાં નિષ્ફળ, ભારતીય રોકાણકારો માટે તક, તહેવારોની સિઝન પહેલા સોનું સસ્તું થયું

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાનો ભય, મજબૂત ડોલર અને ટ્રેઝરી યીલ્ડ્સ 2002 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચવાથી કિંમતી ધાતુઓમાં વેચવાલી જોવા મળી હતી. PCE ફુગાવામાં નરમાઈ અને સપ્ટેમ્બરમાં 29,000 પેરોલના ઓછા આંકડાના કારણે ઓક્ટોબરમાં વ્યાજદરના વધારાની સંભાવના ઘટીને લગભગ 22 ટકા રહી ગઈ, પરંતુ 4,200 ડોલરથી ઉપર તરફ તેજી ટકી શકી નહીં. અમેરિકા-ઈરાન વચ્ચે તણાવના કારણે ઓઈલના ભાવ અને વ્યાજદરો અંગે આશા ઊંચી રહી છે. આ સપ્તાહે 7 ઓક્ટોબરે આરબીઆઈની પોલિસી, ફેડરલ રિઝર્વના અધિકારીઓના નિવેદન અને અમેરિકાના આંકડા મહત્વના રહેશે. સોના માટે 4,110 ડોલર અને પછી મનોવૈજ્ઞાનિક સ્તર 4,000 ડોલરના સ્તરે સપોર્ટ રહેશે.
પ્રાઈસ પરફોર્મન્સ
કિંમતી ધાતુઓ માટે ગયું સપ્તાહ મુશ્કેલ રહ્યું હતું. સ્પોટ ગોલ્ડ 3.4 ટકા ઘટીને 4,140 ડોલર રહ્યું, જે સતત બીજા સપ્તાહે નુકસાન દર્શાવે છે. સોમવારે ભાવમાં 4 ટકાના કડાકાથી સોનું સાત સપ્તાહના તળીયે 4,110 ડોલરના સ્તરે પહોંચ્યું હતું.ચાંદીની સ્થિતિ સોનાથી પણ વધુ ખરાબ હતી. ચાંદી 6.1 ટકા ગગડીને 60.37 ડોલરના સ્તરે પહોંચી હતી અને શુક્રવારે થોડાક સમય માટે 60 ડોલરથી નીચે 59.69 ડોલરના તળીયાને સ્પર્શ કર્યો હતો. ઔદ્યોગિક ધાતુઓમાં મોટા પાયે વેચવાલી અને વ્યાજદરો અંગે આશા બાબતે ચાંદીની વધુ સંવેદનશીલતાની અસર પડી. તેનાથી સોના-ચાંદી રેશિયો વધીને લગભગ 68.6 થઈ ગયો, જે એક સપ્તાહ પહેલા 66.6 હતો.
વ્યાપક પૃષ્ઠભૂમિ અને ફેડ નીતિ
ફેડરલ રિઝર્વે શરૂઆતથી જ નરમાઈ તરફી વાતાવરણ બનાવ્યું હતું. સોમવારે, CME ફેડવોચે દર્શાવ્યું કે ઓક્ટોબરમાં વ્યાજદર વધવાની સંભાવના લગભગ 70 ટકા હોવાનું ટ્રેડર્સ માનતા હતા. બ્રેન્ટ ક્રૂડ ફરીથી 106 ડોલર તરફ આગળ વધ્યું હતં અને 10 વર્ષના ટ્રેઝરી બોન્ડનું યીલ્ડ 5.2 ટકાને પાર જતું રહ્યું હતું. આ કારણે એક જ સત્રમાં સોનાના ભાવમાં લગભગ 4 ટકાનો ઘટાડો આવ્યો હતો, જે 10 જૂન પછીથી એક જ દિવસમાં આવેલો સૌથી મોટો ઘટાડો હતો.
જોકે, સપ્તાહની મધ્ય સુધીમાં વાતાવરણ બદલાઈ ગયું.બુધવારે ઓગસ્ટના PCE મોંઘવારીના આંકડા અપેક્ષા કરતા નીચા રહ્યા અને પાછલા મહિનાના આંકડા પણ ઘટાડવામાં આવ્યા, જેનાથી ઓક્ટોબરમાં વ્યાજદર વધવાની સંભવાના ઘટીને 31 ટકા રહી ગઈ. શુક્રવારે પેરોલ આંકડાએ પણ તેમાં યોગદાન આપ્યું. અમેરિકામાં સપ્ટેમ્બરમાં માત્ર 29,000 નોકરીઓ પેદા થઈ, જે 90,000ના અંદાજ કરતાં ઘણી ઓછી હતી, જ્યારે ઓગસ્ટના આંકડા ઘટાડીને 1,33,000 કરવામાં આવ્યા હતા. ફેડરલ રિઝર્વમાં બે અધિકારીઓએ વ્યાજદરોમાં વધુ એક વધારાનો ખુલીને વિરોધ કરવાના કારણે ફેડવોચની સંભાવના ઘટીને લગભગ 22 ટકા રહી ગઈ. નોકરીઓના આંકડા અપેક્ષા કરતા ઓછા રહેવાથી સોનાના ભાવ 1 ટકાથી વધુ વધીને 4,200 ડોલરને પાર જતા રહ્યા, પરંતુ બજાર બંધ થતા પહેલા વેચનારા ફરી સક્રિય થઈ ગયા.
ભૂ-રાજકીય તણાવ
અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે ઓઈલના ભાવ અને મોંઘવારીના અંદાજોમાં અસ્થિરતા જળવાઈ રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે હોર્મુઝની ખાડી ફરીથી ખોલવા મુદ્દે ઈરાનની દરખાસ્ત ફગાવી દીધી હતી, જેથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો આવ્યો અને વ્યાજદર વધવાની ચર્ચાને બળ મળ્યું હતું. આ ઘર્ષણથી સોનાને ફાયદો થવાના બદલે નુકસાન જ થયું છે. ફેબ્રુઆરીના અંતમાં ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયેલનો તણાવ શરૂ થયા પછીથી સોનાના ભાવમાં 20 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે, કારણ કે બજારે યુદ્ધના કારણે વધેલી ઊર્જા મોંઘવારીને આકરી પોલિસીનું કારણ માનવામાં આવે છે. તેને સુરક્ષિત રોકાણ તરીકે સોનું ખરીદવાની તક તરીકે દેખાતી નથી. સપ્તાહના અંતમાં દબાણ થોડુંક ઓછું થયું હતું, કારણ કે સાઉદી અરબે પોતાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનની અડધી ક્ષમતા શરૂ કરી દીધી, જેનાથી ખાડી દેશોમાંથી ક્રૂડ ઓઈલનો સપ્તાહ યુદ્ધ પહેલાના સ્તર નજીક પહોંચી ગયો છે. જોકે, ગુરુવારે ચીને ઓઈલ ઉત્પાદનોની નિકાસ પર સ્ટે મૂકવાથી સપ્લાય અંગેચિંતાઓ થોડા સમય માટે ફરીથી વધી ગઈ.
કરન્સી હિલચાલ
ડોલર ઈન્ડેક્સ 0.9 ટકા વધીને 101.92 ડોલર થયો હતો, જે ગુરુવારે 102.21ની 14 સપ્તાહના ઊંચા સ્તર પછી સતત ત્રીજો સાપ્તાહિક ઊછાળો હતો. આ જ દિવસે યુએસ 10 અને 30 વર્ષ વર્ષના ટ્રેઝરી યીલ્ડ 2002 પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું હતું, જેથી યીલ્ડ વિનાની ધાતુને હોલ્ડ કરવી મોંઘી થઈ ગઈ. ફ્રાન્સમાં નાણાકીય ચિંતાઓએ યૂરો પર દબાણ નાંખ્યું, જેનાથી ડોલર વધુ મજબૂત થયો. જો DXY 102થી ઉપર રહેશે તો બુલિયન પર નવું દબાણ આવી શકે છે.
USDINR 96.33ના સ્તરને સ્પર્શ કર્યા પછી 0.5 ટકા વધીને 96.30ના સ્તરે પહોંચી ગયો. ડોલરની મજબૂતી અને ઓઈલના ભારે બિલના કારણે રૂપિયો દબાણમાં રહ્યો અને આ વર્ષે 6 ટકાથી વધુ નબળો થઈ ગયો. RBI સ્પોટ અને NDF બંને માર્કેટમાં ડોલર વેચી રહ્યા છે. 25 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી નાણાં ભંડાર 18.34 અબજ ડોલર ઘટીને 747.56 અરબ ડોલર રહી ગયો. તેમાં ઘટાડાનું આ સતત ત્રીજું સપ્તાહ હતું. આ સમયે સોનાના ભંડારની વેલ્યુમાં 2.59 અબજ ડોલરની અછત આવી. RBI બુધવાર, 7 ઓક્ટોબરે પોતાની પોલિસીની જાહેરાત કરશે અને માનવામાં આવે છે કે તેમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો થઈ શકે છે.
રોકાણ અને રીટેલ માગ
સપ્ટેમ્બરની શરૂઆતમાં ETFની માગ જબરજસ્ત રહી. ઓગસ્ટમાં વૈશ્વિક ગોલ્ડ ETFમાં 18 અબજ ડોલર (121 ટન)નું રોકાણ થયું, જેનાથી કુલ હોલ્ડિંગ વિક્રમી 4,189 ટન સુધી પહોંચી ગયું અને યુરોપ માટે તે અત્યાર સુધીનો સૌથી સારો મહિનો રહ્યો. WGCનો સપ્ટેમ્બરનો ડેટા ટૂંક સમયમાં જ આવવાનો છે, જેનાથી ખ્યાલ આવશે કે શું ગયા મહિને ભાવમાં આવેલા 6 ટકાના ઘટાડાના કારણે લોકોએ પોતાનું રોકાણ પાછું કાઢ્યું? ભારતમાં ઓગસ્ટમાં ગોલ્ડ ETFમાં રોકાણ 67 ટકા વધીને રૂ. 2,597 કરોડ થયું જ્યારે નવા ઈન્વેસ્ટર એકાઉન્ટ ખુલવાની ગતિમાં ભારે ઘટાડો આવ્યો.
આ સપ્તાહે કેવી રહેશે સ્થિતિ?
આ સપ્તાહે 7 ઓક્ટોબરે RBIના નિર્ણય ફેડરલ રિઝર્વના અધિકારીઓ, અણેરિકાના ટ્રેડ ડેટા, યુનિવર્સિટી ઓફ મિશિગનના સેન્ટિમેન્ટ સર્વે અને યુએસ-ઈરાનની વાતચીતમાં કોઈપણ હલચલ પર નજર રાખો. અમેરિકાના નબળા ડેટા અને વ્યાજદર વધવાની આશા ઘટવાથી સોનાને સ્થિર થવાની તક મળી શકે છે,પરંતુ મજબૂત ડોલર અને 5 ટકાથી વધુ યીલ્ડના કારણે તેજી પર લગામ લાગી શકે છે.
ટેકનિકલ આઉટલૂક
સોનું તેના 100-દિવસના મૂવિંગ એવરેજથી નીચે છે અને જ્યાં સુધી ભાવ 4,250-4,300 ડોલરથી નીચે રહેશે ત્યાં સુધી શોર્ટ-ટર્મ ટ્રેન્ડ નબળો બની રહેશે. સપોર્ટ 4,110 ડોલર (ગયા સપ્તાહના નીચલા સ્તર) પર છે, અને ત્યાર પછી 4,000 ડોલર મહત્વનું મનોવૈજ્ઞાનિક સ્તર છે. MCX પર ડિસેમ્બરના સોનના વાયદા માટે રૂ. 1,48,500ની આજુબાજુ સપોર્ટ અને રૂ. 1,51,000ની આજુબાજુ રેઝિસ્ટન્સ પર નજર રાખો. તહેવારોની મોસમને જોતા લાંબા સમયના રોકાણકારો માટે 4,000-4,100 ડોલર (MCX પર લગભગ રૂ. 1,45,000-રૂ. 1,48,000)ના ઘટાડાવાળા સ્તર ધીમે ધીમે ખરીદી કરવા માટે યોગ્ય લાગે છે.
ચાંદી માટે 57-60 ડોલર મુખ્ય સપોર્ટ લેવલ છે અને 62.50 ડોલર પર તેજી રોકાઈ રહી છે. MCX પર ચાંદીને રૂ. 2,20,000-રૂ. 2,25,000ની આજુબાજુ સપોર્ટ અને રૂ. 2,30,000ની આજુબાજુ રેઝિસ્ટન્સ મળી રહ્યું છે.
લેખિકા : ડો. રેનિશા ચૈનાની
ચીફ રિસર્ચ ઓફિસર, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલ
Disclaimer - ડો. રેનિશા ચૈનાની, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલના ચીફ રિસર્ચ ઓફિસર છે. આ લેખમાં તેમણે આપેલા મંતવ્યો તેમના પોતાના છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શૅર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ના ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

